Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૩ રે ] શાંતિમતીને વૃત્તાંત
[૨૫૧ તત્કાળ બતાવું.” થેલીવારે તેની પછવાડે યમદૂતના જે ભયંકર કઈ વિદ્યાધર હાથમાં સુંદર ગદા રાખીને ક્રોધ કરતા આવ્યું. તેણે પણ વાયુને કહ્યું કે “આ દુષ્ટને દુર્નય સાંભળે કે જેથી હું અને આ સ્ત્રી તેને વધ કરવાને અહીં આવ્યા છીએ. આ જંબૂદ્વીપમાં વિદેહ ક્ષેત્રના આભૂષણ જેવા સુકચ્છ નામના વિજયમાં વૈતાઢય નામે પર્વત છે, તેની ઉપર દેવકની શેભાનું જાણે મૂલ્ય હોય તેવું સર્વ પુરશ્રેણીમાં શિરમણિ રૂપ શુકલ નામે એક સુંદર નગર છે. તેમાં શુકલદત્ત નામે વિદ્યાધરને રાજા છે અને તેને બને કુળના યશને ધરનારી યશોધરા નામે પત્ની છે. તેને પવનવેગ નામે હું પુત્ર છું. હું અનુક્રમે કલાકલાપમાં કુશળતા સાથે સૌવન વયને પ્રાપ્ત થયો. તે વૈતાઢય ગિરિ ઉપર ઉત્તર શ્રેણીમાં તેના આભૂષણરૂપ કિન્નરગીત નામના નગરમાં દીપચૂલ નામે રાજા છે. તેને ચંદ્રકતિ નામે પત્ની છે. તેનાથી સુકાંતા નામે સર્વલક્ષણસંપૂર્ણ પુત્રી થઈ અને તેની સાથે મારો વિવાહ થયે. અમો બંને દંપતીને રૂપશીલે વિરાજિત શાંતિમતી નામે પુત્રી થઈ જે આ તમારી પાસે ઊભી છે. આ બાળા મણિસાગર નામના પર્વત ઉપર ભગવતી પ્રજ્ઞપ્તિકા નામની મહાવિદ્યાને સાધતી હતી. તે વખતે આ દુષ્ટ વિદ્યાધરે આવીને તે વિદ્યા સાધવામાં તત્પર બાળાને આકાશમાં ઉંચકી લીધી, પરંતુ તે વિદ્યા સિદ્ધ થઈ એટલે તેને તજી દઈ સધ આ અધમ વિદ્યાધર ત્યાંથી પલાયન કરી ગયે. તેને કોઈ ઠેકાણે શરણ નહીં મળવાથી છેવટે તે દુરાત્મા તમારા ચરણમૂળમાં પ્રાપ્ત થયો છે. હું પ્રજ્ઞપ્તિ વિદ્યાની પૂજાને માટે બળિ લઈને મણિસાગર પર્વત પર જ્યારે આવ્યું ત્યારે તે ગિરિ ઉપર મારી પુત્રીને દેખી નહીં, તેથી તેને પગલે પગલે તેની પછવાડે હું પણ અહીં આવ્યો છું. માટે દુષ્ટને શિક્ષા કરનારા હે સ્વામી! દેની ખાણરૂપ આ અધમને છેડી છો કે જેથી આ ગદાવડે નાળિયેરના ફળની પેઠે તેને ચૂર્ણ કરી નાંખીને યમરાજના સ્થાનમાં પહોંચાડી દઉં.
આ પ્રમાણે વૃત્તાંત સાંભળી અવધિજ્ઞાનવડે તેમનો પૂર્વ સંબંધ જાણી વિજયુધ ચક્રવતી બોલ્યા- “અરે વિધાધર ! આ સર્વને પૂર્વ સંબંધ સાંભળ. આ જંબુદ્વીપના ઐરાવત ક્ષેત્રમાં વિંધ્યપુર નગરમાં વિંધ્યદત્ત નામે એક રાજા હતા. તેની સુલક્ષણ નામે પત્નીથી નરલક્ષણથી પૂર્ણ નલિનકેતુ નામે એક પુત્ર થશે. તે નગરમાં મિત્રરૂપ કમળમાં સૂર્ય સમાન ધમમિત્ર નામે એક સાર્થવાહ શિરોમણિ રહેતું હતું. તેને શ્રીદના નામની સ્ત્રીથી દત્ત નામે પુત્ર થયે અને તે દત્તને દિવ્ય રૂપવાળી પ્રભકરા નામે પત્ની થઈ. એક દિવસે વસંત ઋતુમાં રતિ સાથે કામદેવની જેમ તે દર પિતાની દયિતા સાથે ઉદ્યાનમાં કીડા કરવા ગયે. તે સમયે નલિનકેતુ પણ ત્યાં આવી ચઢયો. તે પ્રશંકરાને જોતાંજ કામબાણથી વીંધાઈ ગયા. “અહા! શું
શ્લાઘનીય રૂપ છે. જે આ સ્ત્રીની સાથે કીડા કરે તે પણ સ્વાધ્ય છે. આ પ્રમાણે ચિંતવી તે કામાતુરે તત્કાળ તેનું હરણ કર્યું અને કીડા કરવાના ઉધાનમાં સરિતા અને વાપિકા વિગેરેમાં તે નલિનકેતુ તેની સાથે કામદેવની જેમ સ્વચ્છ દે કીડા કરવા લાગ્યા. કુમાર દત્ત પિતાની પ્રિયાના વિયેગાગ્નિથી પીડિત થઈ નિરંતર અભંકરાનું જ ધ્યાન ધરત ઉદ્યાનમાં ભટકવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org