Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૨૭૬]
ઇકોએ કરેલ જમૈત્સવ
[ પ પ મું બીજી ચાર દિકુમારીઓએ આવીને પ્રભુને અને માતાને પ્રણામ કરી પ્રભુનું ચાર અંગુળ ઉપરાંત નાળ છેદન કર્યું, પછી એક ખાડો ખોદી તેમાં દ્રવ્યનિધિની જેમ નાળ પધરાવી રત્ન અને હીરા વડે ખાડે પૂરી દઈ દુર્વાથી તેની ઉપર પીઠ બાંધી લીધી. પૂર્વ, ઉત્તર અને દક્ષિણ દિશામાં તેમણે ચતુશાળ સહિત ત્રણ કદલીગૃહ વિકુવ્યું. પ્રથમ દક્ષિણ દિશાના કદલીગૃહમાં પ્રભુને અને માતાને લાવી ચતુશાળના મધ્ય ભાગમાં રચેલા રત્નસિંહાસન પર બેસાડયા. ત્યાં બન્નેને દિવ્ય સુંગધી તૈલથી અભંગન કરીને સુંગધી દ્રવ્યથી અંગનું ઉદ્વર્તન કર્યું. પછી પૂર્વ દિશાના કદલીગૃહમાં લઈ જઈ સિંહાસન પર બેસાડી સુંગધી શુદ્ધોદકવડે તેમને સનાન કરાવ્યું, પછી દિવ્ય વસ્ત્રાલંકાર ધરાવી બંનેને ઉત્તર દિશાના રંભાગૃહમાં લઈ જઈને રત્નસિંહાસન પર બેસાડયા; પછી આજિગિક દેવતાની પાસે શુદ્ધ હિમાલય પર્વતથી ગોશીષચંદન મંગાવી તેને બાળીને બન્નેને રક્ષાગ્રંથી બાંધી. પછી “તમારું પર્વતના જેટલું આયુષ્ય થાઓ” એવું પ્રભુના કાનમાં કહી બે રત્નમય પાષાણુના ગળાનું આસ્ફાલન કર્યું. પછી પ્રભુને અને માતાને પાછા તેઓ સૂતિકાગ્રહમાં લઈ જઈ પલંગપર બેસાડી ભગવંતના ગુણ ગાતી ગાતી ઉભી રહી.
તે સમયે સૌધર્મ ઈન્દ્રનું આસન કંપવાથી પ્રભુને જન્મ જાણી પાલક વિમાનમાં બેસી પરિવાર સાથે તે પ્રભુ પાસે આવ્યો. “કુક્ષિમાં રત્નને ધારણ કરનારા હે દેવી! તમને નમસ્કાર છે' એમ કહી અચિરાવી પર અવસ્થાપિનિ નિદ્રા મૂકી, તથા તેમની પાસે પ્રભુનું પ્રતિબિંબ મૂકી પિતે ચાર દર્પણની જેમ પાંચ રૂપે થયા. તેમાંથી એક રૂપે પ્રભુને બે હાથમાં ધારણ કર્યા, બે રૂપે બે બાજુ ચામર વીંજવા લાગ્યા. એક રૂપે માથે ઉજવળ છત્ર ધયું અને એક રૂપે વજી ઉછાળતે આગળ ચાલ્યા. ક્ષણવારમાં મેરૂપર્વત પર જઈ અતિ પાંડકબલા નામે શિલાપર આવ્યા, ત્યાં પ્રભુને ઉત્સંગમાં લઈ તે સિંહાસન ઉપર બેઠા. તે વખતે આસનપ્રકંપથી પ્રભુના જન્મને જાણીને અય્યત વિગેરે ત્રેસઠ ઇદ્રો પણ જાણે પ્રથમથી સંકેત કર્યો હોય તેમ ત્યાં આવ્યા. પછી સમુદ્ર, નદીઓ અને કહે વિગેરેમાંથી લાવેલા જળવડે ભરેલા કુંભેથી પ્રથમ અય્યતેઢે પ્રભુને સ્નાન કરાવ્યું. બીજા બાસઠ ઇંદ્રોએ પણ હાથમાં તીર્થજળના કુ લઈ તે સેળમા તીર્થકરને સનાન કરાવ્યું. પછી ઈશાને પાંચરૂપે થયા, એક રૂપે પ્રભુને ખેળમાં લીધા, એક રૂપ છત્ર અને બે રૂપે ચામર ધારણ કર્યા, અને એક રૂપે ત્રિશૂળ લઈ આગળ ઊભા રહ્યા. પછી શકઈબ્રે પ્રભુની ચારે બાજુ જાણે ચાર દિશાઓના નિમળ હાસ્ય હોય તેવા ફિટિકમય ચાર વૃષભ વિકવ્ય, અને ધારાયંત્રની જેમ તેના શીંગડાના અગ્ર ભાગમાંથી નીકળતા જળવડે પ્રભુને સ્નાન કરાવ્યું. પછી ઈદ્ર દેવદૂષ્ય વચથી અંગ લૂછી, ગોશીષચંદનનું વિલેપન કરી, દિવ્ય અલંકારથી અને પુષ્પમાળાઓથી પ્રભુનું અર્ચન કર્યું. પછી વિધિપૂર્વક સ્વામીની આરતી ઉતારી. ઇંદ્ર હર્ષથી ગદ્ગદ્ ગિરાવડે પ્રભુની સ્તુતિ કરવા લાગે.
૧. ચાર દર્પણ ચાર બાજ મૂક્યા છે તે તેમાં ચાર પ્રતિબિંબ પડે અને એક પિતે હેય તે મળીને જેમાં પાંચ રૂપ થાય તેમ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org