Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
[૨૬૧
સગ ૪ થે]
બે કુકડાને પૂર્વભવ કરવા લાગ્યા. એક વખતે તે જુદા જુદા યૂથના ચૂથપતિ હાથી ફરતાં ફરતાં બિંબપ્રતિબિંબની જેમ પરસ્પરને જોતાં જોતાં એકઠા થઈ ગયા. તે સમયે પૂર્વ જન્મના રોષથી દાવાનળવાળા બે પર્વતે હોય તેમ તેઓ વેગથી પરસ્પરનો વધ કરવાને દોડ્યા. ઘણીવાર સુધી દાંતે દાંત અને સુઢ સું યુદ્ધ કરી જન્માંતરમાં યુદ્ધ કરવા માટે હોય તેમ તે બંને એકી સાથે મૃત્યુ પામ્યા.
ત્યાંથી મરણ પામીને જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં અયોધ્યા નગરીને વિષ ઘણી મહિષીરૂપ ધનવાળો નંદિમિત્ર નામે એક પુરૂષ હતું, તેના અતિ પ્રિય અને મહિષીના ચૂથમાં તેઓ હાથીના બચ્ચાની જેવા પુષ્ટ અંગવાળા બે ઉત્તમ મહિષ થયા. તે મહિષ તે નગરીના શવંજય રાજાની દેવાનંદ રાણીના ઉદરમાં ઉત્પન્ન થયેલા ધનસેન અને નંદિપેણ નામના બે કુમારોના જોવામાં આવ્યા; એટલે તે અયાના રાજકુમારોએ કૌતુકથી તે ગર્વિષ્ટ અને યમરાજના જેવા મહિને પરસ્પર બઝાડયા. ત્યાં ચિરકાળ યુદ્ધ કરી તેઓ મૃત્યુ પામીને તે નગરીમાં કાળ અને મહાકાળી નામે દઢ અંગવાળા મેંઢા થયા. દૈવયોગે એક ઠેકાણે મળવાથી તે પૂર્વના વૈરી ચિરકાળ યુદ્ધ કરી મૃત્યુ પામીને આ સમાન બળવાળા બે કુકડા થયેલા છે. પૂર્વે પણ તેમાંથી કેઈ એકએકથી જીતાયે નથી, કારણ કે તેઓ સમાન પરાક્રમી છે. તેવી રીતે હમણાં પણ કોઈનાથી કઈ જીતાશે નહીં.” તે વખતે મેઘરથે કહ્યું
આ કુકડા કેવળ પૂર્વ વૈરવાળા છે, એટલું જ નહીં પણ તેઓ વિદ્યાધરોથી અધિછિત છે તેથી પરસ્પર આમ યુદ્ધ કરે છે.” પછી રાજા ઘનારથે ભ્રકુટી નમાવીને તે કહેવાની પ્રેરણા કરી, એટલે મેઘરથે અંજલિ જેડી આ પ્રમાણે તે વૃત્તાંત કહી બતાવ્યું.
આ જબૂદ્વીપના ભરતક્ષેત્રમાં વૈતાઢય પર્વતની ઉત્તર શ્રેણિમાં સ્વર્ણનાભ નામના નગરને વિષે ગરૂડની જેવા પરાક્રમવાળો ગરૂડેગ નામે રાજા હતો. તેને પાપ વિનાની ધૃતિષેણ નામે રાણી હતી. તેણે પિતાના ઉલ્લંગમાં રહેલા સૂર્યચંદ્રના સ્વપ્નાએ સૂચિત ચંદ્રતિલક અને સુરતિલક નામના બે કુમારને જન્મ આપ્યો. યૌવનવયને પ્રાપ્ત થતાં તે કુમારો એક વખત મેરૂ પર્વતના શિખર ઉપર શ્રીમાન શાશ્વત અહતની પ્રતિમાને વંદન કરવા ગયા. ત્યાં જિનવંદન કરીને કૌતુકથી ફરતા હતા, તેવામાં સુવર્ણની શિલા ઉપર બેઠેલા સાગરચંદ્ર નામે એક ચારણમુનિ તેમના જોવામાં આવ્યા. પ્રદક્ષિણાપૂર્વક તે મુનિને વંદના કરીને અંજળી જોડી તેમની આગળ બેસી તેઓ ધર્મદેશના સાંભળવા લાગ્યા. દેશનાને અંતે નમસ્કાર કરીને તેઓ બેલ્યા-“ભગવાન ! સારે ભાગ્યે અજ્ઞાનરૂપી અંધકારવડે પીડિત એવા અમને આપ દીપકની પેઠે પ્રાપ્ત થયા છે, માટે હે પ્રભુ! અમારા પૂર્વ ભવોનું સ્વરૂપ કહે. તમારા જેવા મહાત્માનું જ્ઞાન સૂર્યના ઉદયની જેમ પરોપકારને માટે છે.” મુનિવર્ય બેભા-“ધાતકીખંડ દ્વીપમાં પૂર્વ ઐરાવત ક્ષેત્રને વિષે વજપુર નામે નગર છે. તેમાં સર્વ જીવને અભય આપવાને ઘેષ કરનાર અભયઘોષ નામે રાજા હતા. તેને સુવર્ણતિલકા નામે પ્રિયા હતી, તેનાથી વિજય અને જયંત નામે બે પુત્ર થયા. તેઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org