Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ પ મ ] કુરચંદ્ર પૂર્વભવ
[૨૯૫ મને આ અભીષ્ટ પતિ સાથે બળાત્કાર કેમ જેડા છે? શું એ તમને ઘટિત છે? વસંત દેવ વિના મારું મન બીજા પુરૂષમાં રમતું નથી, તેથી વિષકન્યાના પતિની જેમ બીજે પતિ મારે મરણને માટે જ છે. માટે હવે તે ફરીવાર જન્માંતરમાં એ વસંતદેવજ મારા પતિ હજે. હું તમને ચિરકાળથી નમસ્કાર કરું છું, તેમાં આ છેલ્લા નમસ્કાર છે.” આ પ્રમાણે કહીને જેવામાં પોતાના મસ્તકને તેરણની ફાંસી કરી બાંધવા માંડયું, તેવામાં વસંતદેવે દેડી પાશગ્રંથીને તેડી નાંખી. “આ અહીં ક્યાંથી ?” એમ જાણું કેસરા અકસ્માત આશ્ચર્ય, લજજા અને ભય પામી ગઈ, પછી વસંતદેવે એ કુમુદેક્ષણ કેસરાને કહ્યું-“હે પ્રિયા ! હું તારે પ્રાણપ્રિય વસંતદેવ છું, જેની તમે કામદેવની પાસે પલેકમાં પણ સ્વામી તરીકે યાચના કરી છે. હે કૃશદરિ! આ મારા નિષ્કારણ મિત્ર મહાત્માની બુદ્ધિથી તમને હરી જવાની ઇચ્છાએ હું અહીં અગાઉથી આવીને બેઠે હવે, તમારે જે વિષ છે તે આ મારા મિત્રને આપે. તે વિષ પહેરીને તમારા પરિજનને મેહિત કરતે આ મિત્ર તમારે ઘેર જશે અને હે શ્યામ કેશવાળી કાંતા ! આ મિત્ર કામપાળ તમારા પરિવાર સાથે જરા આગળ જશે, એટલે પછી આપણે ધારેલા દેશાંતરમાં ચાલ્યા જઈશું.” વસંતદેવનાં આવાં વચનથી તે સ્ત્રીએ પિતાને વેષ ઉતારીને કામ પાળને આગે. વસંતદેવ કામદેવની પછવાડે સંતાઈ રહ્યો. કામ પાળે પુષ્પાદિકથી કામદેવની પૂજા કરીને પછી કેસરાને વેષ ધારણ કર્યો અને લજજાવડે મુખને ઢાંકી દીધું. તે સ્ત્રીવેશી કામપાળ કામદેવના મંદિરનું દ્વાર ઉઘાડી, પ્રિયંકરને ટેકે દઈ શિબિકા ઉપર ચઢો. તેના ઉપાડનારાઓએ શિબિકા વહન કરી, એટલે કામપાળ પરિજનથી અલક્ષિત પંચનદી શેઠને ઘેર આવ્યું. સારી રીતે જેલા દંભના અંતને બ્રહ્મા પણ પામતા નથી. પ્રિયંકરાએ વાહન પરથી ઉતારી, વધુગૃહમાં લાવી, એક સુવર્ણમય વેત્રાસન ઉપર તેને બેસાર્યો, અને “હે કેસરા! પ્રિય સમાગમના મંત્રનું સ્મરણ કરતી રહેજે.' આ પ્રમાણે કહી તેનું પ્રિય કરનારી પ્રિયંકરા ત્યાંથી અન્યત્ર ગઈ પ્રિયંકરાનાં વાક્યોને ભાવાર્થ જાણી લઈ મહામતિ કામપાળ વારંવાર કામરતિ સમાગમના મંત્રનું સ્મરણ કરવા લાગ્યો.
તે વખતે શંખપુરનિવાસી કેસરાના મામાની દીકરી મદિરા જાન સાથે નિમંત્રણ કરેલું હેવાથી ત્યાં આવી, તે કામપાળની પાસે બેસી કાંક નિસાસે મૂકીને બેલી–“? બહેન કેસરા! વાંચ્છિતની સિદ્ધિ દૈવને આધીન છે તે તેમાં તું શા માટે ખેદ કરે છે? હે સુંદરી! તારી ઈચ્છા વસંતદેવની સાથે સંગમ કરવાની હતી, એવું મેં શંખપુરમાં સાંભળ્યું હતું. હે સખી! હું મારા અનુભવથી પ્રિયપતિના વિરહની વેદના જાણું છું, તેથી તને આશ્વાસન આપવાને કહું છું કે જેમ પ્રતિકૂળ વિધિ અનષ્ટ કરે છે, તેમ ભાગ્યદશાના વશથી તે અનુકૂળ થાય તે અભીષ્ટ પણ તેજ કરે છે. પ્રિય સ!િ તું ધન્ય છે, જે તારે તારા પ્યારાની
૧. જેની ઇચ્છા ન હોય તે. ૨. અણગમત. ૩. ઓળખાયા વિના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org