Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ છઠ્ઠો. మడయయం చయయడయుడు
શ્રી મલ્લીનાથ ચરિત્ર. - મલિકાના પુષ્પના જેવી નિર્મળ અને ભવ્યપ્રાણીરૂપ ભમરાઓએ ઉત્કંઠાથી પાન કરેલી શ્રી મલ્લીનાથ ભગવાનની વાણી જય પામે છે. હવે શ્રોતાઓના શ્રવણમાં અમૃતના સ્ત્રોત જેવું શ્રી મલ્લી સ્વામીનું અદ્ભુત ચરિત્ર કહેવામાં આવે છે.
જબૂદ્વીપના અપરવિદેહમાં સલિલાવતી વિજયને વિષે વીતશેકા નામે નગરી હતી. તેમાં શત્રુઓના બળરૂપ વનને વિનાશ કરવામાં કુંજર (હાથી) જે અને બળથી બળભદ્ર જેવો મલ નામે એક દેવકૃતિ રાજા હતા. તે રાજાને ધારણ નામે પત્નીથી કેશરીસિંહના સ્વપ્નથી સૂચિત મહાબલ નામે એક પૂર્ણ પરાક્રમી પુત્ર થશે. અનુક્રમે તે મહાબલ કુમાર ઉત્કટ ૌવનવાળી કમલશ્રી વિગેરે પાંચસો રાજકન્યા સાથે એક દિવસે પર. તે મહાબળને અચળ, ધરણ, પૂરણ, વસુ, વૈશ્રવણ, અને અભિચંદ્ર નામે છ રાજાએ બાલમિત્રો હતા. એકદા તે નગરીની બહાર ઈશાન દિશામાં આવેલા ઇંદ્રકુજ નામના ઉઘાનમાં કેટલાક મુનિઓ આવ્યા. બળરાજા તેમની પાસે ગયે. ત્યાં ધર્મ સાંભળી વૈરાગ્ય પ્રાપ્ત થતાં મહાબળને રાજ્ય ઉપર બેસાડી દીક્ષા લઈને તે રાજા મોક્ષે ગયે.
મહાબલને કમલશ્રી નામે મુખ્ય રાણીથી સિંહના સ્વપ્નવડે સૂચિત બલભદ્ર નામે એક પુત્ર થયે. અનુક્રમે યૌવનવયને પ્રાપ્ત થતાં જાણે પિતાની બીજી મૂર્તિ હોય તેવા બલભદ્રને તેણે યુવરાજપદવી આપી અને પોતે પિતાના છ બાળમિત્ર સાથે સૌહાર્દના એકભાવથી નિત્ય આહંત ધર્મને સાંભળવા લાગે. એકદા મહાબલે પિતાના મિત્રોને કહ્યું- હે મિત્રો ! હું આ સંસારથી ભય પામે છું માટે હવે દીક્ષા ગ્રહણ કરીશ. પછી તમારે શું માર્ગ લે છે?” તેઓ બેલ્યા–“જેવી રીતે આપણે એકઠા રહીને આજ સુધી સાંસારિક સુખ ભોગવ્યું છે, તેવી જ રીતે એકઠા રહીને હવે મોક્ષસુખ ભેગવશુ.' મહાબલે પિતાના રાજય ઉપર બલભદ્રને બેસાડ્યો અને બીજા મિત્રોએ પિતપોતાના પુત્રોને બેસાડયા. પછી મહાબલે પિતાના છ મિત્રો સાથે મહાત્મા વરધમ મુનિની પાસે દીક્ષા લીધી. તે સાતે મહાત્માઓની એવી પ્રતિજ્ઞા હતી કે “આપણામાંથી જે એક તપસ્યા કરે તે પ્રમાણે સર્વેએ કરવી.” આવો સંકેત કરી મિક્ષને માટે સરખી ઉત્કંઠા ધારણ કરી તેઓ ચતુર્થાદિ તપસ્યા કરવા લાગ્યા. તેમાં મહાબલ સર્વથી પિતાને અધિક ફળ મળે તેવી ઈચ્છાથી “આજ મારૂં મસ્તક દુખે છે, આજે પિટમાં પીડા થાય છે, આજે ક્ષુધા લાગી નથી,” આવા બેટાં બહાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org