Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૨૮૪]
ખંડ ભારતને સાધી પ્રભુનું પાછું આવવું પર્વ ૫ મું મુખપર નિવાસ કરી રહેલા નિસર્પ વિગેરે નવનિધિ શાંતિપ્રભુ પાસે આવીને તેમને વશ થયા. પછી પ્રભુએ સ્વછંદી મ્લેચ્છ લેકેથી ભરપૂર એવું ગંગાનું દક્ષિણ નિષ્ફટ એક પાળ સાથે તેની પેઠે સેનાપતિ પાસે સધાવી લીધું.
આ પ્રમાણે શાંતિનાથ ચક્રવત્ત ષડુ અરિવર્ગની જેમ ષ, ખંડ ભરતને સાધી આઠસો વર્ષે પાછા આવ્યા. પ્રતિદિન અવિચ્છિન્ન પ્રયાણવડે માર્ગે ચાલતાં એ લક્ષમીના ધામ નરહસ્તી પ્રભુ અનુક્રમે હસ્તીનાપુર આવી પહોંચ્યા. નગરમાં પ્રવેશ કરીને ચિરકાળના ઉત્કંઠિત મંત્રી જન અને પૌરજનેએ દેવની જેમ અનિમેષ દ્રષ્ટિએ જોવાયેલા પ્રભુ પોતાના મહેલમાં આવ્યા. ત્યાં દેવતાઓએ અને બીજા મુગટબદ્ધ રાજાઓએ શાંતિનાથને ચક્રવત્તીપણાને અભિષેક કર્યો. તે અભિષેકને ઉત્સવ કેઈપણ પ્રકારના દંડ, કર અને સુભટપ્રવેશ વિના બાર વર્ષ સુધી હસ્તીનાપુરમાં પ્રવર્યો.
ચક્રવત્તી શાંતિનાથ, જેની દરેકની હજાર હજાર યક્ષે રક્ષા કરે છે એવા ચૌદરત્ન અને નવનિધિએ આશ્રિત કરેલા હતા, ચેસઠ હજાર અંતઃપુરની સ્ત્રીઓથી પરવરેલા હતા. રાશી લાખ હાથી, ચેરાશી લાખ ઘેડા અને તેટલાજ રથેથી વિભૂષિત હતા, છનુ કેટી ગ્રામ, છ— કેટી પાયદળ, બત્રીશ હજાર દેશ અને તેટલા રાજાઓના તે સ્વામી હતા, ત્રણસો ને ત્રેસઠ રસેઈઆ તેમની સેવા કરતા હતા, અઢાર શ્રેણી પ્રશ્રેણીવડે તેમની ભૂમિ શોભતી હતી, બોતેર હજાર મેટા નગરના રક્ષક હતા, એકહજારે ઉણું એક લાખ દ્રોણમુખ ઉપર તેમનું શાસન ચાલતું હતું, અડતાળીશ હજાર પત્તન અને વીશહજાર કર્બટ તથા મંડળના તે અધીશ્વર હતા. વીશ હજાર રત્નાદિકની ખાણેના અને સોળ હજાર ખેટ ગ્રામના તે ઈશ હતા. ચૌદ હજાર સંબધના તથા છપ્પન અંતરદ્વીપના તે પ્રભુ હતા, અને ઓગણપચાસ કુરાના નાયક હતા. વિશેષ બીજું શું કહેવું? તેઓ પખંડ ભારતને ભેગવતા હતા. હમેશાં ગીત, નૃત્ય, તાંડવ, નાટકનાં અભિનય, પુષ્પચય અને જળક્રીડા વિગેરેથી ઉત્તમ સુખ અનુભવતા હતા. ચક્રવર્તીપણામાં અભિષેકથી આરંભીને આઠ વર્ષ ઉણ પચીશ હજાર વર્ષો તેમણે રાજ્ય કરવામાં નિગમન કર્યા.
તે સમયે બ્રહાદેવલોકમાં રહેનારા લોકાંતિક દેવતાઓનાં આસને કેઈએ ચલાવ્યાં હોય તેમ કંપાયમાન થયાં. તે વખતે “આ શું થયું?” એમ સારસ્વતાદિ નવે પ્રકારના તે દેવતાઓ સંભ્રાંત થઈ ગયા. પછી ક્ષણવારે અવધિજ્ઞાનવડે તેનું કારણ જાણી તેઓ માંહોમાંહે કહેવા લાગ્યા–“અરે! આ જબૂદ્વીપના બરતાદ્ધિમાં શાંતિનાથ અર્હ તને દીક્ષા સમય નજીક આવ્યું છે. તેના પ્રભાવથી જાણે સચેતન થયા તેમ આ આસને આપણને તે પ્રભુની દીક્ષાકાળની ઉચિત ક્રિયા કરવાનું સૂચવે છે. જો કે ભગવંત ત્રિવિધ જ્ઞાનવડે પોતાની મેળે જાણે છે, તથાપિ આપણે આ કલ્પ છે માટે ચાલે, આપણે તે પ્રભુને વ્રતને સમય જણાવીએ.” આ પ્રમાણે પરસ્પર આલાપ–સંલાપ કર્યા પછી તત્કાળ વિમાનમાં બેસી તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org