Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૩૧૬]
વિરભદ્રને વૃત્તાંત થાત.” આ પ્રમાણે તેનાં વચન સાભળી વીરભદ્રે કહ્યું “પ્રિયા! કોપ કરશે નહિ, તમને સાથે લઈ જવાને માટેજ મેં આ ઉપાય કર્યો છે.”
પછી વીરભદ્ર અનંગસુંદરી સાથે સ્વદેશ પ્રત્યે જવાને માટે રત્નાકર રાજાની આગ્રહપૂર્વક રજા માગી. રાજાએ પ્રિયા સહિત વીરભદ્રને માંડમાંડ વિદાયગીરી આપી. “પુત્રી અને જામાતાને વિરહ કોને દુઃસહ નથી?' પછી તે દંપતી વહાણમાં બેસીને જળમાર્ગે ચાલ્યા. સાહસિક પુરૂષની ગતિ જળમાર્ગમાં અને સ્થળમાર્ગમાં સરખી જ હોય છે. જેમ ધનુષ્યથી છુટેલું બાણ હોય અને માળામાંથી ઉડેલું પક્ષી હોય તેમ અનુકૂળ પવને પ્રેરિત વહાણ સમુદ્રમાં ચાલ્યું. વહાણ કેટલેક દૂર ગયું તેવામાં એકદા કલ્પાંત કાળની જે મહા પવન વાવા લાગ્યું. કલ્પાંત કાળની જેમ અતિ ભયંકર થઈને ઉછળતા સમુદ્ર હાથી જેમ તૃણના પુળાને ઉછાળે તેમ વહાણને ઉછાળતા માંડ્યું. વારંવાર ઉછળતું તે વહાણ ત્રણ દિવસ પર્યત ભમી ભમીને છેવટે પથ્થર પર પડી ગયેલા પક્ષીના ઇંડાની જેમ ભાંગી ગયું. તત્કાળ અનંગસુંદરીને તેનું એક પાટીયું મળ્યું. “આયુષ્ય તુટયા વગર મૃત્યુ થતું નથી. તેથી હંસલીની જેમ કલ્લેલથી ઉછાળા ખાતી ખાતી અનંગસુંદરી પાંચ રાત્રે એક વનવાળા સમુદ્રના કાંઠા ઉપર નીકળી. પિતાના સંબંધીઓના વિયેગથી, વિદેશ ગમનથી, પ્રિયના વિગથી, વહાણના ભાંગવાથી, ધનના ક્ષયથી, તરંગે સાથે અથડાવાથી અને સુધા તથા તૃષાથી વિધુર થઈ ગયેલી અનંગસુંદરી જાણે જળ બહાર નીકળેલી જળમાનુષી હોય તેમ સંજ્ઞા રહિત થઈ મૂછ પામી કિનારા પર પડી ગઈ. તેને કેઈ સ્વાભાવિક દયાળુ તાપસકુમારે આ દ્રષ્ટિએ જોઈ. પછી તેને ઉઠાડી બહેનની જેમ તે પિતાને આશ્રમે લઈ ગયે. ત્યાં તેને કુળપતિએ કહ્યું કે
પુત્રી ! અહીં વિશ્વાસ ધરીને રહે.” તાપસીઓએ પાલન કરેલી તે કેટલાક દિવસ સુધી પિતાના ઘરની પેઠે ત્યાં રહીને સ્વસ્થ થઈ. તેના અતિશય રૂપથી તાપસે વિચાર કર્યા કે જે આ સુંદર સ્ત્રી નિત્ય અહીં રહેશે તે તાપસોની સમાધિને ભંગ થશે.” આવું ધારી વૃદ્ધ તાપસે અનંગસુંદરીને કહ્યું-“હે વત્સ! અહીંથી નજીક એક પવિત્રીખંડ નામે શહેર છે, ત્યાં પ્રાયઃ ધનાઢય લેકે વસે છે. તેથી ત્યાં રહેવાથી તમને વિશેષ સ્વસ્થતા થશે અને તમને ત્યાં તમારા ભત્તરને સમાગમ પણ અવશ્ય થશે, માટે વૃદ્ધ તાપસની સાથે ત્યાં જાઓ. આવી કુળપતિની આજ્ઞાથી અનંગસુંદરી વૃદ્ધતાપસની સાથે પવિનીના ખંડમાં જેમ હંસલી આવે તેમ પવિનીખંડ નગર પાસે આવી. “આપણે નગરમાં પ્રવેશ કરે એગ્ય નથી એવું ધારી તાપસે તેને નગરની પાસે મૂકીને પાછા ગયા. તે વખતે દષ્ટિપાતથી આકાશને કુમુદવાળી કરતી હોય તેમ દિશાઓને જેતી અનંગસુંદરી યુથમાંથી ભ્રષ્ટ થયેલી મૃગલી હોય તેવી દેખાવા લાગી. તે સમયે દેહચિંતાથે આવતા સાધવીએથી પરવરેલા સુત્રતા નામે ગણિની જાણે પિતાની માતાને દેખે તેમ તેના જેવામાં આવ્યા. તેને જોતાંજ તેને સ્મરણ થયું કે
૧. સાધ્વી ગણ (સમુદાય) માં મુખ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org