Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સર્ગ ૨ જે] વીરભદ્રને વૃત્તાંત
[૩૧૫ મેળે પરીક્ષા કરીને શંખશેઠના યુવાન પુત્ર વીરભદ્રને યોગ્ય વર તરીકે પસંદ કર્યો છે. રાજાએ કહ્યુંઆ વિષેજ હું ચિંતવન કરતે હતા, ત્યાં ચિંતામણિ કે કામધેનુ હોય તેમ તમે આવી ચઢયાં; અહા ! પુત્રીનું વરની પરીક્ષા કરવામાં કેવું સ્થય અને ડહાપણ છે? કે જેણે આટલે કાળ ખમીને છેવટે આવા ચગ્ય વરને પસંદ કર્યો? તત્કાળ રાજાના આમંત્રણથી ઘણું ધનાઢ્ય વણિકેથી પરવરેલે શંખશેઠ ત્યાં આવ્યો. તેણે રાજાને પ્રણામ કર્યો. રાજા રત્નાકરે શંખશેઠને કહ્યું-“તાગ્રંલિસી નગરીથી કઈ યુવાન પુરૂષ તમારે ઘેર આવે છે, તે સર્વ કળાસાગરના પારને પામેલે, અદ્વૈત સૌંદર્યવાળે અને ગુણગણુથી ઉત્તમ છે, એમ સાંભળવામાં આવ્યું છે.”
ખશેઠે કહ્યું-“હે દેવ! તેના ગુણે લોકે જાણે છે.” રાજાએ ક્રહ્યું- તે તમારી આજ્ઞામાં છે કે નહીં? શંખશેઠે કહ્યું–“સ્વામી ! તે વિષે વધારે શું કહું, સર્વ જન તેના ગુણથી ખરીદ થઈ તેનેજ વશ રહે છે.” રાજાએ કહ્યું-“શેઠજી! મારી પુત્રી અનંગસુંદરી છે, તેને વીરભદ્રને માટે તમે આજેજ ગ્રહણ કરે; તે બને ચગ્ય વરવધુને ચિરકાળે ન થાઓ. શેઠ બેલ્યા“હે પ્રભુ! તમે અમારા સ્વામી છે, અને અમે તમારી પાળવા પ્રજા છીએ; તેથી આપ કહે છે તે સંબંધ અઘટિત છે. સંબંધ અને મિત્રતા સરખે સરખામાં જ શેભે છે.” રાજાએ કહ્યું-“શેઠજી! શું યુક્તિવડે મને ના કહો છો? જાઓ મારી આજ્ઞા નિર્વિચારે કરે. અહીંથી જઈને સત્વર સજજ થાઓ.” રાજાની આજ્ઞા માન્ય કરી શંખશેઠ ઘેર આવ્યા અને રાજાના શાસનને સર્વ વૃત્તાંત વીરભદ્રને કહ્યો. પછી શુભ દિવસે શુભ લગ્નમાં અનંગસુંદરી અને વીરભદ્રને મેટ સમૃદ્ધિથી વિવાહિત્સવ થશે. એ સ્વયંવર વધૂવર સરખે સરખા હોવાથી તેમની પરસ્પર પ્રીતિ દિવસે દિવસે અધિક વધવા લાગી. વીરભદ્ર નિત્ય જૈનધર્મને ઉપદેશ આપી અનંગસુંદરીને શ્રાવિકા કરી દીધી. પુરૂષને સંગ આલેમાં તે શું પણ પરલોકમાં પણ સુખને માટે થાય છે. એક વસ્ત્ર ઉપર શ્રી અહંતની પ્રતિમા અને ચતુવિધ સંઘના ચિત્ર આળેખી વીરભદ્ર રાજકુમારીને અર્પણ કર્યા અને પછી સારી રીતે તેની સમજુતી આપી.
એક વખતે વીરભદ્રને વિચાર થયો કે “આ સ્ત્રી મારાપર સનેહ ધરે છે એમ દેખાય છે, પણ પ્રકૃતિએ ચપળ એવી સ્ત્રીઓની સ્થિરતાને માટે નિશ્ચય સમજ નહીં. હું આ સ્ત્રીને આશય કેઈ યુક્તિએ જાણીશ.” આ વિચાર કરી એ ચતુર સુંદર વણિક કુમારે અનંગસુંદરીને કહ્યું-“હે પ્રિયતમા ! મને તમારા સિવાય બીજું કાંઈ પણ પ્રિય લાગતું નથી, તથાપિ હવે સ્વદેશમાં જવાને માટે તમારી રજા લઉં છું; કારણ કે મારા માતાપિતા મારા વિયેગથી પીડિત થઈ અતિ દુઃખી થતાં હશે, માટે હું જઈને તેમને આશ્વાસન આપું. હે સુંદર ભ્રકુટીવાળી સ્ત્રી! તમે અહીં જ રહેજે, હું જઈને તત્કાળ પાછો આવીશ, કેમકે તમારા વિના બીજે ઠેકાણે રહેવાને હું સમર્થ નથી.” અનંગસુંદરી પ્લાન વદને બોલી“સ્વામી! તમે બહુ સારું કહ્યું, જે સાંભળતાંજ મારા પ્રાણ જાણે જવાને ઈચ્છતા હોય તેમ લાગે છે. તમે આવું કહેવાને શક્તિમાન થયા તે ઉપરથી એમ જણાય છે કે તમે કઠિન હૃદયવાળા છે. જે હું તમારા જેવી હેત તેજ તમારાં આવાં વચન સાંભળવાને શક્તિવાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org