Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૨૭૮]
શાંતિનાથના પુત્ર ચક્રાયુધને જન્મ [ પર્વ ૫ મું અમૃત સંક્રમાવેલ છે, એવા પિતાના અંગુઠાને ધાવી સુધા સમાવતા અને ધાત્રીઓથી લાલિત થતા પ્રભુ અનુક્રમે વૃદ્ધિ પામવા લાગ્યા જે કે પ્રભુ જન્મથીજ જ્ઞાનવૃદ્ધ છે, તથાપિ તે વિવિધ પ્રકારની બાળકીડા કરવા લાગ્યા; કારણ કે સર્વત્ર સમચિતજ શેભે છે. પ્રભુની સાથે રાજકીડા કરી પોતાના આત્માને મહામૂલ્ય કરવા ઈચ્છતા દેવતાઓ આશાતનાથી બીતા બીતા પ્રભુને રમાડતા હતા. ક્રીડામાં પણ પ્રભુ તેમને નિઃશંક પાદપ્રહાર કરતા નહીં, કારણ કે મહાત્માઓ ગમે તે અવસરે પણ દયાવીર હોય છે. એવી રીતે વિવિધ કીડાઓથી કીડા કરતા શાંતિનાથ પ્રભુ ચાલીશ ધનુષ્ય પ્રમાણ શરીરથી લક્ષમીના ક્રીડાગ્રહરૂપ યૌવનવયને પ્રાપ્ત થયા. પછી વિશ્વસેન રાજાએ શાંતિકુમારને અનેક રાજકન્યાઓની સાથે વિવાહ કર્યો. “મેટી સમૃદ્ધિવાળા પિતાએ પુત્રના વિવાહત્સવ વિના તૃપ્તિ પામતા નથી.” પચીશ હજાર વર્ષની વયે શાંતિકુમારને રાજ્યપર બેસાડી વિશ્વસેન રાજાએ પોતાનું કાર્ય સાધવા માંડયું. પછી શાંતિકુમાર યથાવિધિ પૃથ્વીનું પાલન કરવા લાગ્યા. મહાકાએના અવતાર વિશ્વના પાલનને માટે જ હોય છે.
અચિરાદેવીના કુમાર શાંતિનાથ પિતાની વિવાહિત સ્ત્રીઓની સાથે કીડા કરવા લાગ્યા. અહંત પ્રભુને પણ નિકાચિત ભેગનીય કર્મ અવશ્ય ભેગવવું પડે છે. સર્વ અંતઃપુરમાં મુખ્ય યશમતી નામે તેમને પટ્ટરાણી હતી. એક વખતે તેણે સ્વપ્નમાં અબ્રમાં સૂર્યની જેમ મુખમાં પ્રવેશ કરતું ચક્ર જોયું. તે સમયે દ્રઢરથ મુનિને જીવ સર્વાર્થસિદ્ધિ વિમાનમાં આયુષ્ય પૂર્ણ કરી ચ્યવીને યશોમતીના ઉદરમાં ઉત્પન્ન થશે. નિદ્રામાંથી જાગ્રત થઈ યશોમતીએ તે સ્વપ્નાની વાત પિતાના સ્વામી શાંતિનાથને કહી. ત્રણે જ્ઞાનને ધારણ કરનારા શાંતિનાથ પ્રભુએ કહ્યું કે “હે દેવી! પૂર્વ જન્મમાં દ્રઢરથ નામે મારે એક અનુજ બંધુ હતું. તે સર્વાર્થસિદ્ધિ વિમાનમાંથી ચ્યવને તારા ઉદરમાં અવતરે છે. સમય આવતાં તે પુત્રને તમે જન્મ આપશે. પ્રાતઃકાળમાં મેઘની ગર્જના જેવું પતિનું અમોઘ વચન સાંભળી દેવી યશોમતી હર્ષ પામ્યા, ત્યારથી તેમણે ગર્ભ ધારણ કર્યો. સમય આવતાં જાણે પતિનું પ્રતિબિંબ હેય તેવા સર્વ લક્ષણ સંપન્ન પુત્રને તેણે જન્મ આપ્યું. તે ગર્ભમાં હતા તે વખતે દેવી યમતીએ ચક ચેલું હતું, તેથી તેનું ચકાયુધ એવું પિતાએ નામ પાડ્યું. ત્રણલેકમાં તિલકરૂપ એ ચકાયુધ ધાત્રીઓથી લાલિત થઈ હાથીના શિશુની જેમ વધવા લાગે. અનુક્રમે યુવતીવર્ગનાં લેચનને મેહકારી અને કામદેવના ક્રીડેદ્યાનરૂપ યૌવનવયને તે પ્રાપ્ત થશે. પિતા શાંતિનાથે સ્વયંવર થઈને આવેલી લક્ષ્મી જેવી રૂપલાવણ્ય વડે મનહર અનેક રાજપુત્રીઓની સાથે તેને વિવાહ કર્યો.
નીતિથી રાજ્યનું પાલન કરતાં શ્રીમાન શાંતિનાથને પચીશ હજાર વર્ષો વીતી ગયા. એકદા ઉપપદ શય્યામાં જેમ દેવ ઉત્પન્ન થાય, તેમ શ્રી શાંતિનાથની અશાળામાં વિશાળ
તિએ વ્યાપ્ત એવું ચક્રરત્ન ઉત્પન્ન થયું. પ્રભુએ તેને અઠ્ઠાઈ ઉત્સવ કર્યો. પૂજ્ય મહાશયે પણ જે આચારથી પૂજ્ય હોય તેની પૂજા કરે છે. પછી સાગરમાંથી સૂર્યની જેમ દિગ્વિજ્યની લમીના મુખરૂપ તે ચક્ર અસ્ત્રશાળામાંથી નીકળી પૂર્વ દિશાની સન્મુખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org