Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
[૨૪૧
સર્ગ ૨ દે ].
શ્રીદત્તા સ્ત્રીનું વૃત્તાંત છે, પણ મને તેવું ફળ મળશે કે નહીં? તે મારા જાણવામાં આવતું નથી.” સુવ્રતમુનિ જેવા સદ્દગુરૂને ઉપદેશ છતાં શ્રીદત્તાએ આવા સંકલ્પવિકલ્પ કર્યો, તેથી ખરેખર ભવિતવ્યતા અતિ દુર છે. એક વખતે તે સત્યયશા મુનિરાજને વાંદવા જતી હતી, ત્યાં તેણે આકાશમાગે વિમાનમાં બેસીને જતા બે વિદ્યાધરને જોયા. શ્રી દત્તા તેના રૂપથી મેહ પામીને ઘેર આવી. પછી પૂર્વે કરેલી વિચિકિત્સાની આલોચના કર્યા વિના મૃત્યુ પામી.
આ જંબુદ્વીપમાં પ્રાવિદેહના આભૂષણ રૂપ રમણીય નામના વિજયમાં તારા નામે પર્વત છે. તેમાં ઈદ્રનગરીનું સહોદર હોય તેવું સર્વ કલ્યાણના મંદિરરૂપ શિવમંદિર નામે નગર છે. તેમાં મોટી સમૃદ્ધિવાળા વિદ્યાધરના રાજાઓને પૂજવા ગ્ય કનપૂજ્ય નામે રાજા છે. તેની વાયુવેગ નામે પત્નીથી હું કીતિધર નામે પુત્ર થશે. મારે અનિલગા નામે એક અંતઃપુરપ્રધાન પત્ની હતી. એક વખતે સુખશય્યામાં સુતેલી તે સ્ત્રીએ રાત્રીએ કૈલાસ જે ત હાથી, મેઘની જેમ ગર્જના કરતો વૃષભ અને નિધિકુંભ જે કુંભ આ પ્રમાણે અનુક્રમે ત્રણ સ્વપ્ન જોયાં. તત્કાળ પ્રાતઃકાળે પદ્મિનીની જેમ જાગ્રત થયેલી અનિલગાએ પ્રકુલિત વદને તે સ્વપ્ન મારી આગળ નિવેદન કર્યા. તે સાંભળી મેં કહ્યું કે-“ત્રિખંડવિજયને સ્વામી અર્ધચક્રવતી તારે પુત્ર થશે.” સમય આવતાં ખાણુની ભૂમિ જેમ રત્નને જન્મ આપે તેમ અનિલગાએ સર્વ લક્ષણસંપૂર્ણ દેવ જેવા કુમારને જન્મ આપે. જ્યારે કુમાર ગર્ભમાં હતું, ત્યારે મેં શત્રુઓને દમન કર્યા હતા, તેથી મેં તેનું દમિતારિ એવું નામ પાડયું. અનુક્રમે કુમાર મોટે થયે, સર્વ કળા ગ્રહણ કરી અને રૂપ પાવન યૌવનવયને પ્રાપ્ત થયે. એક સમયે એ વિજયમાં વિજયીપણે વિહાર કરતા, શાંતિના કરનાર મહાત્મા શ્રી શાંતિનાથ ભગવાન અમારા નગરની બહાર સમવસર્યા. તેમની પાસે જઈ વાંદીને મેં ધર્મદેશના સાંભળી. તેથી તત્કાળ વૈરાગ્ય પામી કુમાર દમિતારિને રાજ્ય ઉપર બેસાડયો, અને મેં શાંતિનાથ ભગવાનની પાસે દીક્ષા લીધી. તે વખતે ચારિત્રને ઉચિત એવી ગ્રહણ અને આસેવનારૂપ બંને પ્રકારની શિક્ષા મેં અંગીકાર કરી. અનુક્રમે આ પર્વત ઉપર મેં વાર્ષિકી પ્રતિમા અંગીકાર કરી, તેથી મારા ઘાતી કર્મને ક્ષય થતાં મને હમણાં જ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ચક્ર ઉત્પન્ન થતાં તેવટે ત્રણ ખંડને વિજય કરી દમિતારિ રાજા મહા બળવાન પ્રતિવાસુદેવ થયા. દમિતારિની મદિરા નામની પ્રિયાની કુક્ષિથી શ્રીદત્તાને જીવ તું કનકેશ્રી નામે પુત્રી થઈ. પૂર્વ ભવે શ્રી જિનધર્મના ફળ સંબંધી તે વિપરીત સંકલ્પ કર્યો અને તેની આલેચના-પ્રતિક્રમણ કર્યા વગર મૃત્યુ પામી, તેથી આ ભવમાં તને બંધુને વિરહ અને પિતાને વધુ પ્રાપ્ત થયે; માટે ધર્મસંબંધી કિંચિત્ પણ કલંક અત્યંત દુઃખ આપે છે. જેમ ડું કે ઘણું ઉગ્ર વિષ ભક્ષણ કરવામાં આવ્યું હોય તે પ્રાણનો નાશ કરે છે. હવે ફરીવાર એ પ્રમાણે કરવું નહીં કે જેથી ફરીવાર તેવું જ ફળ મળે. ભવ્યજીવે પાંચ દેશે કરી વજિત એવું સમકિત ગ્રહણ કરવું.” ૧. ધર્મના ફળને સંદેહ. ૨. શંકા, આકાંક્ષા, વિચિકિત્સા, પ્રશંસા અને સંસ્તવ–આ પાંચ દેષ તજવા B - 31
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org