Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૩૧૮] વીરભદ્રને વૃત્તાંત
[પર્વ ૬ ફૂઠું રહેલા શાશ્વત અહંતની યાત્રા કરવા માટે વેગથી જાય છે. આ પ્રમાણે સાંભળતાજ શ્રાવક બુદ્ધદાસ રત્નપ્રભા પ્રિયાની સાથે વૈતાઢય ગિરિના શિખર ઉપર ગયે અને ત્યાં ભક્તિથી શાશ્વત અહંતના ચૈત્યને વંદના કરી. રત્નપ્રભાએ પણ દેવની આગળ ગીત નૃત્યાદિ કર્યું. બુદ્ધદાસે કહ્યું-“હે પ્રિયા ! આ દેવ અને તે અપૂર્વ લાગે છે, કારણકે હું સિંહલદ્વીપને નિવાસી છું, તેથી મારા કુળ દેવતા તે બુદ્ધ છે.” રત્નપ્રભા બેલી–“હે નાથ! તેવા હેતુથીજ હું આ પ્રમાણે કહું છું કે આ દેવાધિદેવ પ્રભુ અમારા અપૂર્વ દેવ છે, અને તે અરિહંત પ્રભુ સર્વજ્ઞ, રાગાદિ દેષને જીતનાર, શૈલેયપૂજિત અને યથાસ્થિત અર્થના કહેવાવાળા છે. બીજા જે બુદ્ધ અને બ્રહ્માદિક છે તે દેવ નથી, કારણ કે તે સંસારના આવર્તમાં પાડનારા છે અને પિતાને મહાદિ દેષ રહેલા છે એમ સૂચવનાર અક્ષસૂત્ર વિગેરેને ધારણ કરનારા છે.” આ પ્રમાણે પ્રતિદિન વિચિત્ર ક્રિીડાવડે ક્રીડા કરતા અને રતિસાગરમાં મગ્ન થયેલા બુદ્ધદાસ અને રત્નપ્રભાને કેટલેક કાળ વ્યતીત થયે.
એક વખતે રાત્રીના શેષ ભાગે વીરભદ્ર રત્નપ્રભાને કહ્યું-“હે પ્રિયે! ચાલે આજે દક્ષિણ ભરતાદ્ધમાં ક્રિીડા કરવા જઈએ.” રત્નપ્રભાએ તેમ કરવા હા પાડી, એટલે તે દંપતી વિદ્યાવડે આકાશમાર્ગે થઈ પદ્મિનીખંડ નગરમાં સુવ્રતા સાધવીને ઉપાશ્રયે આવ્યા. ઉપાશ્રયના દ્વારે ઉભા રહી વીરભદ્ર રત્નપ્રભાને કહ્યું-“હું જરા દિશા જઈને આવું ત્યાં સુધી તું અહીંજ ઉભી રહેજે.એમ કહી કેટલીક ભૂમિ ચાલી તેનું રક્ષણ કરવાને માટે રાજાના બાતમીદારની જેમ સંતાઈને ઉભે રહ્યો. ક્ષણવાર પતિ વગર એકલી રહેતાં જ તેણે ચક્રવાકીની જેમ તાર સ્વરે રૂદન કરવા માંડયું. “સ્ત્રીઓને એ સ્વભાવજ છે. તેના કરૂણ સ્વરને સાંભળીને કરૂણાની સરિતારૂપ ગણિની સુવતીએ પોતેજ ઉપાશ્રયનાં દ્વાર ઉઘાડયાં, એટલે તેને રોતી જોઈ સાવીએ પૂછ્યું-“હે વત્સ! તું કોણ છે? કયાંથી આવી છે? એકાકી કેમ છે? અને શા માટે રૂદન કરે છે?” રત્નપ્રભાએ નમસ્કાર કરીને કહ્યું-વૈતાઢય પર્વત ઉપરથી મારા પતિની સાથે હું અહીં આવી છું. મારા પતિ દિશા જવાને માટે અહીંથી ગયા છે તેને ઘણીવાર થઈ. તે મારા વિના એક મુહૂર્તાવાર પણ રહી શકતા નથી, તેથી હે માતા ! આ વિષે હું આતુર થઈને તેમાં મોટું કારણ હોય એવી આશંકા કરૂ છું. આ વખતે મારું મન તપેલા સ્થાનમાં રહેલા નકુળ (નેલીઆ) ની જેવું તલખે છે, તેથી હવે પ્રાણ ધારણ કરવાને પણ હું સમર્થ નથી.” તે સાંભળી સુવ્રતા ગણિનીએ અનુકંપા લાવીને કહ્યું-“હે પતિવ્રતા ! તું બીહીશ નહીં, સ્વસ્થ થા અને જ્યાં સુધી તારે પતિ આવે ત્યાં સુધી આ ઉપાશ્રયમાં રહે.” ગણિનીના કહેવાથી રત્નપ્રભા ઉપાશ્રયમાં પેઠી પિતાની પ્રિયાને ચગ્ય સ્થાનમાં ગયેલી જોઈને ગુપ્તપણે જેતે વીરભદ્ર ત્યાંથી ખસી ગયો. પછી સ્વેચ્છાએ વામનરૂપ લઈ, નગરમાં ક્રીડા કરતાં અને વિચિત્ર કળાઓ બતાવતાં તેણે સર્વ નગરજનેનાં મન હરી લીધાં, તેમજ રાજા ઈશાનચંદ્રને પણ અતિશય રંજિત કર્યો. “એક કળા પણ ચિત્ત હરી લે તે સર્વ કળાને માટે શું કહેવું?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org