Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૩૩૦]. સુભૂમનું સાતમી નરકે જવું
[૫ ૬ ફૂઠું તે અનંત છે. તેના મધ્યમાં આ આશ્રમ એક મક્ષિકાના પગ જેટલું છે. આ લેકમાં હસ્તીનાપુર નામે એક નગર છે, તેમાં કૃતવીર્ય નામે તારા પ્રખ્યાત અને પરાક્રમી પિતા રાજા હતા, તારા પિતાને મારી પરશુરામે તે રાજ્ય ખુંચવી લીધું અને બધી પૃથ્વીને તેણે નિજ ક્ષત્રિયા કરી દીધી છે. તેના ભયથી આપણે અહીં છાના રહીએ છીએ.” તે સાંભળતાંજ સુબ્રમ મંગળ ગ્રહની પેઠે ક્રોધથી પ્રજવલિત થઈ શત્રુ સાથે લઢવા હસ્તીનાપુર તરફ ચાલ્યું. “ક્ષાત્રતેજજ દૂધર છે.” ભૂમિગ્રહમાંથી નીકળી પરમાર્યો દાનશાળામાં જઈ સિંહની જેમ સિંહાસન પર બેઠે અને તે વખતે ક્ષીરરૂપે થઈ ગયેલી પેલી ક્ષત્રિયેની દાઢને તે ખાઈ ગયો. તરતજ દાઢની રક્ષા કરનારા બ્રાહ્મણે યુદ્ધ કરવાને ઉઠયા, પરંતુ હરિને વાઘની જેમ મેઘનાદે તે સર્વને મારી નાંખ્યા. તે ખબર સાંભળી પરશુરામ ક્રોધથી દાંતવડે હોઠને પીસતે કાળપાશથી જાણે ખેંચાયે હેય તેમ સત્વર ત્યાં આવ્યું. પરશુરામે રેષથી સુલૂમ ઉપર પિતાની ફરશી નાંખી, પરંતુ જળમાં અગ્નિના તણખાની જેમ તે તત્કાળ બુઝાઈ ગઈ. સુભૂમની પાસે કોઈ શસ્ત્ર હતું નહીં, એટલે તેણે દાઢને થાળ ફેંકયો, તે સદ્ય ચક્રરૂપ થઈ ગયો. “પુણ્યસંપત્તિવાળાને શું ન થાય?' પછી આઠમા ચક્રવતી સુભૂમે તે પ્રકાશમાન ચક્રવડે પરશુરામના મસ્તકને કમળની જેમ છેદી નાખ્યું. જેવી રીતે પરશુરામે પૃથ્વીને સાતવાર નિક્ષત્રિયા કરી હતી, તેવી રીતે સુબૂમ ચક્રીએ પૃથ્વીને એકવીશ વાર નિબ્રહ્મણ કરી.
ક્ષય પામેલા રાજાઓની હસ્તી, અશ્વ અને પિદળના રૂધિરની નવી સરિતાને વહન કરતા સુબ્રમે પ્રથમ પૂર્વ દિશા સાધી. પછી અનેક સુભટના કપાયેલા મસ્તકથી છીપ અને શંખની જેમ પૃથ્વીને મંડિત કરતા એવા તેણે દક્ષિણ દિશાના પતિ (યમ) ની જેમ દક્ષિણ દિશાને સાધી. સુભટના અસ્થિવડે સમુદ્રના તીરને દાંતવાળું કરતા તેણે પશ્ચિમ દિશા સાધી. પછી બળના ગિરિરૂપ સુધૂમ વૈતાઢય પર્વતની ગુહાના દ્વારને હલામાત્રમાં ઉઘાડી મ્લેચ્છને જીતવાને ભરતક્ષેત્રના ઉત્તર ખંડમાં પેઠે મોટે ગજેંદ્ર જેમ ઈક્ષુદંડને ભાંગી નાંખે તેમ ઉછળતા શેણિત ૨સથી પૃથ્વીને છાંટતા એવા તેણે મ્લેચ્છ લેકેને ભાંગી નાંખ્યા. પછી સુભ્રમ ચક્રવર્તીએ પિતાના સસરા મેઘનાદને વૈતાઢય ગિરિની બંને શ્રેણીઓના અધિપતિની પદવી આપી. - સાઠ હજાર વર્ષના આયુષ્યવાળા સુલૂમ ચક્રવર્તીએ એવી રીતે ચારે દિશામાં ફરી અનેક સુભટેને મારી ષખંડ પૃથ્વીને સાધી લીધી અનેક પ્રાણીઓની હિંસા કરતા અને નિત્ય રૌદ્રધ્યાનરૂપી અગ્નિવડે જેને અંતરાત્મા બળ્યા કરતે હો એવા સુભમ ચક્રવર્તી કાળપરિણામના વશથી મૃત્યુ પામી સાતમી નરકભૂમિમાં ગયા. પાંચ હજાર વર્ષ કુમારપણામાં, તેટલાજ માંડળિકપણુમાં, પાંચસો દિગ્વિજયમાં અને પાંચસે ઉણા અર્ધલક્ષ ચક્રવર્તી પણામાં એવી રીતે સાઠ હજાર વર્ષનું આયુષ્ય તેણે પૂર્ણ કર્યું.
इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्ये षष्ठे पर्वणि सुभूभचरितवर्णना
નામ વાર્થ : /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org