Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૩૨૪] પુરૂષ પંડરીક વાસુદેવ ને બલિપ્રતિવાસુદેવ વચ્ચે થયેલ યુદ્ધ [ પર્વ ૬ ઠું પણ દૂર રહે નહીં. તે રાજાને રૂપથી સવગની સ્ત્રીઓને જીતનારી એક વૈજયંતી અને જાણે અપરા લક્ષમી હોય તેવી બીજી લક્ષ્મીવતી નામે બે પત્નીએ હતી. સુદર્શનને જીવ જે સહસ્ત્રાર દેવલોમાં દેવતા થયા હતા, તે ત્યાંથી ચ્યવીને વૈજયંતી દેવીના ઉદરમાં અવતર્યો. બલભદ્રના જન્મને સૂચવનારાં ચાર મહાસ્વપ્ન જોઈ હર્ષ પામેલી વૈજયંતી દેવીએ ઉત્તમ ગર્ભ ધારણ કર્યો. ગર્ભસમય પૂર્ણ થતાં પૂર્ણ ચંદ્રની જેવા નિર્મળ આનંદ નામના પુત્રને તેણે જન્મ આપ્યો. તે યૌવનમાં આવતાં એગણત્રીશ ધનુષ્યની કાયાવાળા થયા.
પ્રિય મિત્રને જીવ ચેથા દેવલોકમાંથી ચ્યવી મહાદેવી લક્ષ્મીવતીના ઉદરમાં અવતર્યો. વાસુદેવના જન્મને સૂચવનારાં સાત મહા સ્વપ્ન જોઈ હર્ષ પામેલા લમીવતીએ ગર્ભ ધારણ કર્યો. પ્રસવ સમય થતાં પુરૂષપુંડરીક નામે એક શ્યામવર્ણ પુત્રને તેણે જન્મ આપે. તે પુત્ર પણ ઓગણત્રીશ ધનુષ્યની ઉંચી કાયાવાળો થયે. ગરૂડ અને તાડ વૃક્ષના ચિન્હવાળા અને નીલ તથા પીત વસ્ત્ર ધરનારા તે બંને ભાઈ માતાપિતાના મનોરથની સાથે મોટા થયા. લીલામાત્ર ચાલતાં તેઓ પૃથ્વીને કંપાવતા હતા અને તે બંને બાળક છતાં તેમને બાળધારક પુરૂષે તેડી શકતા નહતા. અનુક્રમે તેઓ પવિત્ર ૌિવનવયને પ્રાપ્ત થઈ સર્વ કળારૂપ સાગરના પારગામી થયા. રાજેતપુરના ઉપેંદ્રસેન નામના રાજાએ પદ્માવતી નામની કન્યા પુંડરીક વાસુદેવને આપી. રૂપલક્ષમીથી નાગકન્યાને પણ દાસી કરનાર તે પદ્માવતીના રૂપ સંબંધી વાત સાંભળી બલિ પ્રતિવાસુદેવ તેનું હરણ કરવા આવ્યા. સર્વ જગતના બલવાન પુરૂષની અવજ્ઞા કરનાર અને ભુજાના બળથી ધમધમી રહેલા બલિની સામે આનંદ અને પુંડરીક તત્કાળ ચડી આવ્યા. તે વખતે દેવતાઓએ શસ્ત્રાગારમાં નીમેલા પુરૂષની જેમ શા ધનુષ્ય અને હળ વિગેરે શસ્ત્રો તેમને અર્પણ કર્યા. પ્રથમ બલિ પ્રતિવાસુદેવની બળવાન સેનાએ આનંદ અને પુંડરીકની સેનાને ભાંગી નાંખી અને પિતાના સ્વામીના જયને સૂચવે તેવા તેના સુભટોએ સિંહનાદ કર્યા. તે વખતે આનંદ અને પુંડરીક રથમાં બેસી હર્ષ ધરતા રણ કરવાને માટે આગળ આવ્યા. વીર પુરૂષો યુદ્ધથી હર્ષ પામે છે. પુંડરીકે તારસ્વરે પાંચજન્ય શંખને નાદ કર્યો તેથી સમુદ્રમાં જળજતુસમૂહની જેમ શત્રુઓનું ઘણું લશ્કર નાસી ગયું. પછી જાણે શંખને અનુવાદ કરતે હેય તેમ તરત જ તેમણે શા ધનુષ્યને ટંકાર કર્યો, તેના મેટા નાદથી બાકી રહેલા શત્રુઓ નાસી ગયાં. તે વખતે મેઘ જેમ જળધારા વરસાવે તેમ બાણને વરસાવતે તીવ્ર પરાક્રમી બલિ પિતે યુદ્ધ કરવાને આવ્યું. વિષ્ણુએ તેના બાણ છેદ્યા અને તેણે વિષ્ણુના બાણ છેદ્યા; એવી રીતે ઘણી વાર બાણ છેદવાથી ક્રોધ પામેલા બલિએ ચક ધારણ કર્યું. “હવે તું રહેવાને નથી” એમ કહેતાં બળવાન બલિએ તે ચક્ર ભમાડીને પુંડરીક વાસુદેવ ઉપર છેડયું, લપડાકની જેવા લાગેલા તેના પ્રહારથી મૂછ પામી ક્ષણવારમાં પાછી સંજ્ઞા મેળવીને વાસુદેવે તે ચક્ર પોતે ગ્રહણ કર્યું. “અરે! હવે તું રહેવાને નથી' એમ બેલતા વાસુદેવે તે ચક્ર ભમાડીને છોડયું, જેથી તત્કાળ બલિનું મસ્તક છેદાઈ ગયું.
પછી પુંડરીક વાસુદેવ આનંદ બળભદ્રને સાથે લઈ શત્રુ રાજાઓને હણી દિગ્યાત્રા કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org