Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૩૨૨] વીરભદ્રનું દેવલોકમાં જવું
[પવું ૬ હું માસના ઉપવાસને પારણે રત્નપુર નગરમાં આવતાં જિનદાસ નામના શ્રેષ્ઠીકુમારે મને ભક્તિ પૂર્વક ભિક્ષા આપી. તે પુણ્યથી તે જિનદાસ બ્રહ્મદેવલોકમાં દેવતા થયે. ત્યાંથી વીને જબૂદ્વીપના અરવિત ક્ષેત્રમાં કાંપિલ્ય નગરને વિષે તે હેાટે ધનાઢય શ્રેષ્ઠી થયું. ત્યાં પણ પરમ સમુદ્ધિવડે શ્રાવકપણું પાળી મરણ પામીને અય્યત દેવલેકમાં દેવ થશે. ત્યાંથી ચવીને આ વીરભદ્ર થ છે. પૂર્વનું પુણ્યાનુબંધી પુણ્યથી આ ભવમાં પણ તે ભેગ ભેગવે છે.” પ્રાણુઓને જ્યાં ત્યાં પણ પુણ્ય અનુસરે છે. આ પ્રમાણે કહી બહુ જનને બોધ પમાડી જગતના મોહને હરનાર ભગવાન અરનાથે અન્યત્ર વિહાર કર્યો. વીરભદ્ર ચિરકાળ ભેગ ભેળવી દીક્ષા લઈ અનુક્રમે પુણ્યના દ્રઢ રથ ઉપર બેસી દેવકમાં ગયે.
પચાસ હજાર મહાત્મા સાધુઓ, સાઠ હજાર તીવ્ર વ્રતધારી સાધ્વીએ, છસે ને દશ ચૌદ પૂર્વધારીઓ, બે હજાર ને છ અવધિજ્ઞાની, પચીસો ને એકાવન મન:પર્યાયજ્ઞાની, બેહજાર ને આઠસે કેવળજ્ઞાની, સાત હજાર ને ત્રણસે વૈક્રિયલબ્ધિવાળા, એક હજાર ને છસે વાદલબ્ધિવાળા, એક લાખ ને ચોરાશી હજાર શ્રાવકો અને ત્રણ લાખ ને બહોતેર હજાર શ્રાવિકાઓ-આટલે પરિવાર કેવળજ્ઞાન થયા પછી ત્રણ વર્ષે ઉણા એકવીશ હજાર વર્ષ સુધી પૃથ્વીમાં વિહાર કરતાં અરનાથ પ્રભુને થયે. પોતાને નિર્વાણ સમય નજીક જાણી પ્રભુ સંમેતશિખરે પધાર્યા. ત્યાં એકહજાર મુનિની સાથે પ્રભુએ અનશન ગ્રહણ કર્યું. એક માસને અંતે માર્ગશીર્ષ માસની શુદિ દશમીએ, ચંદ્ર રેવતી નક્ષત્રમાં આવતાં, તે મુનિએની સાથે પ્રભુ અવ્યયપદને (મોક્ષની પ્રાપ્ત થયા. અરનાથ પ્રભુને કૌમારપણામાં, માંડળિકપણુમાં, ચક્રવત્તીત્વમાં અને વ્રતમાં સરખે ભાગે ચોરાશી હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ થયું હતું. શ્રી કુંથુનાથ પ્રભુ મોક્ષે ગયા પછી કેટી હજાર વર્ષ ઉણે પાપમને ચોથો અંશ ગયો ત્યારે શ્રીઅરનાથ પ્રભુ મોક્ષે ગયા. હજાર મુનિઓની સાથે શ્રીઅરનાથ પ્રભુને મોક્ષે ગયેલા જાણીને ઇંદ્રોએ ત્યાં આવી ભક્તિવડે શરીરસંસ્કારપૂર્વક તેમને નિર્વાણ મહોત્સવ કર્યો.
इत्याचार्यश्री हेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्ये षष्ठे पर्वणि श्रीअरनाथचरितवर्णनो
નામ તિવઃ સઃ ||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org