Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૩૩૪] મલ્લીનાથને જન્મ
[૫ ૬ ફૂઠું બતાવી પારણને દિવસે પણ આહાર કરતા નહીં અને તેવી માયા (કપટ) થી તે છ મિત્રોને છેતરીને અધિક તપસ્યા કરતા હતા. તેવા માયામિશ્ર તપ કરવાવડે સ્ત્રીવેદ અને અહંત ભક્તિ પ્રમુખ સ્થાનકના આરાધનવડે તીર્થંકર નામકર્મ મહાબળે ઉપાર્જન કર્યું. ચારાશી લાખ પૂર્વના આયુષ્યવાળા તે સાતે મિત્રમુનિઓ ચારાશી હજાર વર્ષ સુધી વ્રત પાળી આયુષ્યને ક્ષય થતાં બે પ્રકારની સંલેખના કરી અનશન વ્રત લઈ કાળધર્મ પામીને વૈજયંત નામના અનુત્તર વિમાનમાં દેવતા થયા.
આ જંબુદ્વીપના દક્ષિણ ભરતાદ્ધમાં ધર્મમાં તત્પર એવા લોકોથી ભરપૂર મિથિલા નામે નગરી છે. ત્યાં આવેલા પ્રાસાદે તેની ઉપર રહેલા સુવર્ણના કુંભેથી ઉપર ઉદય પામેલા સૂર્યવાળા ઉદયગિરિને વિશ્વમ ધારણ કરે છે. આ નગરીને સર્વ રત્નમય દેખીને અમરાવતી અને અલકાદિક નગરી રત્નમથી છે, એવી કથાઓમાં લોકોને શ્રદ્ધા થતી હતી. તેની રમણીયતાથી અતૃપ્ત રહેતા દેવતાઓ ક્ષણવાર સ્વર્ગમાં અને ક્ષણવાર તે નગરીમાં એમ વારંવાર રહ્યા કરતા હતા. ઈક્વાકુવંશરૂપ ક્ષીરસાગરમાં અમૃત કુંભ જેવો અને નિષિકુંભની પેઠે લક્ષમીના નિવાસરૂપ કુંભ નામે ત્યાં રાજા હતા. તે સરિતાઓને જેમ સમુદ્ર તેમ સંપત્તિઓને એક આશ્રય હતે; અને મણિએને જેમ રહણગિરિ તેમ નીતિઓની ઉત્પત્તિભૂમિ હતું. એ મહામતિ રાજા શાસ્ત્રો અને શોને જાણ હતું અને પૃથ્વીના કર લઈ દીન જાને આપી દેતે હતો. તે ધીમાન મહારાજાને વશમાં લેભ હતો, લક્ષમીમાં નહીં; દ્રવ્યમાં ત્યાગ (દાન) બુદ્ધિ હતી, પણ સીમાડામાં નહિ અને ધર્મમાં વ્યસન હતું, પણ પાપક્રીડામાં ન હતું.
ઇદ્રને ઇદ્વાણીથી જેમ મુખની પ્રભાથી ચંદ્રને પરાભવ કરનારી પ્રભાવતી નામે તેને એક મહારાણી હતી. તે પૃથ્વીની આભૂષણરૂપ હતી અને તેનું આભૂષણ શીલ હતું, બાજુ અને કડાં વિગેરે આભૂષણે માત્ર પ્રક્રિયારૂપ હતાં. પોતાના નિર્મળ સતીપણાથી સર્વ જગતને પવિત્ર કરતી તે પ્રભાવતી જંગમતીર્થ હોય તેમ કલ્યાણના હેતુપણે શોભતી હતી. દક્ષસુતા રોહિણીની સાથે ચંદ્રની જેમ એ હૃદયહારિણી રમણની સાથે કુંભરાજા ઉત્તમ ભેગ ભેગવતા હતાં.
સ્વર્ગવાસી મહાબળને જીવ આયુષ્ય પૂર્ણ કરી વૈજયંત વિમાનમાંથી ચ્યવી સાબુન શુકલ ચતુથીએ ચંદ્ર અશ્વિની નક્ષત્રમાં આવતાં ચૌદ મહા સવએ જેને આહંત વૈભવ સૂચવે છે એ તે મહાદેવી પ્રભાવતીની કુક્ષિમાં અવતર્યો. તેમના ગર્ભમાં આવ્યા પછી ત્રીજે માસે દેવીને માલ્ય (પુષ્પ) ની શય્યામાં સુવાને દેહદ ઉત્પન્ન થયે. દેવતાએ તે દેહદ પૂર્ણ કર્યો. પછી પૂર્ણ સમયે માર્ગશીર્ષ માસની શુકલ એકાદશીએ ચંદ્ર અશ્વિની નક્ષત્રમાં આવતાં પૂર્વ જન્મમાં માયાવડે વેદ કર્મ બાંધેલું હોવાથી કુંભના લાંછનવાળા નીલકાંતિને ધરનારા અને સર્વ શુભલક્ષણવાળા ઓગણીશમાં આશ્ચર્યકારી તીર્થકરરૂપ એક કન્યાને પ્રભાવતીએ જન્મ આ. દિકુમારીએાએ આવી તેનું સૂતિકાકર્મ કર્યું અને ઈદ્રોએ મેરૂગિરિપર લઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org