Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
[૨૮૧
સગ પ મ ] પ્રભુના સૈન્ય સાથે યુદ્ધ પ્રવર્તેલા સ્લેચ્છો થઈને આ ઉજાગરાનો આરંભ કર્યો છે? હવે આપણે તેઓની ઉપેક્ષા કરવી ચોગ્ય નથી. ઉપેક્ષા કરેલે શત્રુ વિષરૂપ થાય છે, માટે કાકલ પક્ષીઓ જેમ ટીડોને હશે તેમ આપણે તેમને હણી નાખીએ.” આ પ્રમાણે પરસ્પર કહી હાથમાં વિવિધ હથીઆરે લઈ તેઓ શાંતિનાથ ચક્રીના અગ્ર સિન્યની સાથે યુદ્ધ કરવાને પ્રવર્યા. કેઈ મુગરોથી રાફડાની જેમ હાથીઓને મારવા લાગ્યા, કેઈ ગદાથી ઘડાની ઠીબની જેમ રથોને ભાંગવા લાગ્યા, કેઈ બાણ અને વિશૂલથી કુતરાની જેમ અને વધવા લાગ્યા, કેઈ મંત્રવડે શબની જેમ શલ્યથી દિલને ખીલી લેવા લાગ્યા.
આ પ્રમાણે વિચિત્ર રીતે મારતા અને મોટું યુદ્ધ વધારતા તે સર્વ વીર સિંહનાદ કરીને વારંવાર ભુજાફેટ કરવા લાગ્યા. તે દુલલિત કિરાત કોએ વાનરની જેમ ઉછળતા થકા ચક્રવતીના અગ્રસૈન્યને વનની જેમ ભાંગી નાખ્યું. પોતાના અગ્રસન્યનો ભંગ થયેલ જેઈ શાંતિનાથને સેનાપતિ આહુતિવડે આગ્નિની જેમ ભયંકર પ્રજ્વલિત થયે. તત્કાળ યમરાજની જેમ તૈયાર થઈ હાથમાં ખરત્ન ધારણ કરી અને અશ્વરત્નપર બેસી તે કિરાત લેકેની સામે દેડયો. તે વખતે સંયુક્ત થયેલા સેનાપતિ રત્ન, અવરત્ન અને ખરત્ન એ ત્રણ રત્નો જાણે ત્રણ પ્રકારના અગ્નિઓ એકત્ર મળ્યા હોય તેવા દેખાવા લાગ્યા. પાદચારી ગરૂડની જેમ પૃથ્વીને ફાડતે અશ્વરત્ન સેનાપતિના મનની સાથે કિરાત સૈન્યમાં પેઠે. તે વખતે નદીના એઘની પાસે વૃક્ષની જેમ વાર કે દિલ કોઈ પણ કિરાત તેની આગળ ઉભે રહેવાને પણ સમર્થ થઈ શકે નહીં. કોઈ ખાડામાં નૃપાપાત કરવા લાગ્યા, કેઈ વનની કુંજમાં સંતાઈ ગયા, કેઈ ગિરિઓની ગુફામાં પેસી ગયા, કેઈ પાણીમાં ડુબી ગયા, કેઈએ હથીઆરો છેડી દીધા, કોઈએ વસ્ત્ર ઉતારી નાખ્યાં અને કેઈ મુડદાના જેવાનિષ્ટ થઈને પૃથ્વી પર લેટવા લાગ્યા. વૃક્ષોની શાખાની જેમ કેઈના હાથ, ફળની જેમ મસ્તક અને પત્રની જેમ હાથનાં કાંડાં પૃથ્વી પર ત્રુટી પડ્યાં. કેઈના દાંત, કોઈના પગ અને કેઈની તુંબપાત્રની જેમ માથાની પરી તુટી પડી. સેનાપતિ અશ્વરનવડે રણસાગરમાં પ્રવેશ કરતાં જળજંતુઓ જેમ શત્રુઓને શી શી વિપત્તિ ન પ્રાપ્ત થઈ? આ પ્રમાણે સેનાપતિએ ક્ષોભ પમાડેલા કિરાત લેકે ક્ષણ વારમાં પવને ઉડાડેલા રૂની જેમ દશે દિશાઓમાં નાસી ગયા. તેઓ ઘણા
જન સુધી દૂર ગયા પછી એક ઠેકાણે એકઠા મળી ક્રોધ અને લજજાથી પીડિત થઈને વિચાર કરવા લાગ્યા- “અહે! આપણને અકસ્માત શું થયું કે જેથી આ કેઈક વૈતાઢય પર્વતને ઉલ્લંઘન કરીને અહીં આવે! તેમાં પણ એ અસમાન પુરૂષે ઉશ્કેલ સમુદ્ર જેમ પૃથ્વીને આચ્છાદન કરે તેમ અત્યંત સૈન્યથી આપણી પૃથ્વીને આચ્છાદન કરી લીધી! વળી તે સેનાના અંગરૂપ માત્ર કેઈ એક દિલ જેવા ઉદુભટ પુરૂષે આપણે જેવા સુભટ માની અનેક પુરૂષને ક્ષણવારમાં કુટી નાખ્યા! આપણે કે જેઓની ભુજાઓ પરાક્રમથી ઉપસેલી છે તેઓ એક બીજાથી લજજા પામીને હવે પરસ્પર પણ મુખ બતાવવાને સમર્થ થઈ શકતા નથી. હવે B - 36
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org