Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ પ મ ]. ઇંદ્રની સ્તુતિ
[ ૨૭૭ હે ભગવાન! વિશ્વજનના હિતકારી, અદભુત સમૃદ્ધિવાળા અને આ સંસારરૂપ મરૂદેશના માર્ગમાં છાયાવાળા વૃક્ષ જેવા તમને નમસ્કાર છે. હે પરમેશ્વર ! આજે સારે ભાગ્યે તમારૂં દર્શન થવાથી મારે પૂર્વ સંચિત પાપરૂપ રાત્રીને પ્રભાતસમય થયો છે. હે જગત્પતિ જેના વડે “તમારા દર્શન થયા તે નેત્રને ધન્ય છે, અને જેના વડે તમારે સ્પર્શ થયે તે હાથને “તે કરતાં વિશેષ ધન્ય છે. હે પ્રભુ! તમે કોઈવાર વિદ્યાધરના મોટી ત્રાદ્ધિવાળા ચક્રવત થયા
છે, કેઈવાર ઉત્કૃષ્ટ બળવાળા બળદેવ થયા છે, કેઈવાર અમ્યુરેંદ્ર થયા છે, કે ઈવાર “મહાજ્ઞાની ચક્રવત થયા છે, કોઈવાર રૈવેયકના આભૂષણભૂત અહમિંદ્ર થયા છે, કોઈવાર “મહાસત્વવાનું અને અવધિજ્ઞાની થયા છે, ને કેઈવાર સર્વાર્થસિદ્ધ વિમાનના અલંકારરૂપ
અહમિંદ્ર થયા છે. હે પરમેશ્વર ! ક્યા કયા જન્મમાં તમે ઉત્કૃષ્ટ નથી થયા! છેવટે આજે તીર્થકરના જન્મથી તમારા વર્ણનની વાણી પરિપૂર્ણ થઈ ગઈ છે, તમારા ગુણનું વર્ણન “કરવાને હું સમર્થ નથી, તેથી માત્ર હું મારે સ્વાર્થ જ કહી બતાવું છું કેહે નાથ ! પ્રત્યેક ભવને વિષે તમારા ચરણકમળમાં મારી પૂર્ણ ભક્તિ હજો.”
આ પ્રમાણે સ્તુતિ કરીને શકઈકે ઈશાન પતિ પાસેથી પ્રભુને લઈ સત્વર અચિરાદેવીની પાસે ચગ્ય રીતે પાછા મૂક્યા. પ્રભુને દ્રષ્ટિવિનેદ આપવા ચંદરવા ઉપર શ્રીરામગંડક અને પ્રભુને ઓશીકે દેવદૂષ્ય વસ્ત્ર અને બે કુંડળ મૂક્યાં. પછી ઇદ્ર અમોઘ વાણીથી કરી પોતાના આત્માને મહામૂલ્ય કરવાને ઈચ્છતા દેવતાઓ આશાતનાથી બીતા બીતા દેવતાની પાસે આઘેષણ કરાવી કે “દેવતાઓમાંથી, દૈત્યમાંથી કે મનુષ્યમાંથી જે કઈ અહંત પ્રભુનું તેમની માતાનું અશુભ ચિંતવશે તેનું મસ્તક અર્જક વૃક્ષની મંજરીની જેમ સાત પ્રકારે ભેદ પામશે, અર્થાત સાત કકડા થઈ જશે.” પછી ઇંદ્રની આજ્ઞાથી કુબેરે હસ્તીનાપુર નગરમાં રત્ન તથા સુવર્ણની મહાવૃષ્ટિ કરી. પછી પદ્મિનીની નિદ્રા જેમ સૂર્ય હરે તેમ ઇંદ્ર અચિરાદેવીની અવસ્થાપિની નિદ્રા અને અહંતનું પ્રતિબિંબ હરી લીધું. પછી પ્રભુને માટે પાંચ અપ્સરાઓને ધાત્રીરૂપ રહેવાની આજ્ઞા કરીને શકઈંદ્ર ત્યાંથી અને બીજા ઇદ્રો મેરૂપર્વતથી નદીશ્વર દ્વીપે ગયા ત્યાં શાશ્વત અહં તેને વિધિપૂર્વક અઠ્ઠાઈઉત્સવ કરી પ્રસન્ન થઈને સર્વે પોતપોતાને સ્થાનકે ગયા.
અચિરાદેવી નિદ્રા રહિત થયા તે વખતે તેમને દિવ્ય વસ્ત્રાલંકાર તથા દિવ્ય અંગરાગવડે યુક્ત અને તેજને પ્રસાર કરતા પુત્ર પિતાની પાસે જવામાં આવ્યા. દેવીના પરિજને આનંદથી સંજામ પામી રાજા પાસે આવીને પુત્રજન્મ અને દિકકુમારીનું સર્વ કૃત્ય નિવેદન કર્યું. રાજાએ હર્ષથી તેમને પારિતોષિક આપ્યું, અને મોટી સમૃદ્ધિથી પુત્રને જન્મમહોત્સવ કર્યો. જયારે આ ગર્ભ તેની માતાના ઉદરમાં આવ્યું ત્યારે દેશમાંથી સર્વ અશિવ ઉત્પાત શાંત થયા હતા એવું ધારી રાજાએ પુત્રનું શાંતિનાથ એવું નામ પાડ્યું. ઇદ્ર જેમાં
૧. ચંદરવાની મધ્યમાં લટકતા પુષ્પમાળના સમૂહને ગુચ્છો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org