Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સીમે કરેલી પ્રભુની સ્તુતિ
[૫ ૬ શું નાશ કરતાં તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું. કાળગે મનઃસમાધિએ પંચત્વ પામી તે ધનપતિ મુનિ નવમા ગ્રેવેયકમાં પરમ મહદ્ધિક દેવતા થય.
જબૂદ્વીપના ભરતક્ષેત્રમાં પરમ સમૃદ્ધિવાળું હસ્તિનાપુર નામે નગર છે. ત્યાં સેવાને માટે આવેલા રાજાઓ પ્રજા જેવા લાગે છે અને દિવ્ય વાહન અને વેષ પહેરનારી પ્રજાએ રાજા જેવી લાગે છે. નગરની આસપાસ આવેલી વલયાકાર ખાઈ જાણે તેમાં કમીને સ્થિર રાખવાને માટે વિધાતાએ તેને આજ્ઞા લેખ (આણ) દીધેલ હોય તેવી જણાય છે. તે નગરીમાં સુવર્ણ, સ્ફટિક અને નીલમણિનાં અનેક ચૈત્ય છે, તે મેરૂ, કૈલાશ અને અંજનગિરિનાં શિખરો હોય તેવાં દેખાય છે. તે નગરમાં દેવતાઓમાં ઈંદ્રની જેવો શ્રેષ્ઠ અને ચંદ્રની પેઠે સુદર્શન સુદર્શન નામે રાજા હતા. તેના આસનમાં, શયનગૃહમાં અને બહાર નિરંતર સાનિક રહેતો ધર્મ જાણે તેને પ્રિય મિત્ર હોય તેવું લાગતું હતું. સિદ્ધમંત્રની જેમ તેને પ્રતાપ એ પ્રસરતું હતું કે તેની ચતુરંગ સેના માત્ર આચાર તરીકે રહેલી હતી. રાજાઓએ ભેટ કરેલા ગજે દ્રોના ઘાટા મદજળની ધારાઓથી તેના ઘરના આંગણાથી રજ હમેશાં શમી જતી હતી. તેના અંતપુરમાં શિરોમણિ જાણે કે દેવી આવેલી હોય તેવી મહાદેવી નામે તેને એક પ્રિયા હતી. તે કદિ પણ પતિની સાથે પ્રણયકે૫ કરતી નહીં અને પ્રકૃતિથી આર્ય એવી એ રમણ સપત્નીઓમાં પણ ઈર્ષો ધરતી નહીં. તેમામાં રહેલે પતિને પ્રસાદ અને ઉત્તમ સૌભાગ્ય તેને જરા પણ મદ ઉત્પન્ન કરતાં નહીં, તથાપિ તે પ્રમાદાઓમાં શિરામણિ કહેવાતી હતી. નિર્દોષ અંગવાળી અને લાવણ્યની સરિતારૂપ તે દેવીના જેવી બીજી પ્રતિમા માત્ર દર્પણમાં જ દેખાતી હતી, બીજે ઠેકાણે દેખાતી નહતી. તેની સાથે ભેગ ભેગવત બળવાન સુદર્શન રાજા સ્વર્ગમાં રહેનારા દેવતાની જેમ કાળ નિર્ગમન કરતે હતે.
રૈવેયક દેવલોકમાં રહેલા અને એકાત સુખમાં મગ્ન એવા ધનપતિના જીવે ત્યાં પિતાનું આયુષ્ય પૂર્ણ કર્યું અને ફલ્ગણ માસની શુકલ દ્વિતીયાને દિવસે ચંદ્ર રેવતી નક્ષત્રમાં આવતાં ત્યાંથી ચ્યવીને તે મહાદેવીના ઉદરમાં અવતર્યો. સુખે સુતેલા મહાદેવીએ રાત્રીના શેષ ભાગે તીર્થકરના જન્મને સૂચવનારાં ચૌદ મહાસ્વપ્ન જોયાં. માતાને નહીં પીડત, શોભાને વધારતે અને ત્રણ જ્ઞાન ધરતો એ ગર્ભ ગૂઢ રીતે વધવા લાગ્યો. અનુક્રમે માર્ગશીર્ષ માસની શુકલ દસમીએ ચંદ્ર રેવતી નક્ષત્રમાં આવતાં નંદાવર્નના લાંછનવાળા અને સર્વ લક્ષણેએ પૂર્ણ એવા એક કનકવણું પુત્રને માતાએ જન્મ આપ્યો. તે સમયે છપ્પન દિકુમારીઓએ આવીને સૂતિકર્મ કર્યું અને ચેસઠ ઇંદ્રોએ મેરૂ ઉપર લઈ જઈને જન્માભિષેક કર્યો. પછી ચંદનના વિલેપનાદિકથી પૂજા કરી, આરતી ઉતારીને સૌધર્મો આ પ્રમાણે સ્તુતિ કરી. * “અઢાર દેષ રહિત અને અઢાર પ્રકારના બ્રહ્મચર્યને ધારણ કરનારા પુરૂષને ધ્યાન કરવા ચોગ્ય એવા અઢારમાં તીર્થકરને મારે નમસ્કાર થાઓ. હે તીર્થનાથ! જેવી રીતે ૧. સારા દર્શનવાળો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org