Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૪ ] એક પક્ષીના રક્ષણ માટે મેઘરથે શરીર ત્યાગ કરવાની કરેલ તૈયારી [૨૬૯ દેહનું તાજું માંસ તને આપું છું.' બાજ પક્ષીએ તેમ કરવા કબુલ કર્યું, એટલે રાજાએ તાજવું મંગાવી એક તરફ કપતને અને બીજી તરફ પિતાનું માંસ છેદી છેદીને મૂકવા માંડયું. જેમ જેમ માંસને ઉતરડી ઉતરડીને રાજા મૂકવા લાગ્યા તેમ તેમ કપોત ભારમાં વધવા લાગે. કપોતને ભારમાં વધતે જોઈ અતુલ સાહસવાળે રાજા પિતાનું બધું શરીર લઈને તાજવામા બેઠે. જ્યારે રાજા તુલાપર અધિરૂઢ થયા ત્યારે તે જોઈને સર્વ પરિવાર હાહાકાર શબ્દથી આકુળવ્યાકુળ થઈ સંશયરૂપ તુલાપર આરૂઢ થઈ ગયે. સામંત, અમાત્ય અને મિત્ર રાજા પાસે આવીને કહેવા લાગ્યા–“અરે પ્રભુ! અમારા અભાગે તમે આ શું આરં.
હ્યું છે? આ શરીરવડે તમારે બધી પૃથ્વીનું રક્ષણ કરવું જોઈએ તો માત્ર આ એક પક્ષીના રક્ષણને માટે શરીરને કેમ ત્યાગ કરો છે? અથવા આ પક્ષી કેઈ માયાવી દેવ કે દાનવ હેવો જોઈએ, કારણ કે સામાન્ય પક્ષીમાં આટલે બધો ભાર સંભવે નહીં.” આ પ્રમાણે તેઓ કહેતા હતા, તેવામાં મુગટ કુંટળ અને માળાને ધારણ કરનાર કોઈ દેવતા જાણે તેજનો રાશિ હોય તે પ્રગટ થયે અને બે -“હે વૃદેવ! પુરૂષોમાં તમે એકજ પુરૂષ છે કે જે વસ્થાનથી મેરૂપર્વતની જેમ પોતાના પુરૂષાર્થથી ચળિત થયા નહીં. ઈશાનંદ્ર પિતાની સભામાં તમારી પ્રશંસા કરતા હતા તે મારાથી સહન થઈ નહીં, તેથી તમારી પરીક્ષા કરવાને હું અહીં આવતું હતું, તેવામાં પૂર્વ જન્મના વૈરથી આ બે પક્ષીને યુદ્ધ કરતાં મેં જોયાં, એટલે તેમાં હું અધિષિત થયે હતે, માટે આ સર્વ મારો અપરાધ ક્ષમા કરે.” આ પ્રમાણે કહી રાજાને સજજ કરી તે દેવ સ્વર્ગમાં ગયો. તે વખતે સામંત વિગેરે વિસ્મય પામી રાજાને પૂછવા લાગ્યા–“એ બાજ પક્ષી અને પારાવત પક્ષી પૂર્વ જન્મમાં કોણ હતા? તેમને વૈર થવામાં છે હેતુ હતો? અને આ દેવ પૂર્વ ભવમાં કેણ હતો? તે કહે.” રાજાએ અવધિજ્ઞાનવડે જાણીને તેમનું વૃત્તાંત કહેવા માંડયું.
આ જંબુદ્વીપમાં ઐરાવત ક્ષેત્રના મંડનરૂપ-પખંડ જેવું પવિનીખંડ નામે એક નગર છે. તે નગરમાં સંપત્તિથી સાગર જે સાગરદત્ત નામે શ્રેષ્ઠી હતો. તેને વિજયસેના નામે એક નિર્દોષ સ્ત્રી હતી. તેમને ધન અને નંદન નામે બે પુત્ર થયા. અનુક્રમે વૃદ્ધિ પામતા તેઓ યૌવનવયને પામ્યા. પિતાની સમૃદ્ધિથી ઉદ્ધત એવા તેઓ વિવિધ કીડાવડે વિહાર કરતાં કાળ નિર્ગમન કરવા લાગ્યા. એક વખતે તેઓએ પોતાના પિતા સાગરદત્તને કહ્યું- હે તાત! વ્યાપાર કરવાને માટે દેશાંતર જવાની આજ્ઞા આપો. હર્ષ પામેલા પિતાએ તેમને આજ્ઞા આપી. “પુત્રને પ્રથમ ઉઘોગ પિતાના હર્ષને માટે થાય છે.” વિવિધ કરિયાણા લઈને તે મેટા સાર્થથી સાથે ચાલ્યા. અનુક્રમે નાગપુર નામે એક મોટા નગરમાં આવ્યા. ત્યાં વ્યાપાર કરતાં તેઓને બે શ્વાન વચ્ચે એક ભક્યની જેમ એક મોટા મૂલ્યનું રત્ન પ્રાપ્ત થયું. તે રત્નને માટે તેઓ ક્રોધ કરી દર્દીત વૃષભની પેઠે શંખનદીને કાંઠે આવીને માંહોમાંહે યુદ્ધ કરવા લાગ્યા. યુદ્ધ કરતાં કરતાં તેઓ એક અગાધ ધરામાં પડયાં અને મૃત્યુ પામી ગયા. લાભ કેને મૃત્યુને માટે ન થાય ત્યાંથી મૃત્યુ પામી તે બંને બંધુ આ પક્ષીરૂપે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org