Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૩ જે] પુંડરીક વાસુદેવનું છઠ્ઠી નરકમાં જવું ને આનંદ બલભદ્રનું મોક્ષે જવું [ ૩૨૫ અદ્ધ ચક્રવતી થયા. વાસુદેવે મગધ દેશમાં રહેલી કેટીશિલા નામની મહાશિલાને એક તાજવાની કેટિની જેમ લીલાવડે ઉપાડી. પાંસઠ હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી પુંડરીક વાસુદેવ પિતાના ઉગ્ર કર્મથી છઠ્ઠી નરકમાં ગયા. પુંડરીક વાસુદેવે અઢીસો વર્ષ કૌમારવયમાં, તેટલાજ માંડળિકપણામાં, સાઠ વર્ષ દિગ્વિજયમાં અને ચેસઠ હજાર ચારસે ને ચાલીશ વર્ષ રાજ્યમાં એવી રીતે સર્વ ૬૫૦૦૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યું. પંચાશી હજાર વર્ષના આયુષ્યવાળા આનંદ બળભદ્ર પિતાના અનુજ બંધુ વિના નિરાનંદપણાથી કેટલેક કાળ નિર્ગમન કર્યો. અન્યદા પિતાના ભાઈને વિયોગથી વૈરાગ્ય થતાં સુમિત્ર મુનિની પાસે દીક્ષા લઈ આનંદ બળભદ્ર આત્મારામ થઈ કેવળજ્ઞાન પામી સુખના ધામરૂપ શાશ્વત સ્થાન (મોક્ષ)ને પ્રાપ્ત થયા.
इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्ये पष्टे पर्वणि आनदपुरुषपुंडरीकबलि
चरितकीर्तनो नाम तृतीयः सर्गः ।
સગ ૪ થે. దదదదదదదదదదయ
શ્રી સુભૂમ ચવતી ચરિત્ર
હવે અરનાથ પ્રભુના તીર્થમાં જ થયેલા આઠમા ચક્રવર્તી સુભૂમનું અનુક્રમે આવેલુ ચરિત્ર કહેવાય છે. આ ભરતક્ષેત્રમાં આવેલા વિશાળ નગરને વિષે ક્ષત્રિયવ્રતને પાળનાર ભૂપાલ નામે રાજા હતો. એક વખતે સંગ્રામમાં ઘણા શત્રુઓએ એક થઈને તેને જીતી લીધે. “હમેશાં સમૂહ અતિ બળવાન હોય છે. વૈરીઓના પરાભવથી મલિન મુખવાળા થઈને તે રાજાએ સંભૂતમુનિની પાસે દીક્ષા ગ્રહણ કરી. ચિરકાળ તપસ્યા કરી અંતકાળે ઘણા ભેગવિષયની પ્રાપ્તિ થવા નિયાણ બાંધી મૃત્યુ પામીને મહાશુક દેવલેકમાં તે દેવતા થયે.
શ્રી ઋષભદેવને કુરૂ નામે એક પુત્ર હતું, જેના નામથી કુરૂદેશ પ્રખ્યાત થયે છે. તેનો પુત્ર હતી નામે થયે હતું, જેના નામથી અનેક તીર્થકર અને ચક્રવતીની જન્મભૂમિ હસ્તીનાપુર પ્રસિદ્ધ થયેલું છે. તેના વંશમાં અનંતવીર્ય નામે મહા પરાક્રમી રાજા થયે હતો. ભરતક્ષેત્રમાં આવેલા વસંતપુર નગરમાં વંશને ઉચ્છેદ કરનાર અગ્નિક નામે એક છેક હતે. તે એક વખતે પિતાના સ્થાનથી દેશાંતરે ચાલે, આગળ જતાં સાર્થ વગરનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org