Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
[૨૫૫
સર્ગ ૩ ]
વાયુધે લીધેલ દીક્ષા. મહામતિ કનકશક્તિએ પ્રતિબોધ પામી રાયશ્રીની પેઠે બંને દેવીઓને છોડી દઈને દીક્ષા લીધી. વિવેક અને શુભ હદયવાળી બને દેવીઓએ પણ સંવેગ પામી વિમલમતિ નામે આર્યાની પાસે વ્રત ગ્રહણ કર્યું. મુનિ કનકશક્તિ વિહાર કરતાં કરતાં સિદ્ધિના સ્થાનરૂપ તેજ ગિરિ ઉપર એક શિલાને વિષે એક રાત્રીની પ્રતિમા અંગીકાર કરીને કાઉસગ ધ્યાને રહ્યા.
અહીં સ્તંભની પેઠે સ્થિર રહેલા કનકશક્તિને જોઈ પેલા દુરાશય હિમશૂલ દેવતાએ તેમને ઉપસર્ગ કરવા માંડયા. તે અધમ દેવને ઉપસર્ગ કરતે જોઈ વિદ્યાધરેએ આવી ક્રોધથી તેને ત્રાસ પમાડવા. સર્વ જન સત્યરૂષના પક્ષમાં જ રહે છે. તપસમૂહના ગિરિરૂપ તે મુનિ પ્રતિમા પારી ત્યાંથી વિહાર કરી રત્નસંચયા નગરીએ આવ્યા અને તે નગરીની બહાર સૂરનિપાત નામના ઉપવનમાં આવી તેમણે પર્વતની જેમ સ્થિર થઈને એક રાત્રીની પ્રતિમા ધારણ કરી. તેજ રાત્રીએ ક્ષેપકેશ્રેણિમાં આરૂઢ થયેલા તેમને ક્ષણવારમાં ઘાતકર્મના ક્ષયથી ઉજવળ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. દેવતાઓએ આવી તે મહાશયને કેવળજ્ઞાનનો મહિમા કર્યો. હિમલ તે જોઈ ભય પામીને શરણે આવ્ય, વાયુધે પણ તે મહર્ષિને કેવળજ્ઞાનને ઉત્સવ કર્યો અને તેમની દેશના સાંભળી પાછા નગરીમાં ગયે.
એકદા કરેડ દેવતાઓએ અને રાજાઓએ સેવેલા ક્ષેમંકર પ્રભુ ત્યાં આવીને સમવસર્યા. સેવકોએ આવી વાયુને કહ્યું- હે સ્વામી! ક્ષેમંકર પ્રભુ ઉદ્યાનમાં સમવસર્યા છે. તેઓને સાડાબાર કોટી સેનૈયા આપી વજાયુધ પરિવાર સાથે ક્ષેમંકર પ્રભુની પાસે ગયા. પછી પ્રભુને ત્રણ પ્રદક્ષિણા કરી વાંહી ભક્તિથી પાસે બેસી ધર્મદેશના સાંભળી. દેશનાને અંતે વજાયુધ ચકી બેલ્યા- “હે સ્વામી! આ દુસ્તર સંસારસાગરથી હું ભય પામ્યો છું, માટે કુમાર સહસ્રાયુધને રાજ્યપર બેસાડી જ્યાં સુધીમાં હું પાછો આવું ત્યાં સુધી મને દીક્ષા આપવાને આપ અહીં રહેવા કૃપા કરો.” પ્રભુએ કહ્યું-“ધર્મકાર્યમાં પ્રમાદ કરશે નહીં. તે સાંભળી વજાયુધે તત્કાળ પિતાની નગરીમાં આવી સહસ્ત્રાયુધને રાજ્યપર બેસાડયા. પછી સહસ્ત્રાયુ ધે જેમને નિષ્ક્રમણત્સવ કરલે છે; એવા વજાયુધ ચઢી શિબિકા પર બેસી ક્ષેમંકર પ્રભુની પાસે આવ્યા. ત્યાં ચારહજાર રાણીઓ, ચારહજા૨ મુગટધારી રાજાઓ અમે સાત પિતાના પુત્રોની સાથે વજાયુધે વ્રત ગ્રહણ કર્યું. વિવિધ પ્રકારના અભિગ્રહને ધારણ કરતા અને પરિષહેને સહન કરતા વાયુધ મુનિ વિહાર કરતાં કરતાં સિદ્ધિ પર્વતે આવ્યા. “હું ઉપસર્ગોને સહન કરીશ અવી શુદ્ધ બુદ્ધિથી તેણે ત્યાં વિરેચન નામના સ્તંભ ઉપર વાર્ષિકી પ્રતિમા ધારણ કરી. હવે અશ્વગ્રીવ પ્રતિવાસુદેવના પુત્ર મણિકુંભ અને મણિકેતુ ચિરકાળ ભવાટવીમાં ભમી, અંતે બાળતપ કરી અસુરકુમાર થયા હતા; તેઓ વેચ્છાએ ફરતાં ફરતાં ત્યાં આવી ચઢયા; એટલે તેમણે મહર્ષિ વાયુધને જોયા. પૂર્વના અમિતતેજના ભવના વિરથી તે બંને જણ વૃક્ષને બે મહિષે ઉપદ્રવ કરે તેમ તે મુનિને ઉપદ્રવ કરવા લાગ્યા. પ્રથમ સિંહ થઈને વજકુર જેવા તીક્ષણ નખથી બે પડખે રહી તેમના દેહને ઉઝરડવા લાગ્યા. પછી થોડીવારે બે હાથી થઈ અંતર્વેદીની જેમ સુંઢના આઘાતથી, દાંતના પ્રહારથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org