Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૫ મો] કુરચંદ્રને પૂર્વભવ
[ ૨૯૩ મરણ કેણ સાંભળવા ઈછે?” આ પ્રમાણે ચિંતવી વસંતદેવ એક અશોક વૃક્ષની ઉપર ચઢી પિતાના ભાથાની જેમ ગળે ફાંસી ખાવાની તૈયારી કરવા લાગ્યું. પાસને જરાં બાંધે તેવામાં લતાગ્રહમાંથી કઈ પુરૂષ “અરે! સાહસ કર નહીં' એમ બોલતા બોલતે નીકળે અને અશોક વૃક્ષની ઉપર ચડી તેણે ફાંસીની ગાંઠ તેડી નાંખી. પછી કહ્યું કે “તે આ કાર્ય તારી આકૃતિથી વિરૂદ્ધ કર્યું છે. વસંતદેવે કહ્યું કે “હે સુંદર! ઇદ્રવરૂણુના નિઃસાર ફળની જેમ દૈવથી દગ્ધ થયેલા એવા મારી આકૃતિવડે તમે શા માટે બ્રાંત થાઓ છે? હે ભદ્ર! પ્રિયાના વિરહદુઃખને અંત કરવાના કારણરૂપ મૃત્યુને ઇચ્છતા એવા મને પાશગ્રંથી તેડીને તમે શા માટે વિશ્વ કર્યું ?” પછી તેને પૂછવાથી વસંતે પિતાનું કેસરા સાથેના વિવાહ સંબંધી બધું વૃત્તાંત કહી સંભળાવ્યું. પ્રાયઃ બીજાને કહેવાથી દુખ કાંઈક શાંત થાય છે. તે પુરૂષે કહ્યું-“જે કે આ મહા દુઃખ પ્રાપ્ત થયું છે, તે પણ તેથી વિવેકી પુરૂષને પ્રાણત્યાગ કર યુક્ત નથી; પણ ઈચ્છિત અર્થની પ્રાપ્તિ થાય એવા ઉપાયે કરવા યુક્ત છે કેમકે આ ઉપેય તે તને મળે તેમ છે. માટે તું પશુની પેઠે વૃથા શા માટે મરે છે? કદિ કોઈ ઉપાદેય વસ્તુમાં ઉપાય ચાલે તેવું ન હોય તે પણ તેથી મરવું ઉચિત નથી, કારણકે કાંઈ મરવાથી તે વસ્તુ પ્રાપ્ત થતી નથી. મર્યા પછી તે માત્ર પોતાના કર્મને ઉચિત એવી ગતિમાં જ જવું પડે છે. હું પોતેજ ઈષ્ટ વસ્તુ પ્રાપ્ય છતાં પણ તેના ઉપાયને અભાવ હેવાથી આ જગતમાં પર્યટન કરતે જીવું છું, કેમકે જીવતે નર કેઈ વખત પણ ભદ્ર જુવે છે.”
હું કૃત્તિકપુરને નિવાસી છું. મારું નામ કામપાલ છે. મારી યૌવનવયમાં ઉન્મત્ત થઈને હું દેશાંતર જેવાને માટે નીકળ્યો હતે. ફરતે ફરતે શંખપુર નગરે પહે; ત્યાં શંખપાળ નામે યક્ષને મહોત્સવ થતું હતું તે જેવાં હું ગયો. ત્યાં કામદેવના અંતઃપુર જેવા આમ્રકુંજમાં એકાંત શુભ દર્શનવાળી એક સુંદર કન્યા મારા જેવામાં આવી, તેને જોઈ હું તેનાપર અનુરાગી થયા. તેણીએ પણ મને અનુરાગથી છે. તેના પ્રેમપાશથી બદ્ધ થયેલ હું ઘણીવાર સુધી ત્યાં ઉભે રહ્યો. અનિંદિતા બાળાએ સખી દ્વારા મને તાંબૂલ આપ્યું. જે હેઠના રાગની જેમ તેના પર મનેરાગનું પણ કારણ થયું. તાંબૂલને લેતાં તેને બદલે કાંઈ આપવો જોઈએ એવી ઈચ્છાથી હું વિચાર કરતા હતા, તેવામા આલાનરતંભને ઉખેડી સાંકળને તેડીને કેઈ બળવાન હાથી છુટીને અમારી તરફ આવતે દેખાયે. પ્રતિકાર નહીં ચાલવાથી છેડી દીધેલ, અતિ આકુળવ્યાકુળ થયેલા મહાવતે જેની પાછળ દોડી રહ્યા છે એવો અને ઉપર ચડેલા ભયભીત મહાવતેને ક્ષોભ કરતા તે હાથી એક ક્ષણમાં તે નિકુંજ પાસે આવ્યો તે વખતે કન્યાને સર્વ પરિવાર નાસી ગયો. પ્રાયઃ ભય પ્રાપ્ત થતાં પોતાને આત્માજ સર્વોપરી રહે છે. એટલામાં હાથી નજીક આવી ગયે, એટલે તે કન્યા ત્યાંથી નાસી શકી નહીં. તેથી સિંહ પાસે હરિણીની જેમ તે કંપતી ઉભી રહી, જેવી હાથીએ સુંઢથી તેને પકડવા માંડી તેજ મેં લાકડી વડે હાથીના પેચકમાં ઘા કર્યો. તેથી પુછે અડકેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org