Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૨૫૨]
શાંતીમતીને વૃત્તાંત
[૫ર્વ ૫ મું લાગ્યા. ત્યાં ફરતાં ફરતાં દષ્ટિમાં અમૃતાંજન સમાન જેનું દર્શન છે એવા સુમન નામે એક મુનિ તેના જેવામાં આવ્યા. તે સમયે ઘાતકર્મના ક્ષયથી સુમન મુનિને અજ્ઞાન રૂ૫ અંધકારમાં દિવસ સમાન કેવળજ્ઞાન ઉત્પન્ન થયું.
દેવતાઓએ આવીને કેવળજ્ઞાનને મહિમા કર્યો. તે વખતે દત્તકુમારે પણ આવીને મુનિના ચરણકમળમાં વંદના કરી. મુનિના મુખથી ધર્મદેશના રૂ૫ સુધાનું પાન કરી દત્તકુમારે પૂર્વ તાપની ગ્લાનિ ક્ષણવારમાં છોડી દીધી. નિરંતર દાન ધર્મમાં તત્પર અને શુભ દયાન ધરનારે દત્ત શાંતપણે ઉત્કૃષ્ટ આયુષ્ય પૂર્ણ કરી જબૂદ્વીપના પૂર્વ વિદેહમાં મુકચ્છ વિજયને વિષે વૈતાઢય ગિરિપર આવેલા સ્વર્ણતિલક નામના નગરમાં વિદ્યાધરના રાજા મહેદ્રવિક્રમની અનિલગા પત્નીથી પુત્રપણે ઉત્પન્ન થયે. પિતાએ તેનું અજિતસેન એવું નામ પાડ્યું અને વિધિથી વિદ્યાઓ આપી “વિદ્યાધરનું મૂળધન વિદ્યાજ હોય છે.” યૌવન પ્રાપ્ત થતાં તે વિદ્યાધરની અનેક કન્યાઓને પર તેમની સાથે આકાશમાગે ફરતો ગિરિવનાદિકમાં અનેક પ્રકારે રમવા લાગ્યું. . વિયદત્ત મૃત્યુ પામ્યા પછી વિધ્યપુરમાં વાસુદેવના જે ઉHટ નલિનકેતુ રાજા થયે. તે હરણ કરેલી દત્તની પત્ની પ્રકરા સાથે કાંદપિક દેવની પેઠે વિષયસુખ ભોગવવા લાગે. એક વખતે જેમ વૈમાનિક દેવ દેવીની સાથે પ્રકાશમાન વિમાનપર ચઢે તેમ નલિનકેતુ પ્રભંકરાની સાથે પિતાના મહેલ ઉપર ચઢો. તે વખતે પર્વતના શિખર જેવા, અંજનાચળ જેવા ભાસ્કર કાંતિવાળા, ગજેનાથી દિશાઓને તિરસ્કાર કરનારા, ઉત્ક્રાંત થયેલા દિગજની જેવા, વિધુતથી આકાશને પ્રકાશિત કરતા અને ઇંદ્રધનુષ્યને ધરનારા વાદળ અકસ્માતું આકાશમાં ચડી આવ્યા. તેમને જોઈને નલિનકેતુ ખુશી થયા. પાછા ક્ષણવારમાં પ્રચંડ પવનથી જાણે બેટી રીતે ઉત્પન્ન થયા હોય તેમ તેઓ દશે દિશામાં વિખરાઈ ગયેલા જોવામાં આવ્યા. એ પ્રમાણે એક ક્ષણાર્ધમાં મેઘની ઉત્પત્તિ અને વિનાશ જોઈ નલિનકેતુ વૈરાગ્યથી વિચાર કરવા લાગ્યો કે
જેમ આ મેઘ આકાશમાં ક્ષણમાં ઉદય અને ક્ષણમાં અસ્ત પામ્યા તેમ આ સંસારમાં સર્વ પદાર્થો તેવી સ્થિતિમાં જ રહેલા છે. એક જન્મમાં આ પ્રાણી યુવાન, વૃદ્ધ, ધનાઢચ, નિર્ધન, પતિ, દિલ, નીરોગી અને રેગી થાય છે, તેથી સંસારમાં સર્વ ક્ષણિક છે. માટે તેવા સંસારને ધિક્કાર છે ” આ પ્રમાણે વિચારી તત્કાળ પુત્રને રાજ્ય પર બેસાડી તેણે મંકર તીર્થકર પાસે દીક્ષા ગ્રહણ કરી. કેટલેક કાળે ઉગ્ર તપસ્યા કરવાથી અને શુભ ધ્યાન ધ્યાવાથી ઘાતકર્મને ક્ષય થઈને તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. પછી ક્રમે કરી ભોપગ્રાહી ચાર કર્મને પણ હણી નલિનકેતુ મહર્ષિ અવ્યયપદને પામ્યા. સરલ અને ભદ્રિક સ્વભાવવાળી પ્રભંકરા રાણીએ સુત્રતા ગણિની ની પાસે ચાંદ્રાયણ તપ આચર્યું. સમક્તિ વગરના તે તપના ફળથી તે પ્રભંકરા મૃત્યુ પામી આ શાંતિમતી નામે તારી પુત્રી થઈ છે. દત્તને જીવ આ અજિતસેન
૧. સાખી ચમુદાયની અધિકારિણી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org