Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૨૫૮]. દઢરથ તથા મેઘરથને સુરેન્દ્રદત્તરાજા સાથે થયેલ યુદ્ધ [ પ પ મું પર્વતની નદીઓની સત્યરૂને નેહ વારંવાર બંધાતા સંબંધોથી હમેશાં વૃદ્ધિ પામે છે.” મંત્રી બે-“હે દેવ! કોઈ ઉત્તમ જોષીને બોલાવી માંગળિક કાર્યમાં ઉચિત એવું લગ્ન બતાવે, અને શરીરશોભાથી કામદેવ જેવા તમારા બંને કુમારોને તે કન્યાના વિવાહના મિષથી ત્યાં મોકલે. અમારા સ્વામી ઉપર એટલે અનુગ્રહ કરો.” તે જ વખતે જોષીને બોલાવી લગ્નને નિશ્ચય કરી બંને કુમારોને ત્યાં જવાની આજ્ઞા આપીને રાજાએ મંત્રીને વિદાય કર્યો. મંત્રી ખુશી થતો શીધ્ર સુમંદિરપુરમાં આવ્યું, અને નિહતશત્રુ રાજાને એ વૃત્તાંત કહીને હર્ષિત કર્યો.
પછી રાજા ઘનારથે મૂર્તિમાન કામદેવ હેય તેવા દરથ સહિત મેઘરથને સુમંદિરપુર તરફ રવાને કર્યો. સામંત, મંત્રી, તેનાથી વિંટાયેલા બંને ભાઈ સરિતાના પુરની જેમ નિવિદને ચાલ્યા. કેટલાક પ્રયાણ કરી મર્યાદા પાળવામાં સાગરરૂપ તેઓ સુરેંદ્રદત્ત રાજાના દેશના સીમાડામાં આવ્યા. તે વખતે રાજા સુરેંદ્રદત્તે શિક્ષા આપીને મોકલેલા એક તે આવી મેઘરથને ગર્વિષ્ટ વચનેવડે આ પ્રમાણે કહ્યું- “અમારા સ્વામી સુરેંદ્રદત્ત સુરેન્દ્રના જેવા પરાક્રમી છે. તેઓએ કહ્યું છે કે તમારે અમારા દેશની મધ્યમાં થઈને જવું નહીં; તેથી આ દેશને સીમાડો છોડી બીજે માર્ગે જાએ. કેમકે મૃગપતિના માર્ગમાં મૃગની ગતિ ક્ષેમકુશળ થતી નથી.” આવાં ડૂતનાં વચન સાંભળી પુરૂષોમાં શ્રેષ્ઠ એવા મેઘરથે કહ્યું“અમારે આ માર્ગ સરળ પડે છે, તો તેને કેમ ત્યાગ થાય? નદી ખાડા પૂરે, વૃક્ષ ઉમેલે, ઉંચી ભૂમિ છેદી નાખે તથાપિ પિતાને માગ છોડતી નથી, માટે અમે આ સરલ માથીજ જઈશું, તેથી જે તારો સ્વામી સરલ નથી તે ભલે પિતાની શક્તિ બતાવે.” મેઘરથનાં આ સર્વ વચને ફતે જઈને સુરેંદ્રદત્ત રાજાને કહ્યાં. તે સાંભળી જેણે હાકોટા સાંભળ્યા હોય તેવા હાથીની જેમ ધમેલા તાંબાની જેવાં રાતાં નેત્ર કરી સુરેંદ્રદત્તે યુદ્ધને માટે ભંભાનાદ કરાવ્યું. હાથી, સ્વારે, પદળો અને રથિકનું મેટું સૈન્ય યુદ્ધ કરવાને એકઠું થયું. સુભટેની ભુજાના આટથી, ધનુષ્યના ટંકારોથી, ઘોડાના હેષારવથી, રથના ચિત્કારથી, હાથીઓની ગજેનાથી, ઉંટના ઘંઘાટથી, ખચ્ચરોના અવાજેથી અને રણવાદના નાદથી ક્ષણમાં સર્વ જગતને બધિર કરતો સુરેંદ્રદત્ત રાજા સર્વ બળથી મેઘરથનું રણતિશ્ય કરવાની ઈચ્છાએ સામે આવ્યો. અંધકારને નાશ કરતા સૂર્યની જેમ મેઘરથ અને દઢરથ કુમાર યુદ્ધને માટે જેત્રરથમાં આરૂઢ થયા. શંકુ, શલ્ય, ચક્ર, પ્રાસ, દંડ, ગદા, તીર, મુગલ, નારાજ અને વિશિખ તેમજ પાષાણ અને લેહના ગેળા, કરથી અને યંત્રોથી સર્વ સૈનિકે અસ્ત્રોના જાણે મેઘ હોય તેમ બંને સિન્યમાં વર્ષાવવા લાગ્યા, તે વખતે બંને સિન્યમાં એ ઘાટે શપાત થયે કે બેચરની સ્ત્રીઓને યુદ્ધદર્શન કરવામાં વિશ્વકારી થઈ પડ્યો. સમુદ્રમાં જળજંતુઓથી જળતંતુની જેમ યુદ્ધમાં અસ્ત્રોથી અસ્ત્રો અને રોથી રથ ભાંગવા લાગ્યા. જેમના વેગ અમ્મલિત છે એવા શત્રુઓએ પવનથી વનની જેમ બંને કુમારનું સૈન્ય ભગ્ન કરી દીધું. પછી અતિ ભુજપરાક્રમવાળા બને વીરે ક્રોધ કરી મોટા સરોવરમાં હાથી પેસે તેમ શત્રુના સૈન્યમાં પિઠા. તે વખતે ઉછળેલા સમુદ્રની જેમ અસ્ત્રરૂપ ઉર્મિવડે શોભતા તે બંને વિરેને અલના કરવાને શત્રુઓના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org