Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૨૬૪] મેઘરથનું દેવહાયથી સર્વત્ર ફરવું
[ પ પ મું ઉપાયોથી આપણે ઘણું પ્રાણીઓને છેતર્યા. ચિરકાળ અસંતોષી થઈ ખોટા માન અને બેટા તેલ વિગેરેથી લોકોને ઠગી છેવટે માંહમાંહી કળહ કરનારા આપણને ધિક્કાર છે! તેને પરિણામે આર્તધ્યાનમાં પડેલા આપણે એક બીજાને પરસ્પર હણી મૃત્યુ પામ્યા અને અનેકવાર તિર્યંચનિમાં ઉત્પન્ન થઈને પાપનું ફળ પ્રાપ્ત કર્યું.” આ પ્રમાણે વિચારી રાજાને પ્રણામ કરી તેઓ પિતાની ભાષામાં બેલ્યા-હે દેવ! આજ્ઞા કરે. અમે હવે અમારા આત્માનું હિત શી રીતે કરીએ?” ઘનરથ રાજાએ અવધિજ્ઞાનથી જાણીને કહ્યું–‘તમને અહંત દેવ, સાધુ ગુરૂ અને જીવ દયારૂપ ધર્મનું શરણ થાઓ.” ઘનરથનું એ વચન સ્વીકારી તે બને કુકડા તરતજ અણસણ અંગીકાર કરી મૃત્યુ પામ્યા. ત્યાંથી મૃત્યુ પામીને તેઓ ભૂતરત્ના નામે મોટી અટવીમાં તામ્રશૂલ અને સ્વર્ણચૂલ નામે બે મહદ્ધિક ભૂતનાયક દેવ થયા. પછી અવધિજ્ઞાનથી પૂર્વ જન્મને જાણી વિમાન વિમુવીને તેઓ પિતાના પૂર્વ જન્મના ઉપકારી મેઘરથની પાસે આવ્યા. અને ભક્તિથી મેઘરથને પ્રણામ કરી તેઓ બેલ્યા- “હે સ્વામી! તમારા પ્રસાદથી અમે હાલ વ્યંતરેશ્વર થયા છીએ. અમે અમારાં કરેલાં પાપકર્મથી મનુષ્યમાંથી હાથી, મહિષ , મેંઢા અને પછી કુકડા એવી રીતે ઉત્પન્ન થઈ હાલ પાછા ઉત્કૃષ્ટ જન્મવાળા થયા છીએ. હે નાથ! જે તમે કુકડાના જન્મમાં શરણરૂપ ન થયા હતા તે પ્રતિદિન અસંખ્ય કીડાનું ભજન કરનારા અમે કેવીએ ગતિમાં જાત? માટે હવે પ્રસન્ન થાઓ, અમારી ઉપર અનુગ્રહ કરો, અને જે કે તમે જ્ઞાનથી પૂર્વે જાણ્યું છે તથાપિ આ વિમાન પર આરૂઢ થઈ બધી પૃથ્વીનું અવકન કરો.” આવી રીતે તેમણે પ્રાર્થના કરી, એટલે દાક્ષિણ્યતાના ક્ષીરસાગર જેવા મેઘરથ પરિવાર સહિત તેમના વિમાનમાં આરૂઢ થયા. વિમાન આકાશમાર્ગે મનની જેવા વેગથી ચાલવા લાગ્યું. તે વખતે તેઓ પૃથ્વી પર જે જે દર્શનીય વસ્તુ આવે તે તે આંગળીથી બતાવી કહેવા લાગ્યા–“જુઓ, આ પિતાની વૈડુર્ય મણિમય પ્રભાથી દિશાઓના મુખને દુર્વાકુરિત કરતી જણાય છે તે ચાલીશ પેજન ઉંચી મેરૂગિરિની ગુલિકા છે. તેની ચારે દિશાઓમાં જે આ અર્ધ ચંદ્રકાર શિલાઓ છે તે અહંતના જન્માભિષેક જળથી પવિત્ર અને સિંહાસનથી અંકિત થયેલી છે. આ શાશ્વત અહંતનાં ઉંચાં ચિત્ય છે અને તેમાં રહેલા અતબિંબના પૂજનમાં જેનાં પુષ્પ કૃતાર્થ થાય છે તે આ પાંડુક નામે વન છે. આ છ વર્ષધર પર્વત છે. તેની ઉપર આ છ પવિત્ર જળવાળ દ્રહ છે; જેમાંથી નીકળેલી પૃથ્વીતળના સેંથા જેવી આ ચૌદ મહાનદીઓ છે. વિદ્યાધરની સમૃદ્ધિ વડે ભરપૂર અને પિતાપિતાના ક્ષેત્રાર્ધની મર્યાદાની શિલાભીંત જેવા આ વૈતાઢય પર્વત છે. તેઓના કૂટ ઉપર શાશ્વત પ્રભુની પ્રતિમા સહિત આ સિદ્ધચૈત્ય છે. ઉંચા જાલકટકવડે શેભતી અને વિદ્યાધરોની વિલાસભૂમિ આ જંબુદ્વીપની વયાકારે રહેલી જગતી છે. મઘર અને જુડ વિગેરે જળચર છનું મોટું નિવાસસ્થાન આ લવાદધિ છે. કાળા સમુદ્રથી વીંટાયેલ આ ધાતકીખંડ
૧. કટ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org