Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૨૯૪] કુરચંદ્રને પૂર્વભવ
[ પર્વ ૫ મું સપની જેમ હાથી કન્યાને મૂકી મારી ઉપર છે. પણ હું તત્કાળ હાથીને છેતરી તે કન્યાને લઈને બીજી તરફ નાસી ગયે, અને ઉપદ્રવ ન થાય તેવા પ્રદેશમાં મેં તેને મૂકી દીધી; પણ તે સતી સ્ત્રીએ પોતાના હૃદયમાંથી મને મૂક નહીં. થોડીવાને તેને પરિવાર ત્યાં આવ્યો. તે મદિરાને મેં બચાવેલી છે એમ જાણીને ચારણભાટની જેમ મારી સ્તુતિ કરવા લાગે. સખીઓ પાછી તેને આંબાના વનમાં લઈ ગઈ પણ દેવગે પવનથી ખેંચાઈને હાથીની સુંઢના જળકણે ત્યાં આવી પડ્યા, તેથી તે મદિરા અને તેની સખીઓ ભય પામી દશે દિશામાં નાસી ગઈ મદિરા કયાં ગઈ, તે નહીં જણાવાથી હું તેને જોવાની ઈચ્છાથી ફરવા લાગે ઘણે સ્થાનકે ફરતાં છતાં ચિરકાળ સુધી તેને જોઈ નહીં. એટલે હું શૂન્યાહદયે ફરતે અહીં આવ્યો છું. તેને મેળવવાને નિરૂપાય છું, તથાપિ હું મરતો નથી, જુ, આ જવું છું, કેસરાની પ્રાપ્તિમાં તે ઉપાય પણ છે, માટે તેને તુલ્ય દુઃખવાળો મિત્ર જાણીને હું કહું છું કે તું અજ્ઞાનથી મરીશ નહીં. પ્રાતઃકાળે વિવાહ થવાનો છે તેથી આજે કેસરા એકલી આવીને રતિ સહિત કામદેવની પૂજા કરશે, કારણ કે એ આચાર છે; તેથી તેની અગાઉ આપણે બંને કામદેવના મંદિરમાં જઈ સાધકની જેમ પ્રવેશ કરીને ગુપ્તપણે રહીએ. જ્યારે કેસરા મંદિરમાં આવશે, તે વખતે હું તેને વેષ પહેરીને તેના પરિવારને ભૂલા ખવરાવી તેને ઘેર જઈશ. હું જ્યારે દૂર જાઉં, ત્યારે તેને લઈને તું અહીંથી સ્વચ્છેદે બીજે ચાલે જજે, આવી રીતે કરવાથી તારી ઈચ્છા અખંડિત સિદ્ધ થશે.” વસંતદેવ તેનાં વચનથી હર્ષ પામી બે-“મિત્ર! આ પ્રમાણે કરવામાં મને તે રોગ અને ક્ષેમ બંને જોવામાં આવે છે. પણ તને કષ્ટ જોવામાં આવે છે. તે સમયે ઈષ્ટ દેવની જેમ કેઈ બ્રાહ્મણીએ છીંક ખાધી. તે સાંભળી કામપાલે કહ્યું કે “એમાં મારે કાંઈ પણ કષ્ટ પડવાનું નથી, પણ તારા કાર્યમાં જોડાવાથી ઉલટી મારો અભ્યદય થવાનો સંભવ છે. સાત્વિક પુરૂષને દૈવ પણ અનુકૂળ થાય છે. તે વખતે એક વૃદ્ધ બ્રાહ્મણે મનમાં હર્ષ લાવીને અકસ્માત તેના સ્વાર્થને અનુકૂળ વચન કહ્યું કે “તમે કહે છે તે એમજ છે.” પછી તે શુકનગ્રંથી બાંધી તેનું વચન સ્વીકારી વસંતદેવ તેની સાથે નગરીમાં પેઠે. બન્ને જણ સાયંકાળે ઘેરથી નીકળ્યા, અને કામદેવના મંદિરમાં આવી કામદેવની મૂર્તિની પછવાડે સંતાયા ત્યાં રહ્યા રહ્યા તેમણે માંગળિક વાજિંત્રનો વનિ સાંભળે, એટલે જરૂર કેસ આવે છે એવું જાણ તેઓ હર્ષ પામ્યા. કેસરા પણ મરણમાત્રથી સાધ્ય પ્રિયસમાગમરૂપ સાધ્યમંત્રનું વારંવાર સ્મરણ કરતી ત્યાં આવી. વિમાન ઉપરથી દેવી ઉતરે તેમ શિબિકામાંથી ઉતરીને કેસરાએ પ્રિયંકરાના હાથમાંથી સુવર્ણમય પૂજા ગ્રહણ કરી. પછી તે એકલી કામદેવના મંદિરમાં પિઠી. એ આચાર હોવાથી પિતાને હાથે મંદિરનું દ્વાર બંધ કર્યું. પછી ભૂમિતળ ઉપર દેવને ઉદ્દેશીને પુષ્પ, પત્ર અને અર્થ નાખી હૃદયમાં કામાસક્ત થઈ અંજલિ જોડીને આ પ્રમાણે બેલી-“હે ભગવદ્ મકરધ્વજ! તમે સર્વના ચિત્તમાં ઉત્પન્ન થાઓ છે અને તેમાં રહે છે તેથી તેને સર્વ ભાવ જાણે છે, માટે હે પ્રભુ! તમે મારે સર્વ ભાવ જાણે છે. તે છતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org