Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૪થો] મૃત્યુ પામી બન્ને કુકડાનું મહર્ષિક ભૂતનાયક દેવ થવું [૨૬૩ સુધીમાં મારા પુત્ર ઉપર સર્વ પૃથ્વીને ભાર મૂકી તમારા ચરણકમળમાં દીક્ષા લેવાને હું પાછો ન આવું ત્યાં સુધી અહીં બીરાજશે.” “ધર્મકાર્યમાં પ્રમાદી થવું નહિ” એમ પ્રભુએ કહ્યું, એટલે રાજા અભયઘોષે ઘેર આવી પિતાના બંને પુત્રોને જૂદું જુદું કહ્યું-“હે વત્સ વિજય! આ ક્રમાગત રાજ્યને તું ગ્રહણ કરઅને હે વત્સ વૈજયંત! હું વિજયનું યૌવરાજય સ્વીકાર. હું શ્રી અનંતનાથ પ્રભુની પાસે દીક્ષા લઈશ કે જેથી મારે ફરીવાર આ અતિ ગહન સંસારમાં આવવું પડે નહીં.” પુત્રો બેલ્યા–“પૂજ્ય પિતા! જેમ તમે આ સંસારથી ભય પામ્યા છે, તેમ અમે પણ તમારા પુત્રો આ સંસારથી ભય પામ્યા છીએ; માટે અમે પણ દીક્ષા ગ્રહણ કરશું, કારણ કે દીક્ષા લેવાથી આ લેકમાં તમારી સેવા અને પરલોકમાં એક્ષપ્રાપ્તિ એ બે ફળ અને પ્રાપ્ત થશે.” “પુત્રો ! તમને સાબાશ છે” એમ બોલતા રાજાએ માટી ઉદારતાથી પિતાનું વિસ્તારવાળું રાજ્ય કોઈ બીજાને આપી દીધું અને પિતાના બન્ને પુત્રોને સાથે લઈ પિતે શ્રી અનંતનાથ પ્રભુની પાસે ગયા. ત્યાં સર્વ સંઘની સમક્ષ તેમણે દીક્ષા ગ્રહણ કરી. તે ત્રણે રાજમુનિઓમાં અભયશેષે અતિ ઉગ્ર તપ કરી વીશ સ્થાનકને આરાધી તીર્થંકરનામ ગોત્ર ઉપાર્જન કર્યું. આયુ પૂર્ણ થતાં તે ત્રણે કાળ કરી અશ્રુત દેવલેકે બાવીશ સાગરોપમના આયુષ્યવાળા દેવતા થયા.
આ જંબુદ્વિપના પૂર્વ મહાવિદેહના આભૂષણ જેવા પુષ્કલાવતી નામના વિજયમાં પંડરીકિણી નામે નગરી છે. તે નગરીમાં હેમાંગદ નામે રાજા છે. ઇદ્રની જેમ તેને વજુમાલિની નામે પ્રિયા છે. અમૃત દેવકમાંથી ચ્યવી અભયઘોષને જીવ તે વામાલિનીના ઉદરમાં અવતર્યો. સમય આવતાં વજમાલિનીએ ચૌદ મહાસ્વપ્નાએ જેને તીર્થકરમહિમા સૂચવ્યું છે એવા એક પુત્રને જન્મ આપે. ઇંદ્રાદિકે આવી તેમને જન્માભિષેક કર્યો. પિતાએ ઘરથ નામ પાડયું. તે ઘનરથ તીર્થંકર થઈ અદ્યાપિ ગૃહવાસમાં રહી પૃથ્વીને પાવન કરે છે. તમે વિજય અને વૈજયંતના જીવ દેવકથી ચવીને ચંદ્રતિલક અને સૂર્યતિલક નામે વિદ્યાધર થયા છે. આ પ્રમાણે પિતાના પૂર્વ ભવને સાંભળી તેઓ ઘણુ પ્રસન થયા. પછી તે મુનિને નમસ્કાર કરી પિતાના પૂર્વ જન્મના પિતા જે તમે તેને જેવાને તેઓ ભક્તિથી અહીં આવેલા છે. હે સ્વામી! તેમણે કૌતુકથી આ કુકડામાં પ્રવેશ કરીને તેનું યુદ્ધ કરાવ્યું છે, તે તમારા દર્શનના ઉપાય રૂપ છે. અહીંથી તેઓ ભેગવદ્ધન નામે ગુરૂની પાસે જઈ દીક્ષા લઈ કમને ક્ષય કરીને મોક્ષપદને પામશે.” આ પ્રમાણેને વૃત્તાંત સાંભળી પૂર્વની જેમ પિતાને પુત્રપણે માનનારા તેઓ પ્રગટ થઈ ઘનરથ રાજાને નમી પિતાના ઘર તરફ ગયા.
આ સર્વ વૃત્તાંત સાંભળી તે કુકડાઓ જાતિસ્મરણ પામવાથી વિચાર કરવા લાગ્યા કે અહે! આ સંસાર આવા કલેશનું કારણ છે. પૂર્વ જન્મમાં વણિક થઈને આપણે કાંઈ પણ ઉપાર્જન કર્યું નહીં. બીજું તે દૂર રહ્યું, પણ જે મનુષ્યજન્મ પુનઃ મળ અતિ દુર્લભ છે તે આપણે નિષ્ફળ બેઈ નાંખે. અહા ! તે જન્મમાં લુબ્બકની જેવા લુબ્ધ થઈ અનેક
૧. જાળ નાખનાર–પાસ પાથરી પશુ પક્ષીઓને પકડનાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org