Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સર્ગ ૪ ] મેઘરથ અને દ્રઢરથના લગ્ન
[૨૫૯ કોઈ પણ સૈનિકે ઊભા રહી શક્યા નહીં. બે હાથવડે શેરડીના વાડાની જેમ તેઓએ સન્યરૂપ વનનું મથન કરવા માંડ્યું. તે જોઈને સુરેંદ્રદત્ત યુવરાજ સહિત તેમની સામે યુદ્ધ કરવાને દેડો. સુરેંદ્રદત્ત મેઘરથ સાથે અને યુવાન યુવરાજ દ્રઢરથની સાથે યુદ્ધ કરવા લાગ્યા. તેઓ પરસ્પર એકબીજાનાં શસ્ત્રો છેદવા લાગ્યા અને અસ્ત્રો બાધિત કરવા લાગ્યા. તે વખતે તે ચારે જણા રણાંગણમાં લેકપાળની જેવા ભવા લાગ્યા. પછી કરામ્ફોટ કરતા અને પરસ્પર તિરસ્કાર કરતા તેઓ બંધને જાણનારા સર્ષની જેમ ભુજા યુદ્ધથી યુદ્ધ કરવા લાગ્યા. તે મહા પરાક્રમી ચારે વીર ભુજારૂપ શિખરને તિરછી રીતે ઉંચા કરવાથી જાણે ગજદતવાળા પર્વત હોય તેવા ક્ષણવાર યુદ્ધભૂમિમાં દેખાવા લાગ્યા. એમ યુદ્ધ કરતાં છેવટે મેઘરથ અને દ્રઢરથ કુમારોએ ક્ષણવારમાં તેમને ખેદ પમાડીને વનના હાથીની જેમ બાંધી લીધા. પછી તે દેશમાં સ્વદેશની પઠે પિતાની આજ્ઞા ફેલાવીને બંને કુમાર પ્રસન્ન પણે ત્યાંથી ચાલી સુમંદિરપુર સમીપે આવ્યા. તેમના આવવાની ખબર સાંભળી રાજા નિહતશત્રુ તત્કાળ સામે આવ્યા. “બીજા સાધારણ અતિથિને પણ માન આપે તે આવા અતિથિને માટે તે શું કહેવું?” રાજાએ તેમને આલિંગન કરી શિર ઉપર ચુંબન કર્યું, અને અહમિંદ્રની જેમ સુખાદ્વૈતને અનુભવવા લાગ્યો. પછી શુભ લગ્નમાં પ્રિય મિત્ર અને મનેરમા નામે પિતાની બે મોટી કન્યાઓને મેઘરથની સાથે વિધિપૂર્વક પરણાવી અને રાજાએ જેનાં ચરણકમળ ધેયાં છે એવા દ્રઢરથની સાથે ત્રીજી નાની કન્યા સુમતિને પરણાવી. મોટી સમૃદ્ધિથી યથાર્થ વિવાહ કર્યા પછી રાજાએ મોટા માનપૂર્વક વિદાય કરેલા તેઓ પિતાની નગરી તરફ ચાલ્યા. માર્ગમાં સુરેદ્રદત્ત રાજાને તેના યુવરાજ સહિત પૂર્વવત્ તેના રાજ્યપર બેસાડીને પિતાની નગરીમાં આવ્યા. તે મહાભુજ વિરે જાણે ઈંદ્ર અને ઉપેન્દ્ર પ્રીતિયોગથી એક ઠેકાણે મળ્યા હોય તેમ પિતાની પ્રિયા સાથે અનેક પ્રકારના ભેગ ભેગવવા લાગ્યા. કેટલેક કાળ ગયા પછી મેઘરથની પત્ની પ્રિય મિત્રાએ નંદીષેણ નામે અને બીજી પત્ની મનેરમાએ મેઘસેન નામે પુત્રને જન્મ આપે. દ્રઢરથની પત્ની સુમતિએ પણ ઉત્તમ ગુણરતના રોહણાચળ રૂપ રથસેન નામના એક પુત્રને જન્મ આપે.
એક વખતે રાજા વનરથ અંતઃપુરમાં યુથપતિ હાથીની જેમ સ્ત્રીઓ પુત્ર અને પૌત્રોથી વીંટાઈ વિવિધ વિનદ કરતું હતું, તેવામાં સુરસેના નામે એક ગણિકા હાથમાં કુકડે લઈ ત્યાં આવીને વિજ્ઞપ્તિ કરવા લાગી કે “હે દેવ! આ મારે કુકડે પોતાની જાતિમાં મુગટરત્ન સમાન છે. તે કોઈ બીજા કુકડાથી કદિપણ છતા નથી. જે કોઈ બીજાને કુકડે આ કુકડાને જીતે તે હું તેને તેના પણમાં એક લાખ દીનાર આપું. હે પ્રભુ! જે કઈ બીજાની પાસે આવે કુકડે હોય તે તે મારી પ્રતિજ્ઞા પુર્ણ ભલે તેડી પાડે.” તે વખતે દેવી મને રમાએ કહ્યું- આ પ્રમાણેના પણુથી મારા કુકડાની સાથે આ કુકડાનું યુદ્ધ થાઓ.” રાજાએ તે વાત સ્વીકારી, એટલે દેવી મને રમાએ વાતુંડ નામને પિતાના કુકડાને દાસીની સાથે મંગાવ્યો, પછી બંને કુકડાને પેદળની જેમ મેદાનમાં ખડા કર્યા, એટલે વિચિત્ર ગતિ કરતા અને નાચતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org