Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સર્ગ ૫ મે ] કુરચંદ્રને પૂર્વભવ
[ ૨૧ તે ચારે જણ અનુક્રમે મોટા થઈ શિશુવયને ઉલ્લંઘન કરી નવીન વનવયને પ્રાપ્ત થયા તેમાં સુધનને જીવ જે વસંતદેવ થયેલે છે તે અન્યદા કપિલ્યપુરથી વ્યાપારને માટે જયંતી નગરીએ આવ્યું ત્યાં તેણે ધન ઉપાર્જન કર્યું. એક વખતે અષ્ટમીને ચંદ્રોત્સવ હતે, તેથી વસંતદેવ રતિનંદન નામે ઉદ્યાનમાં ગયા. ત્યાં દૈવયોગે ધનેશ્વરને જવ જે કેસરા થયેલ હતું તે કેસરા વસંતદેવના જોવામાં આવી. તેણીએ પણ સ્નિગ્ધ દ્રષ્ટિથી વસંતદેવની સામું જોયું, એટલે તે બંનેને પરસ્પર પૂર્વ જન્મને સનેહ પ્રગટ થયો. ત્યાં જયંતીનગરીને નિવાસી પ્રિયંકર નામે વણિકપુત્ર હતું, તેને વસંતદેવે પૂછયું કે
આ સ્ત્રી કેણ છે? અને કેની પુત્રી છે? પ્રિયંકરે કહ્યું કે “આ પંચનંદી નામે શેઠની પુત્રી. જયંતદેવની બેન છે અને એનું નામ કેસરા છે.” ત્યારથી વસંતદેવે કેસરાના ભાઈ જયંતદેવની સાથે સનેહ કરવા માંડ્યો, અને એક બીજાને ઘેર જવા આવવા માંડયું. એક વખતે જયંતદેવે વસંતદેવને જમવાનું નિમંત્રણ કર્યું. એ પ્રકાર મિત્રીરૂપ વૃક્ષને દેહદ છે. ત્યાં નેત્રરૂપ કુમુદને કૌમુદી સમાન કેસરા પુખ્યવડે કામદેવની પૂજા કરતી તેના જેવામાં આવી, અને તેજ વખતે જયંતદેવના હાથમાંથી પુષ્પની માળા લેતાં વસંતદેવને પણ તેણે સાનુરાગ દ્રષ્ટિએ અવલે, તે સમયે આ અનુકૂળ શુકન થયું, એમ બંનેને હર્ષ થયે; કેમકે પસ્પર જે શુભ ચેષ્ટા થાય તે બન્નેને સારું પરિણામ આપે છે. તે વખતે કેસરા અને વસંતદેવને ભાવ ત્યાં રહેલી પ્રિયંકરા નામે ધાત્રી પુત્રીના જાણવામાં આવ્યું. ચેષ્ટા ઉપરથી બીજાના હગત ભાવને જાણનારા માણસેને પરહૃદય જાણવું સહેલું છે. પછી કેસરાના ભાઈએ વસંત જેમ કામદેવની પૂજા કરે, તેમ પિતાના મિત્ર વસંતદેવની પૂજા કરી. તે સમયે ધાત્રીસુતા પ્રિયંકરાએ કેસરાને કહ્યું-કેસરા! તારા ભાઈ મિત્રની પૂજા કરે છે, તે તું પણ કાંઈ ગ્ય લાગે તે કર.” તેનાં આવાં વચનથી એક સાથે લજજા, ભય અને હર્ષને ધારણ કરતી કેસરા બેલી-“તું ઉચિત જાણે છે, તે જે ચોગ્ય લાગે તે તું કર.” પછી પ્રિયંકરા તેના આંગણામાં રહેલી પ્રિયંગુ વૃક્ષની મંજરી અને કેકેલ વિગેરે લઈ વસંતદેવ પ્રત્યે બેલી-“હે સુંદર !
, આ મારા સ્વામિની પિતાને હાથે ચુંટીને ઈષ્ટને આપવા લાયક પુષ્પ અને ફળે તમને આપે છે.” “હું ચે બાળાને અભિષ્ટ છું' એમ વિચારી હર્ષ પામતા વસંતદેવે પોતાના હાથે તે પુષ્પ અને ફળ ગ્રહણ કર્યા. પછી પિતાના નામની મુદ્રિકા તેને આપીને વસંતદેવે કહ્યું કે “તમે તેને કહેજે કે આ કાર્ય તમે બહુ સારું કર્યું, હવેથી સદા ઈષ્ટને અનુકૂળ વત્ત જે.' પ્રિયંકરાએ આવું દ્રઢ અનુરાગરૂપ અંકુરને ઉત્પન્ન કરવામાં મેઘજળ જેવું વચન કેસરને કહ્યું. તે રાત્રીએ કેસરાએ પાછલે પહેરે સ્વપ્નમાં પિતાનું પાણિગ્રહણ કરતા એવા વસંતદેવને જે, અને વસંતદેવ પણ સ્વપ્નમાં તેને પરો . તેઓનું સ્વપ્નદર્શન પમ તેમને વિવાહથી અધિક હર્ષદાયક થઈ પડ્યું. તત્કાળ શરીર રોમાંચિત કરી. કેસરાએ એ સ્વપ્નની વાત પ્રિયંકરાને જણાવી, તેજ વખતે નજીક રહેલા પુરોહિતે અકસ્માત કહ્યું છે એ પ્રમાણે અવશ્ય થશે.” તે સાંભળી પ્રિયંકરાએ કેસરાને કહ્યું-“આ સ્વપ્ન અને શુકનવડે જોતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org