Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૨ ] શ્રી દત્તા સ્ત્રીનું વૃત્તાંત.
[૨૩૯ આવાં દેવતાનાં વચન સાંભળી સર્વ વિદ્યાધરના રાજાએ મુગટ નમાવીને તે શરણ કરવા ગ્ય બળદેવ અને વાસુદેવને શરણે ગયા. પછી વિદ્યાધરના રાજાએ, પિતાના
ચેક બંધુ અપરાજિત અને પ્રિયા કનકશ્રીને સાથે લઈ અનંતવીર્ય વાસુદેવ વિમાનમાં બેસી શુભાપુરી તરફ ચાલ્યા. કનકગિરિ (મેરૂ) ની પાસે નીકળતાં વાસુદેવને વિદ્યાધરેએ કહ્યું કે અહીં રહેલા શ્રી અહંત ભગવંતની આશાતના કરો નહીં. આ કનકગિરિ ઉપર અનેક જિનચે છે, તેમને યથાયોગ્ય વંદના કરીને પછી આપ પૂજ્યપાદ અહીંથી આગળ ચાલે.” તે સાંભળી વાસુદેવે પરિવાર સાથે વિમાન પરથી ઉતરી. નેત્રને શીતળતા આપનારા તે ચિત્યની યથાવિધિ વંદના કરી, પછી કૌતુકથી તે ગિરિવરની શોભા જોતા હતા. ત્યાં એક બાજુના પ્રદેશમાં વર્ષોપવાસની પ્રતિમાઓ રહેલા કીર્તિધર નામના મુનિને દીડા. તેજ વખતે તેમના ઘાતકમને નાશ થવાથી તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થતાં દેવતાઓએ તેને મહિમા આરંભે. તે જોઈ અનંતવીર્ય વાસુદેવ ઘણુ ખુશી થયા. પછી તે કેવળીભગવંતને ત્રણ પ્રદક્ષિણા દઈ નમસ્કાર કરીને પરિવાર સહિત અંજળી જોડી આગળ બેઠે અને તેમની દેશના સાંભળવા માંડી. દેશના પૂર્ણ થયા પછી કનકશ્રીએ નમસ્કાર કરી પૂછયું-“ભગવદ્ ! મારે પિતાને વધ અને આ બંધુવને વિરહ કેમ થયે હશે?” મુનિવર બેલ્યા-ધાતકીખંડ નામના દ્વીપમાં પૂર્વ ભારતને વિષે શંખપુર નામે એક સમૃદ્ધિવાન ગામ છે, તેમાં પારકા કામ કરવાવડે આજીવિકા ચલાવવાથી જીવિતને ધરનારી દારિદ્રદુઃખથી પીડિત શ્રીદતા નામે એક ગરીબ સ્ત્રી હતી. તે આખો દિવસ ખાંડવું, દળવું, પાછું ભરવું, ઘર વાળવું, ઘર લીંપવું વિગેરે પારકાં કામ કરતી હતી. એ પ્રમાણે બધે દિવસ વીતે ત્યારે ઘુવડની સ્ત્રીને આલેકનની જેમ તેને માંડમાંડ ભેજન મળતું હતું, અહા! કેવી તેની મંદભાગ્યતા!
એક વખતે તે ફરતી ફરતી શેભાથી દેવગિરિ–મેરૂ જેવા શ્રીપર્વત નામના ગિરિ ઉપર આવી ચડી. ત્યાં નિર્મળ શિલાપર બેઠેલા, ત્રિવિધ ગુપ્તિથી પવિત્ર, ભૂતની જેવા દુસહ પરીષહેથી અપરાજિત, અખંડ પંચવિધ સમિતિવાળા, તપની અમિત શોભાને ધરનારા, નિઃસંગ, નિર્મળ, શાંત, કાંચન અને પથ્થર પર સમદષ્ટિવાળા, શુકલ યાનમાં વર્તનાર અને ગિરિશિખરની પેઠે સ્થિર સત્યયશા નામે એક મહામુનિ તેના જોવામાં આવ્યા, કલ્પવૃક્ષ જેવા તેમના દર્શન કરી શ્રીદતાએ પ્રીતિથી પ્રણામ કર્યા, એટલે તેમણે કલ્યાણરૂપ વૃક્ષના દેહદરૂપ “ધર્મલાભ” એવી આશિષ આપી. શ્રીદતા બેલી-“હે મુનિ! મારી આવી સ્થિતિના અનુમાનથી હું ધારું છું કે મેં પૂર્વ જન્મમાં જરાપણું ધર્મ કર્યો નથી. નિત્ય દુષ્કર્મથી દગ્ધ થયેલી એવી મને, ગ્રીષ્મમાં તપેલી ગિરિભૂમિને મેઘવૃષ્ટિની જેમ તમારી ધર્મલાભ રૂપ આશિષ શીતળ કરે છે. જે કે હું મંદભાગ્યા તમારા ઉપદેશને યોગ્ય નથી, તથાપિ તમારું વચન અમેઘ છે એમ હું જાણું છું, તેથી મને કાંઈ પણ કલ્યાણને માટે ઉપદેશ કરે, હે ભગવન્! હું ભવાંતરે આવી સ્થિતિવાળી ન થાઉં તેમ કરો, હે ત્રાતા ! તમારા જેવા રક્ષક હેય તે શું શું વાંછિત ન મળે?” આવાં તેનાં વચન સાંભળી તેની યોગ્યતાનો વિચાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org