Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સર્ગ ૫ મો ] પ્રભુનું નિર્વાણ
[ ૨૯૭ પૂર્વધારી મહાત્મા, ત્રણ હજાર અવધિજ્ઞાની, ચારહજાર મન:પર્યવજ્ઞાની, ચાર હજાર ને ત્રણ કેવળજ્ઞાની, છ હજાર વૈક્રિયલબ્ધિવાળા, બે હજાર ને ચારસો વાદલબ્ધિવાળા, બે લાખ ને નેવું હજાર શ્રાવકે અને ત્રણુલાખ ને ત્રાણું હજાર શ્રાવિકાઓ. આ પ્રમાણે કેવળજ્ઞાનથી આરંભી ચાવીશ હજાર નવસો ને નવાણું વર્ષ સુધી વિહાર કરતાં પ્રભુને પરિવાર થયો. પિતાને નિર્વાણ સમય નજીક જાણ પ્રભુ સમેતશિખર પધાર્યા, અને ત્યાં નવસે મુનિઓની સાથે અનશનવ્રત ગ્રહણ કર્યું. એક માસને અંતે છ માસની કૃષ્ણ ત્રદશીએ ચંદ્ર ભરણી નક્ષત્રમાં આવતાં શાંતિનાથ ભગવાન તે મુનિઓની સાથે મોક્ષે ગયા. કૌમારપણુમાં, માંડળિકપણામાં, ચક્રવતી પણામાં અને વ્રતમાં પ્રત્યેકે પચીશ પચીશ હજાર વર્ષો વ્યતીત થયેલાં હેવાથી શાંતિનાથ પ્રભુનું એક લક્ષ વર્ષનું આયુષ્ય પૂર્ણ થયું. શ્રી ધર્મનાથ સ્વામીના નિર્વાણ પછી શ્રી શાંતિનાથ પ્રભુને નિર્વાણકાળ પુણા પલ્યોપમે ઉણુ ત્રણ સાગરોપમ ગયા પછી થયેલ છે. પછી ઈંદ્રાદિક દેએ આવી શાંતિનાથ પ્રભુને નિર્વાણ મહિમા કર્યો, કેટલેક કાળે ચક્રાયુધ ગણધર કેવળજ્ઞાન પ્રાપ્ત કરી ભવિ પ્રાણુઓને બંધ કરવા ચિરકાળ વિહાર કરી આયુષ્યને ક્ષય થતાં કેટિશિલા નામે તીર્થ ઉપર ઘણું સાધુઓની સાથે મોક્ષે ગયા.
ષટૂખંડ પૃથ્વીતલને જય કરવામાં પણ જેને પ્રયાસ થયે નથી, તૃણની પેઠે રાજય લક્ષમીને છેડી જેમણે વ્રત ગ્રહણ કરેલું છે અને ચક્રવતી તથા તીર્થંકરપણાથી જેમને યશ જગતમાં વિખ્યાત છે એવા શ્રી શાંતિનાથ ભગવંતનું આ ધીરાદાત્ત અને ધીરશાંત ચરિત્ર સદા જય પામે છે.
इत्याचार्यश्री हेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्ये
पंचमपर्वणि श्रीशांतिनाथचरमभववर्णनो
નામ વંનમઃ સઃ |
इति पंचमं पर्व.
200000000000000000000000000 500000000000000000000000000000000000
0
0
00000000000000000000000009
000000000000000రరరరరరరరరరం
B - 38
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org