Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સિંહરથનું વૃત્તાંત
[પર્વ ૫ મું પૃથ્વીને ફાડતા હોય અને આકાશને તેડતા હોય તેમ મોટા આડંબરથી પ્રચંડ તાંડવ કરવા લાગ્યા. એવી રીતે રાજાને સંતોષ આપવા તેઓ તાંડવા કરતા હતા, તેવામાં આકાશમાં એક ઉત્તમ વિમાન પ્રગટ થયું. તેમાં રતિ સાથે કામદેવ હોય તે સુંદર આકૃતિવાળો પુરૂષ એક યુવતીની સાથે રહેલે લેવામાં આવ્યું. તેને જોઈ પ્રિય મિત્રા દેવીએ રાજાને પૂછયુંપ્રભો ! આ પુરૂષ અને સ્ત્રી કોણ છે અને અહીં તે શા માટે આવેલ છે?” મેઘરથે કહ્યું-આ જબૂદ્વીપમાં ભરતક્ષેત્રને વિષે વૈતાઢય પર્વતની ઉત્તર શ્રેણિમાં અલકા નામે ઉત્તમ નગરી છે, ત્યાં વિદ્રથ નામે વિદ્યાધરને રાજા છે. તેને માનસગા નામે પ્રિયંવદા દેવી છે. સિંહના રથના સ્વપ્નથી સૂચિત સિંહરથ નામે તેને એક પરાક્રમવડે પ્રફુલ્લિત ભુજવૃક્ષવાળે પુત્ર થયે; અને તે રોહિણીને ચંદ્રની જેમ ઉત્કૃષ્ટ કુળમાં જન્મેલી સ્વાનુરૂપ વેગવતી નામે એક કન્યાને પર. રાજા વિશુદ્રથે તેને યુવરાજપદ આપ્યું. “જ્યારે પુત્ર કવચધારી થાય ત્યારે રાજાઓને તેમ કરવું ઉચિત છે. રાજા સિંહરથ લીલેવાન અને કીડવાણી વિગેરે સ્થાનમાં લલનાને સાથે રાખી વનમાં સિંહની જેમ સ્વેચ્છાએ સુખે રમવા લાગ્યો.
એકદા વિદ્યદ્રથ રાજા સંસારમાં સર્વ પદાર્થ વિદ્યુતની જેવા ચળિત ધારી પરમ વિરાગ્યને પ્રાપ્ત થશે. તેથી તરતજ સિંહરથને રાજેયે બેસાડી તેમણે ગુરૂની પાસે જઈ “સર્વ સાવદ્ય વિરતિ ગ્રહણ કરી. અનુક્રમે અતિ સંવેગને પામી સંયમ નિયમ અને ધ્યાનવડે અષ્ટ કર્મનો ક્ષય કરી તે મોક્ષે ગયા. સૂર્યની જેવા પ્રતાપી રાજા સિંહરથે અતિ મુશ્કેલીથી મળે તેવું વિદ્યાધરનું ચક્રવતીપણું પ્રાપ્ત કર્યું. એક વખતે રાત્રીમાં યોગીની જેમ નિદ્રારહિત થઈ સિંહરથ વિચાર કરવા લાગ્યા–“અહા! અરયમાં માલતીના પુષ્પની જેમ મેં મારો જન્મ ફેગટ ગુમાવ્યા. કેવળજ્ઞાનધારી અને સંસારસાગરથી તારવામાં વહાણ જેવા સમવસરેલા અહંત પ્રભુએના મેં દર્શન કર્યા નહીં અને તેમની પૂજા પણ કરી નહીં. હવે સાક્ષાત્ શ્રી જિનેશ્વરને જોઈ મારા આત્માને પવિત્ર કરૂં. એકવાર પણ થયેલું તેમનું દર્શન સારા સ્વપ્નની જેમ ઇચ્છિત મને રથને આપે છે.” આ પ્રમાણે વિચારી સિંહરથ રાજા પત્ની સહિત ધાતકીખંડ કપના પશ્ચિમ વિદેહમાં સીતા નદીના ઉત્તર તીરે આવેલા સૂત્ર નામના વિજયમાં ખગપુર નામના નગરે ગયે, ત્યાં શ્રી અમિતવાહન તીર્થંકરના દર્શન કર્યા. ભગવંતને પ્રણામ કરી રાજાએ સંસારસાગરમાં નાવિકા જેવી ધર્મદેશના સાંભળી. દુઃખરૂપ અગ્નિમાં જળનો છંટકાવ જેવી તે દેશના સાંભળી અહત પ્રભુને નમી તે પાછો પિતાની નગરી તરફ વળ્યો. તે સમયે ઘાટા બરૂના વૃક્ષવડે જેને ભાગ વ્યાપ્ત છે એવા સમુદ્રમાં વહાણની જેમ અહીં ઉદર્વ ભાગે જતાં તેની ગતિ ખલિત થઈ ગઈ. “આ મારી ગતિ કે સ્મલિત કરી” એ જાણવાને તેણે નીચી દ્રષ્ટિ કરી, તેવામાં અહીં રહેલે હું તેના જેવામાં આવ્યું, એટલે તે કેપથી મને ઉપાડીને ઉડાડવાને મારી પાસે આવ્ય; એટલે મારા ડાબા હાથથી તેના ડાબા હાથપર આક્રમણ કર્યું. તેથી સિંહે આક્રાંત કરેલા હાથીની જેમ તે અતિ વિરસ પિકાર કરવા લાગ્યું. પિતાના પતિને કષ્ટમાં દેખીને તેની ભાર્યા પરિવાર સહિત મારે શરણે આવી એટલે મેં તેને છોડી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org