Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સર્ગ ૧ લે ] કુંથુનાથ પ્રભુનું નિર્વાણ
[ ૩૦૫ પછી અદ્ધ પોપમ કાળ ગયા ત્યારે શ્રી કુંથુનાથભગવાનનું નિર્વાણ થયું. તે અવસરે ઈંદ્રોએ દે સહિત આવી ત્યાં પ્રભુને નિર્વાણ મહત્સવ કર્યો અને પ્રભુની દાઢ તથા દાંત વિગેરે પવિત્ર વસ્તુ પૂજન કરવાને માટે ક્રમ પ્રમાણે પિતાના સ્થાનમાં લઈ ગયા.
इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्ये षष्ठे पर्वणि श्रीकुंथुनाथचरितवर्णना
નામ પ્રથમ સ: //
સર્ગ ર જે. యదయడయదయదయడయదయం
શ્રી અરનાથ ચરિત્ર.
ઈફવાકુ વંશમાં તિલકરૂપ, ગોરોચના ચંદન જેવી સુંદર કાંતિવાળા અને ચોથા આરારૂપ સરોવરમાં હંસ સમાન એવા શ્રી અરનાથ પ્રભુ તમારું રક્ષણ કરે. ત્રણ જગરૂપ કુમુદને આનંદ આપવામાં ચંદ્ર સમાન એવા પરમેષ્ઠી શ્રી અરનાથ અહંતનું ઉજવળ ચરિત્ર હવે કહેવામાં આવશે.
આ જંબૂદ્વીપના પૂર્વ વિદેહક્ષેત્રમાં સીતાનદીના વિસ્તારવાળા તટ ઉપર વલ્સ નામે વિજય છે. તેમાં સુસીમા નામે મટી નગરીમાં શૌર્ય સંપત્તિની સીમારૂપ ધર્મ અને કીર્તિરૂપ ધનવાળો ધનપતિ નામે રાજા હતા. તે રાજા સારભૂત આજ્ઞાથી પૃથ્વી પર રાજ્ય કરતે જીતે કેઈને બંધન, તાડન, અંગખંડન કે દંડ કાંઈપણ થતું ન હતું. પરસ્પર રાજયકળહ વગરના અને વાત્સલ્યભાવથી વર્તતા લેકેથી બધી પૃથ્વી મુનિના આશ્રમ જેવી લાગતી હતી. તેના દયારૂપ જળતરંગવાળા મનરૂપ સરોવરમાં હંસની જેમ શ્રીજિનેક્ત ધર્મ સદા ક્રીડા કરતા હતા. અનુક્રમે આ અસાર સંસારથી વિરક્ત થઈને સારગ્રહણ બુદ્ધિવાળા તેણે સંવરને ગ્રહણ કરી સંવર મુનિની પાસે દીક્ષા લીધી. વિવિધ અભિગ્રહને ધારણ કરીને તે રાજમુનિ વ્રતને પાળતાં, તીવ્ર તપસ્યા કરતાં પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા. એકવાર તેમણે ચાતુર્માસના ઉપવાસ કર્યા. પારણને દિવસે જિનદાસ નામે શ્રેષ્ઠીપુત્રે શ્રદ્ધાથી તેમને પ્રતિલાભિત કર્યા. અનુક્રમે અહત આરાધનાદિ કેટલાએક સ્થાનકના આરાધના વડે તે ધનપતિ મુનિએ કમને
B - 39
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org