Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સર્ગ ૨ ] વીરભદ્રને વૃત્તાંત.
[ ૩૧૭ આવા નિર્દોષ અને જગવંધ સાઠવીએ મારા પતિ વીરભદ્ર પટમાં ચીતરીને બતાવ્યા હતા. પછી પૂર્વ વિધિના અભ્યાસથી તેમની પાસે આવીને સુવ્રતા ગણિનીને અને બીજી સાવીઓને તેણે વંદના કરી. પછી અંજળિ જોડીને તેણે કહ્યું કે-“માતા ! મારાં વચનથી સિંહલદ્વીપના ચૈત્યને વંદના કરે. તે જૈ બહુ સુંદર અને વિસ્તારવાળાં છે. સુત્રતા ગણિની બોલ્યા-“શું તમે સિંહલદ્વીપથી આવ્યા છે? અહીં એકલા કેમ છે? તમારી આકૃતિ પરિવાર રહિત મનુષ્ય જેવી નથી.” “હું સ્વસ્થ થયા પછી સર્વ વૃત્તાંત કહીશ” એમ તેણે કહ્યું, એટલે સુવ્રતા ગણિની તેને સાથે લઈ તરતજ પિતાને ઉપાશ્રયે ગયા. ત્યાં અસાધારણ ભક્તિથી સાધ્વીઓને વંદના કરતી અનંગસુંદરીને તમારી પુત્રી પ્રિયદર્શનાએ દીઠી. પછી સુવ્રતા અને પ્રિયદર્શનાના પૂછવાથી તેને સુવ્રતાનું દર્શન થયું. ત્યાં સુધી પિતાનો સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું. પછી પ્રિયદર્શનાએ કહ્યું-“હે સુંદરિ! તારા પતિ વીરભદ્રના સર્વ કળા વિગેરે ગુણે તે મારા પતિ વીરભદ્ર સાથે મળતા છે, પણ તેનો વર્ણ કે છે?” અનંગસુંદરીએ કહ્યું તેને શ્યામવર્ણ છે.” પ્રિયદર્શના બેલી “હે વર્ગિની ! મારા પિતાનો ફક્ત વર્ણ જુદો પડે છે, બાકી સર્વ મળતું છે.” ગણિની બેલ્યા–“વત્સ ! આ પ્રિયદર્શના તારી ધર્મભગિની થાય છે, તેથી ધર્મક્રિયામાં તત્પર થઈ તેની સાથે રહે.” આ પ્રમાણે સુત્રતા અને પ્રિયદર્શનાના કહેવાથી દર્શન કરતાં જ અતિ વાત્સલ્ય બતાવેલ હોવાને લીધે અનંગસુંદરી ત્યાંજ રહી,
અહીં વીરભદ્ર વહાણ ભાંગી ગયા પછી સમુદ્રના તરંગેએ અનેક પ્રકારે તાડિત કર્યા છતાં પણ એક પાટીયા ઉપર લગ્ન થઈ રહ્યો. સાતમે દિવસે તે રતિવલ્લભ નામે એક વિદ્યાધરના જોવામાં આવ્યો. તેથી તે વિદ્યારે તેને તરત જ સમુદ્રમાંથી કાઢયો અને વૈતાઢય ગિરિ ઉપર લઈ ગયે. તે અપુત્ર હોવાથી હર્ષ પામીને તેણે મદનમંજુષા નામની પિતાની પ્રિયાને પુત્ર તરીકે અર્પણ કર્યો. તેઓના પૂછવાથી વીરભદ્ર પિતાની સ્ત્રીને અને પિતાને સમુદ્રમાં વહાણ ભાંગવા સુધીને વૃત્તાંત પ્રથમથી કહી બતાવ્યું. પછી તેણે કહ્યું- હે પિતાજી! યમરાજના મુખમાંથી ખેંચી લાવે તેમ તમે મને સમુદ્રમાંથી ખેંચી લાવ્યા, પણ મારી સાથે ડુબેલી અનંગસુંદરીનું શું થયું તે તમે કહો.” તે સાંભળી રતિવલ્લભ વિદ્યાધરે આગિની વિદ્યાથી જાણી લઈને કહ્યું-“વત્સ! તારી પ્રિયા અનંગસુંદરી અને પ્રિયદર્શના પવિનીખંડ નગરને વિષે સુવ્રતા સાવીના ઉપાશ્રયમાં બે બહેને હોય તેમ સાથે રહીને ધર્મ આચરે છે.” બંને પત્નીની આવી કલ્યાણ વાર્તા સાંભળી જાણે સર્વ અંગમાં અમૃત સિંચન થયું હોય તેમ વીરભદ્ર ખુશી થા. સમુદ્રમાંથી બહાર નીકળતાંજ તેણે શ્યામવર્ણ કરનારી ગુટિકા દર કરી હતી. એટલે તેને સહજ ગૌરવર્ણ થઈ ગયેલું હતું. પછી રતિવલ્લભે વજુવેગવતી નામની પિતાની પત્નીના ઉદરમાંથી જન્મેલી રત્નપ્રભા નામની પિતાની પુત્રી વીરભદ્ર સાથે પરણાવી. વીરભદ્ર પિતાનું બુદ્ધદાસ એવું નામ જણાવી રત્નપ્રભાની સાથે વિષયસુખ અનુભવવા લાગે.
એક વખતે વિદ્યાધરોને એકઠા થઈને જતાં જોઈ વિરભદ્ર રત્નપ્રભાને પૂછયું કે-“આ સવે વેગથી કયાં જાય છે?” રત્નપ્રભાએ કહ્યું-“હે પ્રિય! આ વિદ્યાધરો આ ગિરિ ઉપર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org