Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સ૫ મે ]
પ્રભુએ લીધેલ દીક્ષા
| ૫૧
કહીને તેએ સ્વગ માં ગયા. પછી દાન દેવામાં ચિંતામણિ તુલ્ય અને દીક્ષાગ્રહણના મહાત્સવમાં ઉત્કંઠાવાળા એવા સુપાર્શ્વ સ્વામીએ એક સંવત્સર સુધી દાન આપ્યું. વાર્ષિક દાનને અ ંતે આસને ચિલત થવાથી ઇંદ્રોએ આવીને પ્રભુના દીક્ષાભિષેક કર્યાં. પછી મેાક્ષગામી પ્રભુ વિવિધ રત્નાથી મનેહુર એવી મનેાહરા નામની શિખિકા ઉપર આરૂઢ થયા. સુર, અસુર તથા નરેશ્વરાએ અનુસરેલા ભગવંત સહસ્રામ્રવન નામે ઉત્તમ ઉપવનમાં પધાર્યા. ત્યાં આવીને ત્રણ જગના ભૂષણરૂપ પ્રભુએ આભૂષણાદિક સર્વ છેડી દીધુ' અને સ્કંધ ઉપર ઇંદ્રે આરેપણુ કરેલુ દેવદૃષ્ય વસ્ત્ર ધારણ કર્યું. જેઠ માસની શુકલ ત્રયેાદશીએ અનુરાધા નક્ષત્રમાં દિવસના પાછલા ભાગે એક સહસ્ર રાજાએની સાથે પ્રભુએ છઠ્ઠું તપ કરીને દીક્ષા લીધી. તે વખતે તરતજ ચેાથુ' મન:પર્યવ જ્ઞાન ઉત્પન્ન થયુ, અને ક્ષણવાર નારકીઓને પણ સુખ થયું.
ખીજે દિવસે પાટલીખંડ નગરમાં મહેદ્ર રાજાને ઘેર પ્રભુએ પરમ અન્નથી પારણુ કર્યું, દેવતાએાએ તે ઠેકાણે ધનની વૃદ્ધિ કરવા વિગેરે પાંચ દિન્યા પ્રગટ કર્યાં. મહેન્દ્ર રાજાએ જયાં પ્રભુ ઊભા રહ્યા હતા ત્યાં રત્નમય પીઠ કરાવ્યુ`, પર્વતના હસ્તીની જેમ પરિષùાની સેનાના તાપના જય કરતા, શરીરમાં પણુ આકાંક્ષાએ રહિત, સુવણુ અને તૃણુમાં સમાન ભાવ રાખનારા, એકાકી, મૌનધારી, એકાંત દષ્ટિ દેનારા, વિવિધ પ્રકારના અભિગ્રહમાં તત્પર, ભૂમિપર નહી’ બેસનારા, નિય, સ્થિર, વિવિધ પ્રકારે કાર્યોત્સર્ગ કરનારા, છદ્મસ્થ અને ધ્યાનમાં તત્પર એવા જગત્પતિ પ્રભુએ નવ માસ સુધી પૃથ્વીપર વિહાર કર્યાં વિહાર કરતા કરતા ફીને સહસ્રામ્ર વનમાં આવ્યા. ત્યાં છš તપ કરીને શિરીષ વૃક્ષની નીચે પ્રતિમા ધારીને સ્થિર રહ્યા. બીજા શુકલ ધ્યાનને અંતે વતા જગદૃગુરૂએ જાણે સ`સારના મસ્થળ હોય તેવા ઘાતીકને નાશ કર્યાં, જેથી ફાગણ માસના કૃષ્ણ પક્ષની ષષ્ટીને દિવસે ચંદ્ર વિશાખા નક્ષત્રમાં આવતાં સુપાર્શ્વ સ્વામીને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું.
સુર અને અસુરાના ઇંદ્રોએ તત્કાળ ત્યાં આવી સેવકાની જેમ પ્રભુને દેશના દેવા માટે સમવસરણુ રચ્યું. જગદ્ગુરૂ ભગવંતે માદ્વારની જેમ પૂદ્વારની તેમાં પ્રવેશ કર્યાં. અને સુરનરાર્દિકે એ પણ યથાયેાગ્ય દ્વારથી પ્રવેશ કર્યાં. ત્યાં પૃથ્વીમાં કલ્પવૃક્ષરૂપ પ્રભુએ ચારસે ધનુષ્ય અધિક એક કાશ ઊંચા એવા ચૈત્યવૃક્ષને પ્રદક્ષિણા કરી, અને પછી અતિશયેાથી શે।ભતા એવા જગત્પતિ ‘તીર્થાય નમઃ” એમ કહીને ઉત્તમ સિહુાસન ઉપર બેઠા. પૃથ્વી. દેવીએ સ્વપ્નામાં જેવા સપ દીઠા હતા તેવા સર્પ જાણે ખીજુ` છત્ર હાય તેમ પ્રભુના મસ્તક ઉપર વિધુર્યાં. ત્યાંથી માંડીને તે પ્રભુને ખીજા પણ સમવસરણેામાં એક' ફણાવાળા, પાંચ ફણાવાળા, અથવા નવ ફડ્ડાવાળા નાગ થયેલે છે. પ્રભુના મેટા પ્રભાવથી દેવતાઓએ મીજી ત્રણ દિશાઓમાં પણ પ્રભુની જેવાજ પ્રતિબિ ંબે વિકર્યાં. ચતુવિધ સ ંધ પણ યથાયેાગ્ય સ્થાને આવીને બેઠા, કારણકે સભાની અંદર સામાન્ય માણુને પણ સ્થાનભ્યત્યય થતા નથી. પછી સૌધ કલ્પના ઇંદ્ર પ્રભુને પ્રણામ કરી, મસ્તક ઉપર અંજલિ જોડી નીચે પ્રમાણે સ્તુતિ કરવાના આરભ કર્યાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org