Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સર્ગ ૫ મો.] શાંતિનાથ પ્રભુનો દીક્ષાભિષેક
[૨૮૫ સારસ્વતાદિ દેવતાઓ ભગવાન શાંતિનાથની પાસે આવ્યા. પ્રભુને ત્રણ પ્રદક્ષિણાપૂર્વક પ્રણામ કરી અંજળી જોડીને તેમણે કહ્યું-“હે સ્વામી! તીર્થ પ્રવર્તાવે.” આ પ્રમાણે કહી નમસ્કાર કરીને લેકાંતિક દેવ પાછા સ્વર્ગમાં ગયા. પછી જ ભકદેવતાઓએ પૂરેલાં દ્રવ્યવડે પ્રભુએ વાર્ષિકદાન આપ્યું. વર્ષો તે પિતાની જેવા ચકાયુધ નામના પુત્રને રાજય સોંપી પોતે સંયમસામ્રાજ્ય લેવા તત્પર થયા. તે વખતે ઇંદ્ર પ્રમુખ દેવતાઓએ અને ચક્રાયુધાદિ રાજાઓએ મળીને ચક્રવર્તીપણા જેવો પ્રભુને દીક્ષાભિષેક કર્યો. પછી સર્વાથ નામની શિબિકામાં રત્નસિંહાસન ઉપર જગત્પતિ આરૂઢ થયા, તે શિબિકાને પ્રથમ મનુષ્યોએ ઉપાડી અને પછી પૂર્વ તરફ વૈમાનિક દેવેએ, દક્ષિણ તરફ અસુરકુમારે એ, પશ્ચિમ તરફ સુવર્ણકુમાર દેવોએ અને ઉત્તર તરફ નાગકુમારોએ વહન કરવા માંડી. તે શિબિકામાં બેસી અચિરાના કુમાર શાંતિનાથ સહસ્સામ્રવન નામના ઉધાનમાં ગયા. એ મનહર ઉધાન દિશાઓના મુખને સંધ્યાકાળના વાદળાના જેવા ગુલાબનાં પુષ્પોથી રક્તવણી કરતું હતું. શિરીષનાં પુપથી જાણે ગ્રીષ્મઋતુની શેભાવડે પુલકિત થયું હોય તેવું દેખાતું હતું, જાણે ધર્મ જળના બિંદુઓ હોય તેવા મલ્લિકાનાં પુષે તેમાં શોભતાં હતાં. કામદેવનાં બાણ જેવા સુવર્ણ કેતકીના કેશથી તે અંકિત હતું. જેની નવીન કળીઓમાં ભમી ભમરાની શ્રેણી ગુંજારવ કરતી હતી એવા ઘાતકીનાં વૃક્ષે જાણે ગ્રીષ્મ ઋતુની લમીના ગાયક હોય તેમ ત્યાં શેભી રહ્યાં હતાં. વનલક્ષમીના સ્તન જેવા પુષ્પગુચ્છોની સંપત્તિવડે ખજૂરનાં વૃક્ષથી જજે૨ થયેલી વસંતલમીને તે હસી કાઢતું હતું, પાકેલાં ફળ ઉપર ઉડી રહેલા પિપટના ઘાટા પિંછાએથી દ્વિગુણ થયેલી તામ્રપલ્લવની સમૃદ્ધિવડે તે ઘણું સુંદર લાગતું હતું. તેમાં રહેલી વાપિકાએને વિષે જળક્રીડા કરવાના રસમાં નગરજને અતિ આકુળવ્યાકુળ થઈ ગયા હતા.
એ ઉદ્યાનમાં આવી પ્રભુ શિબિકા ઉપરથી ઉતર્યા. પછી રાજ્યની પેઠે પુષ્પમાલ્ય અને રત્નાલંકારાદિક તજી દીધાં અને જયેષ્ઠ કૃષ્ણ ચતુર્દશીને દિવસે ભરણી નક્ષત્રમાં દિવસના પાછલા પહોરે સિદ્ધને નમસ્કાર કરી છઠ્ઠ તપવાળા પ્રભુએ એક હજાર રાજાઓની સાથે દીક્ષા ગ્રહણ કરી. તે સમયે જ તેમને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યારપછી બીજે દિવસે મંદિરપુરમાં સુમિત્ર રાજાને ઘેર પ્રભુએ પરમ અન્નથી પારણું કર્યું. તે વખતે દેવતાઓએ તે રાજાના મંદિરમાં વસુધારાદિ પાંચ દિવ્ય પ્રગટ કર્યા, સુમિત્ર રાજાએ પ્રભુના ચરણને ઠેકાણે એક રત્નમય પીઠ કરાવી.
આસન અને શયનને બીલકુલ તજી દઈ મૂળોત્તર ગુણના આધારરૂપ પ્રભુ નિઃસંગ અને નિર્મમ થઈ પૃથ્વી પર વિહાર કરવા લાગ્યાં. અનુક્રમે એક વર્ષને અંતે વિહાર કરતાં કરતાં પાછા હસ્તીનાપુરના સહસ્ત્રાપ્રવનમાં આવ્યા. ત્યાં છઠ્ઠ કરીને નંદીવૃક્ષની નીચે શુકલધ્યાન ધરતા પ્રભુના ઘાતકર્મ તુટી ગયાં. પિષમાસની શુકલ નવમીએ ચંદ્ર ભરણી નક્ષત્રમાં આવતાં શાંતિનાથ પ્રભુને ઉજજળ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. આસનકંપથી પ્રભુના કેવળજ્ઞાનની વાર્તા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org