Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
[૧૯૧
સગ૭ ]
મહેન્દ્રસિંહનો અટવીમાં પ્રવેશ આ દેખાવ જોઈ કુમારના મિત્ર મહેંદ્રસિંહે નમસ્કાર કરી અશ્વસેન રાજાને વિજ્ઞપ્તિ કરી કે “હે દેવ ! આ દૈવની દુર્ઘટ ઘટના જુ. કયાં કુમાર ! કયાં આ દૂરદેશી અશ્વ ! ક્યાં શીલ જાણ્યા વગરના તે અશ્વ ઉપર તેનું ચઢવું! કયાં તે દુષ્ટ અશ્વથી કુમારનું હરણ! અને કયાં રજની દષ્ટિમાર્ગને આછાદન કરનારી આ વાવલી ! તથાપિ એક સામંતરાજાની પેઠે તેવા દૈવને છતી આપ સ્વામીની જેવા તે મારા મિત્રને હું શોધી લાવીશ. હે પ્રભુ! પર્વતની ગુફાઓમાં અને તેના ઉંડા શિખરોમાં, ઘાટી વૃક્ષઘટાથી દુર્ગમ એવી અટવીઓમાં, પાતાળની જેવા નદીઓના કોતરોમાં, નિજન પ્રદેશમાં અને બીજા દેશોમાં અલેપ પરિવાર સાથે વા એકાકીપણે કુમારની શોધ કરવી મને સહેલ પડશે. આ૫ મહારાજા જ્યાં ત્યાં સિન્ય લઈ શોધવા જશે તે નાની શેરીમાં ગજેંદ્રના પ્રવેશની પેઠે ઘણું મુશ્કેલ પડશે.” આ પ્રમાણે વારંવાર કહી ચરણમાં પડી મહેંદ્રસિંહે અશ્વસેન રાજાને પાછા વાળ્યા; એટલે તે દુઃખીપણે પોતાના નગરમાં આવ્યા.
પછી સારસાર પરિમિત પરિવાર લઈ ગજેંદ્રની પેઠે દુર્વાર એ મહેંદ્રસિંહ તત્કાળ મેટી અટવીમાં પેઠે. તે અટવીમાં ગુંડાઓએ શાંગડાથી ઉખેડેલા પાષાણે વડે સર્વ માર્ગ વિષમ થઈ ગયો હતે. ઘામથી પીડાતા ડુકકરોએ પ્રવેશ કરીને નાના તળાવને કાદવમય કરી નાખેલા હતા. પ્રૌઢ રીના નાદથી ગુફાઓમાં પડછંદ પડતા હતા. ગુફામાં બેઠેલા કેશરી સિંહના નાદથી ભયંકર દેખાવ થઈ રહ્યો હતે. ઉંચી ફાળ ભરતા ચિત્રાઓના સમૂહથી મૃગેનાં ટેળાં આકુળવ્યાકુળ થઈ જતા હતાં. પશુઓને ગળી જઈને અજગરે વૃક્ષને વીંટાઈ રહ્યા હતાં. ચમરૂ મૃગોનાં ટોળાં માર્ગમાં વૃક્ષોની છાંયામાં બેઠાં હતાં. સિંહણ સાથે જળપાન કરતા સિંહોએ માર્ગની સરિતાઓને રૂંધી હતી અને ઉન્મત્ત હાથીઓએ માર્ગનાં વૃક્ષોની ભાંગેલી શાખાવડે તે અટવી દુર્ગમ થઈ ગઈ હતી. આવી અટવીમાં સનસ્કુમારને શોધ કરવા તેણે પ્રવેશ કર્યો. કાંટવાળા વૃક્ષેથી, શિકારી પ્રાણુઓથી અને ખાડાઓથી વિકટ એવી તે મહાટવીમાં અટન કરતાં તેની સાથેનું સર્વ સૈન્ય છુટું પડી ગયું. અનુક્રમે ખેદ પામી ગયેલા સાથેના મંત્રી અને મિત્રાદિકે છડી દીધેલે મહેંદ્રસિંહ સંગ રહિત મુનિની જેમ એકલેજ ફરવા લાગે. મોટા મોટા લતાગૃહોમાં અને પર્વતોની ગુફામાં તે પલ્લી પતિની જેમ ધનુષ્ય લઈ એકલે ભમતો હતો. વનના હાથીઓના નાદમાં અને સિંહના વનિમાં વીર સનસ્કુમારના નાદની શંકાથી તે દેડવા લાગ્યો અને જ્યારે ત્યાં પોતાના મિત્રને જ નહીં, ત્યારે તે વળી પાછા ઉછળતા ઝરણાના દવનિ ઉપર શંકા કરીને ત્યાં ઉતાવળ દેડી ગયો. પ્રેમની ગતિ એવીજ છે. નદી, હાથી અને સિંહને તેણે કહ્યું કે “મારા બંધુની જે ધ્વનિ અહીં થાય છે, તેથી તે તમારી પાસે હોય તેમ લાગે છે, કારણ કે એક અંશના દર્શનથી સર્વ લભ્ય થાય છે.” આ પ્રમાણે સર્વ જગ્યાએ પિતાના મિત્રને જ્યારે નહીં ત્યારે પછી વૃક્ષઉપર ચડી ભૂલા પડેલા વટેમાર્ગુની પેઠે તેણે વારં
૧ ઘટે તેવું ઘટાવવાની બનાવવાની શક્તિ, ૨ અશ્વની ગતિ વિગેરે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org