Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૩૧૦]
કુંભગણધરે કહેલ વીરભદ્રને વૃત્તાંત એ શાસનદેવતાઓથી અધિષ્ઠિત અરનાથ પ્રભુ પૃથ્વી પર વિહાર કરતાં અન્યદા પતિનીખંડ નામે નગરની બહાર સમવસર્યા. ત્યાં પ્રભુ દેશના આપીને વિરામ પામ્યા. પછી કુંભ ગણધરે સંશયને છેદ કરે તેવી દેશના આપી તે સમયે એક વામન પુરૂષ ત્યાં આવી ધર્મ સાંભળવા બેઠે હતે. દેશનાને અંતે સાગરદત્ત નામેના એક શેઠે કુંભ ગણધરને નમસ્કાર કરીને કહ્યું કે-“હે ભગવન્! આ સંસારની પ્રકૃતિથીજ સર્વ પ્રાણીઓ દુઃખી તે હોય છે પણ તેમાં હું સર્વથી વિશેષ દુઃખી છું; મારે લેશ માત્ર સુખ નથી. મારે જિનમતી નામે સ્ત્રી છે. તેના ઉદરથી રૂપવડે દેવાંગનાને પણ તિરસ્કાર કરનારી પ્રિયદર્શીના નામે એક પુત્રી થઈ છે તે પુત્રીએ સર્વ કળાઓમાં અસમાન કુશળતા મેળવી છે અને વય, સ્વરૂપ તથા ચાતુર્ય સંબંધી વિશેષ પ્રકારની શોભા પ્રાપ્ત કરી છે. તેને માટે યોગ્ય વર નહીં મળવાથી એકદા હું દુઃખી થઈને ચિંતા કરતા હતા તે વખતે મારી પત્ની જિનમતીએ કહ્યું કે, “હે નાથ! શી ચિંતા કરો છે?' કહ્યું-“હે સુંદરિ! પુત્રી પ્રિયદર્શનને વર શોધતાં કઈ મળતો નથી તેથી મને ચિંતા થાય છે. મારી સ્ત્રીએ કહ્યું-“હે પ્રિય! તેને માટે તમારે કોઈ શ્રેષ્ઠ વર શોધો કે જેથી આપણને પછી પશ્ચાત્તાપ થાય નહીં.” મેં કહ્યું-“પ્રિયા! તે વિષે તે દૈવજ પ્રમાણ છે. કેમકે સર્વ લેકે પિતાના સુખમાં તત્પર રહે છે, કેઈ પિતાને માટે થોડું પણ દુખ ઈચ્છતું નથી, પરંતુ સૌને પોતપોતાના ભાગ્ય અનુસારે જ સુખ મળે છે, વધારે મળતું નથી.”
આ પ્રમાણે કહી હું બજારમાં ગયો. ત્યાં માર્ગમાં તામ્રલિસી નગરથી આવેલા ઋષભદત્ત નામના એક મહદ્ધિક સાર્થવાહને મેં દીઠે. સાધમપણાને લીધે તે માટે પૂર્વે મિત્ર થયે હતું તેથી તેની સાથે નેહ ભરેલા અને વ્યાપારના વૃત્તાંતે ગર્ભિત એવા કેટલાક વાર્તાલાપ થયા. પછી એક દિવસે કેઈ કારણને લઈને તે મારે ઘેર આવ્યો. ત્યાં મારી પુત્રી પ્રિયદર્શનાની સામું ઘણીવાર સુધી તે જોઈ રહ્યો. પછી તેણે કહ્યું-“આ કોની કન્યા છે?” મેં કહ્યું–બતે મારી કન્યા છે, પણ તમે ઘણીવાર સુધી તેની સામું કમ જોયું ?” તે બેલ્યો-“વીરભદ્ર નામે એક યુવાન અને નીતિમાન મારે પુત્ર છે. તે રૂપથી કામદેવને, કાવ્યશક્તિથી કવી (શુક્ર) ને, વક્તૃત્વશક્તિથી ગુરૂને, વિજ્ઞાનશક્તિથી વાર્ધકીને, ગીતથી હૃહુ ગંધર્વને, વિણાથી તુંબરૂને, નાટયકળાથી ભરતને અને વિનોદક્રિયાથી નારદને ઉલ્લંઘન કરે તેવો છે; ગુટિકાદિ પ્રયોગથી દેવની જેમ કામરૂપી છે. જગમાં એવી કઈ કળા નથી કે જે મારે પુત્ર વિધાતાની પેઠે જાણતા નથી. આજ સુધી તેને એગ્ય એવી કઈપણ કન્ય મારા જેવામાં આવી નથી. પણ આ તમારી કન્યા તેને ચગ્ય છે, તે ચિરકાળે મારા જેવામાં આવી છે.” તે સાંભળી હું બે-“આ મારી કન્યા કળાકૌશલ્યવડે શોભિત છે, તેને ચગ્ય વર મેળવવા માટે લાંબે કાળ થયાં હું પણ ચિંતાગ્રસ્ત છું. અનુકૂળ દેવના ચેગથી આપણા બંનેને સહદ સંબંધ છે. તો આ બંને આપણા અપત્યને વરવધુપણે સંબંધ ચિરકાળ પર્યત જોડાઓ.” પછી
૧. ઈચ્છિતરૂ૫ કરનારે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org