Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૪ ]
જમદગ્નિનું રણકા સાથે પરણવું દઈશ નહી” ચકલે કહ્યું- હે પ્રિયા ! જે હું પાછો ન આવું તે મને ગોહત્યાનું પાપ છે.” આવા સોગન લેતા ચકલાને ચકલીએ ફરીવાર કહ્યું-“હે પ્રિય! તું એવા સેગન લે કે “જે હું પાછે ન આવું તો આ તાપસ મુનિનું પાપ મને લાગે.” તે તે સેગન ઉપર હું તને જવા દઉં.” ચકલાએ એ પ્રમાણે સોગન લીધા એટલે ચકલીએ કહ્યું-“તારે માર્ગ સુખદાયક થાઓ.”
આવાં તે પક્ષીનાં વચનો સાંભળી જમદગ્નિ કોપ પામ્યું અને બે હાથે તે બન્ને પક્ષીઓને પકડી લીધા અને કહ્યું-“અરે પક્ષીઓ? સૂર્યમાં અંધકારની જેમ આવું દુષ્કર તપ કરતા એવા મારામાં કયાંથી પાપ હોય?” ચકલી બેલી-“હે તાપસ! કે૫ કરો નહી, તમારૂં તપ વ્યર્થ છે. “અપુત્રની ગતિ થતી નથી” એ શ્રુતિ શું તમે નથી સાંભળી?” તે કૃતિને માનનારા જમદગ્નિ મુનિ વિચારમાં પડયા કે “પુત્ર અને સ્ત્રી વગર મારું આ સઘળું તપ પ્રવાહમાં વહી ગયું. આ પ્રમાણે જમદગ્નિને ધ્યાનથી ક્ષોભ પામેલા જોઈ મને ધિક્કાર છે કે જે હું તાપસેથી ભરમાઈ ગયે” એ વિચાર કરતે ધવંતરિ શ્રાવક થઈ ગયે. “ખરી પ્રતીતિ થતાં કેને વિશ્વાસ ન આવે !' પછી બંને દેવતા અદ્રશ્ય થઈ ગયા. મિચ્છા વિચારમાં ભમાયેલ જમદગ્નિ તાપસ નેમિકકેષ્ટક નામના નગરમાં આવ્યા. તે નગરના રાજા જિતને ઘણું કન્યાઓ હતી. ગૌરીને મળવા ઈચ્છતા શંકરની જેમ, તેમાંથી એક કન્યા મેળવવાની ઈચ્છાએ તે રાજા પાસે આવ્યો તાપસને આવેલા જાણ રાજા જિતશત્રુ ઉભે થઈ અંજળિ જોડીને બેલ્ય. તમે શા માટે આવ્યા છે અને મારે શું કાર્ય કરવાનું છે? તે કહે.” જમદગ્નિ બે -“હું કન્યાને માટે આવેલું છું.” રાજાએ કહ્યું-“મારે સે કન્યાઓ છે, તેમાં જે તમને ઇચ્છે તેને તમે ખુશીથી ગ્રહણ કરો. જમદગ્નિએ અંતપુરમાં જઈ રાજકન્યાઓને કહ્યું કે “તમારામાંથી કેઈ એક મારી ધર્મપત્ની થાઓ.” તે સાંભળી અરે જટાધારી! માથે પળિઆવાળો, દુર્બળ અને ભીખ માગીને જીવનારે તું આવું બોલતાં લજજા કેમ પામતે નથી?' આ પ્રમાણે કહીને તે સઘળીએ થુથુકાર કર્યો. તત્કાળ જમદગ્નિએ ક્રોધ કરીને ચઢાવેલ ધનુષ્યની યષ્ટિ જેવી તે બધી કન્યાઓને કુબડી કરી દીધી. તે સમયે એક કન્યા રેણુકા કુંજની સાથે રાજાના આંગણમાં રમતી હતી, તેને જોઈ જમદગ્નિએ રેણુકા એવા નામથી તેને બોલાવી, અને “આ લેવાની ઈચ્છા છે.” એવું કહી તેને એક બીજાનું ફળ બતાવ્યું. તે સમયે તે બાળાએ પાણિગ્રહણને સૂચવે તે પાણિ (હાથ) પ્રસા. નિર્ધન જેમ ધનને ગ્રહણ કરે, તેમ મુનિ જમદગ્નિએ હદયથી તેનું ગ્રહણ કર્યું એટલે રાજાએ ગાય વિગેરેની સાથે તેને વિધિથી ધારણ કરાવી. પછી જમદગ્નિએ તપની શક્તિ વડે બીજી નવાણું કન્યાઓને પિતાની સાળીના નેહ સંબંધથી પાછી સજજ કરી. “તપસ્વીના આવા વ્યર્થ તપના વ્યયને ધિક્કાર છે!” એ મધુરાકૃતિ મુગ્ધાને પિતાના આશ્રમમાં લાવી તેની ઉપર જમદગ્નિ મોહિત થયે. હરિણીના જેવી એ લેળાક્ષી બાલાને તેણે પ્રેમથી ઉછેરવા માંડી. તાપસ જમદગ્નિ આંગળીએથી દિવસ ગણતા
૧. ધૂળને ઢગલે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org