Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સર્ગ ૫ ] પ્રભુનું પાછું હસ્તિનાપુર ફરીથી આવવું. . [૨૮૯ “હવે સ્વસ્થપણાને ન સેવવું? કઈવાર શુભ વિષયો અશુભ થઈ જાય છે અને અશુભ “વિષયે શુભ થઈ જાય છે, તે ઇન્દ્રિયથી કેનામાં રાગ ઘર કે કોનામાં વિરાગ ધરે ? “કદિ કઈ કારણથી તે વિષય રૂચિકર કે અરૂચિકર થાય પણ તત્વથી જતાં કદિપણ પદાર્થોમાં “શુભ કે અશુભપણું હોતું નથી, તેથી જે પ્રાણી મનની શુદ્ધિથી ઇન્દ્રિયને છતી કષાયને “ક્ષીણ કરે છે તે ચેડા કાળમાં અક્ષણ સુખવાળા મોક્ષમાં જાય છે.”
આ પ્રમાણે કર્થમાં અમૃતવૃષ્ટિ જેવી પ્રભુની દેશના સાંભળીને ચક્રાયુધે સંવેગયુક્ત થઈ ભગવંતને કહ્યું-“હે સ્વામી! માત્ર કલેશનાજ સ્થાનરૂપ એવા આ સંસારથી હું ભય પામે છું. બળવાન અને વિવેકી પુરૂષનું પણ પુરૂષાભિમાન તેમાં રહેતું નથી. ઘરમાં ક્યારે અગ્નિ લાગે અને વહાણ જ્યારે ફુટી જાય તે વખતે તેને નાયક તેમાં જે કાંઈ સારવતુ હોય તે લઈને બીજે જાય છે, તેમ જન્મ, જરા અને મરણાદિકથી વિકરાળ એવા આ સંસારમાંથી સારભૂત એવા એક આત્માને લઈને હું તમારે શરણે આવ્યો છું. હે પ્રભુ! આ ભવસાગરમાં પડતા એવા મારી ઉપેક્ષા કરશે નહીં. મને તે તે સંસારસમુદ્રથી ઉતરવાને નાવરૂપ દીક્ષા હમણાંજ આપો.” પ્રભુએ કહ્યું કે “તમારા જેવા વિવેકીને તેમજ ઘટે છે. આ પ્રમાણે કહેવાથી તરતજ ચકાયુધે પોતાના કવચધારી પુત્ર કુરચંદ્રને રાજ્ય સેંપ્યું અને પોતે બીજા પાંત્રીસ રાજાઓની સાથે પ્રભુ પાસે સંઘની સાક્ષીએ દીક્ષા ગ્રહણ કરી.
ચકાયુધ વિગેરે છત્રીશ ગણુધરેને પ્રભુએ ઉત્પાદવિગમ અને ધ્રૌવ્ય એ ત્રિપદીને ઉપદેશ કર્યો. તે ત્રિપદીને અનુસારે તેમણે દ્વાદશાંગી રચી. પછી પ્રભુએ તેમને અનુગ, અનુજ્ઞા અને ગણાનુજ્ઞા આપી તે રામયે ઘણું નર અને નારીઓએ પ્રભુની પાસે દીક્ષા લીધી, અને કેટલાકે સમક્તિપૂર્વક શ્રાવકપણું સ્વીકાર્યું. પ્રથમ પૌરૂષી પૂર્ણ થયા પછી પ્રભુ ઉઠીને મધ્ય પ્રકારના મંડનરૂપ દેવજીંદા ઉપર વિશ્રામ લેવા બેઠા. પછી પ્રભુના ચરણ પીઠ ઉપર બેસી મુખ્ય ગણધર ચકાયુધ સંઘની આગળ દેશના આપવા માંડી. બીજી પૌરૂષી પૂર્ણ થતાં તેમણે પણ દેશના સમાપ્ત કરી. પછી દેવતા વિગેરે સર્વ પ્રભુને નમી પોતાને સ્થાનકે ગયા. તેમના તીર્થમાં સુવરના વાહનવાળા, શ્યામવર્ણ ધરનારે, ડુક્કરના જેવા મુખવાળો, બે દક્ષિણ કરમાં બીજેરૂ અને કમળ, ને બે વામ કરમાં નકુળ અને અક્ષસૂત્રને ધરનારે ગરૂડ નામે શાંતિનાથ પ્રભુને શાસન દેવતા થયે. અને ગીર અંગવાળી, કમળના આસન પર બેસનારી, બે વશિણ ભુજામાં પુસ્તક અને ઉત્પલ અને બે વામ ભુજામાં કમંડલ અને કમળને ધરનારી નિર્વાણ નામે પ્રભુની શાસનદેવી થઈ. તે બંને શાસનદેવતા નિરંતર જેમની સાંનિધ્યમાં રહેતા હતા એવા શાંતિનાથ પ્રભુએ ભવ્ય પ્રાણીઓને પ્રતિબોધ કરવા માટે ત્યાંથી અન્યત્ર વિહાર કર્યો.
એકદા વિહાર કરતા પ્રભુ પાછા હસ્તિનાપુર નગરે આવ્યા. કરૂણાનિધિ ભગવાન ત્યાં સમવસર્યાના ખબર સાંભળી કુરચંદ્ર પુરજન અને દેશજનને સાથે લઈ અમાવાસ્યાને દિવસે B - 37.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org