Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સર્ગ ૨ જે] . કુંભગણધરે કહેલ વીરભદ્રને વૃત્તાંત
[૩૧૧ આવી યોગ્ય પુત્રવધુના લાભથી હર્ષ પામી અષભદત્ત પિતાની નગરીએ ગયે અને ત્યાંથી તેણે મટી જાન સાથે પિતાના પુત્ર વીરભદ્રને પરણવા મોકલ્યો. વર તરીકે આવેલા વિરભદ્રમાં તેના પિતાએ કહેલા સર્વે રૂપ અને ગુણ જોઈ હું ઘણે આનંદ પામ્યું. પછી શુભ દિવસે કુલસ્ત્રીઓએ કરેલા માંગલિક આચારપૂર્વક વીરભદ્ર મારી પુત્રી પ્રિયદર્શના પર. કેટલાએક દિવસ મારે ત્યાં રહી પછી વધુ સહિત તે પોતાની નગરાએ ગયે. માની પુરૂષ લાં કાળ કદિપણ સાસરાને ઘેર રહેતા નથી.
કેટલાએક કાળ ગયા પછી મારા સાંભળવામાં આવ્યું કે એક રાત્રિના છેલલા પહોરે પ્રિયદર્શનાને સૂતી મુકીને તે વીરભદ્ર એકાકી ક્યાં પણ ચાલ્યા ગયે છે. હમણા તેના ખબર આ વામન પુરૂષ લાવે છે, પણ તે ફુટ રીતે કહેતા નથી. માટે હે પ્રભુ! તમે ફુટ રીતે કહે.” આ પ્રમાણે સાગરદત્ત શેઠે ભગવાન કુંભ ગણધરને વિજ્ઞપ્તિ કરી, એટલે કૃપાળુ મુનિ બેલ્યા- “હે શ્રેષ્ઠિન ! તારા જામાતા વીરભદ્રને તે રાત્રે એ વિચાર થયે કે “હું કળાઓને પારદશી છું, મારે ઘણા મંત્રો સિદ્ધ થયેલા છે; મેં ગુટિકાના વિસ્મયકારી પ્રગો જાણેલા છે, સર્વ પ્રકારના વિજ્ઞાનમાં મેં સંપૂર્ણ ચાતુર્ય મેળવ્યું છે, પરંતુ આ સર્વ મારૂં ચાતુર્ય અપ્રકાશિત હોવાથી નિરર્થક છે, કારણ કે અહીં વડીલેના સાનિધ્યપણાથી લજજાને લીધે હું નિયંત્રિત થયેલ છું. કુવાના દેડકાંની પેઠે અહીં જ પડ્યો રહેવાથી હું કાપુરૂષ જે થઈ ગયે છું; માટે અહીંથી બીજા દેશમાં જઈ મારા ગુણેને પ્રકાશિત કરૂં.” આ પ્રમાણે વિચારી તે ઉભે થે. ફરી તેને વિચાર થયે કે આ પ્રિયદર્શના જે કૃત્રિમ નિદ્રા લેતી હશે તે મારા ગમનમાં વિદન કરશે એવું ધારી તેણે પિતાની પ્રિયાને ક્રીડા કરવા માટે ઉઠાડવા માંડી. તે સમયે અધિષિત એવા રત્નપુર નગરમાં આવ્યું. ત્યાં શંખની જેવા ઉજવલ ગુણવાળા શખ નામના શેઠની દુકાને જઈને બેઠે. તેને જોઈને હર્ષ પામેલા શેઠે પૂછયું કે “ભદ્ર! તમે કયાંથી આવે છે?” વીરભદ્રે કહ્યું–‘તાત! તામ્રલિસી નગરીથી મારે ઘેરથી રીસાઈને નીકળ્યો છું અને ફરતે ફરતો અહીં આવ્યો છું.” શંખ શેઠ બેલ્યા-કુમાર ! તમે સુકુમાર છતાં આવી રીતે વિદેશગમન કર્યું તે સારું કર્યું નહીં. હે વત્સ! તું કાંઈ અડચણ પામ્યા સિવાય અહીં મારી પાસે આવ્યા તેથી એમ જણાય છે કે તારૂં વાંકું કમ પણ દેવે સરળ કર્યું છે. આ પ્રમાણે કહી શંખશેઠ તેને પિતાને ઘેર લઈ ગયા અને પુત્રની પેઠે સ્નાન ભોજન કરાવીને પછી સનેહથી કહ્યું- હે પુત્ર! મારે પુત્ર નથી, તે તું જ મારો પુત્ર છે, માટે આ મારા વૈભવને સ્વામી થઈ તેને ઈચ્છા પ્રમાણે ભેગવ અને દાનવિલાસથી દેવ સમાન સમૃદ્ધિને ભોગવતાં મારાં નેત્રને પ્રસન્ન કર. હે વત્સ ! આ જગતમાં ધન સુલભ છે, પણ તેને જોતા પુત્ર દુર્લભ છે.” તે સાંભળી વીરભદ્દે નમ્રતાથી કહ્યું–‘પિતાના ઘરમાંથી નીકળીને પાછે હું પિતાના ઘરમાં જ આવ્યો છું, હું તમારી આજ્ઞામાં વનાર અને સર્વદા તમારો શિષ્ય છું. ઔરસપુત્ર પાપપુત્ર કહેવાય છે અને હું તે તમારો ધર્મપુત્ર છું.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org