Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સર્ગ ૩ ] વાયુધનું સુરનિપાત ઉદ્યાનમાં અંતઃપુર સાથે આવવું. [૨૪૯ ઋતુરાજને એ કઈ અપૂર્વ પ્રભાવ વિજય પામે છે. આ રમણીય તુમાં કોકિલાના કુજિત અને ભમરાઓના ગુંજારવ સૂતેલા કામદેવ રાજાને જાગ્રત કરવા માટે બંદિજનેના કેળાહળ જેવા થઈ પડે છે. પુષ્પના મુકુટ, પુષ્પના હાર અને પુષ્પના બાહુભૂષણ તથા કંકણને ધરનારા યુવાન પુરૂષ જાણે પુષ્પધન્વાને પાખંડ માર્ગ ચલાવતા હોય તેવા દેખાય છે. આવા વસંતના 'મિત્ર કામદેવ જે વસંત ઋતુ ઉપસ્થિત થવાથી દેવી લક્ષમીવતી મારા મુખે આપને વિજ્ઞપ્તિ કરે છે કે-“હે પ્રભુ! આવા મનહર વસંતમાં નંદનવન જેવા સુરનિપાત નામના ઉદ્યાનમાં જઈને નવીન વસંતની શોભા જોવાનું અમોને કૌતુક થયું છે.” “જેવી તમારી ઈચ્છા એમ કહી કુમાર પરિવાર સાથે તે કામદેવના ધામરૂપ ઉદ્યાનમાં આવ્યું. ચંદ્રની પછવાડે તારાઓની જેમ લક્ષમીવતી વિગેરે સાતસે દેવીએ તેની પછવાડે ત્યાં આવી. એ સુંદર ઉદ્યાન અતિ વિસ્તારવાળા છાયાદાર વૃક્ષેથી જાણે એક છત્રવાળું હોય અને પુષ્પિત વૃક્ષેથી અદ્વૈત સુગંધનું તેને સામ્રાજ્ય પ્રાપ્ત થયું હોય તેવું દેખાતું હતું. વૃક્ષની આસપાસના કયારાઓ પુષ્પમાંથી ઝરતા પરાગની કર્ણિકાથી કાદવવાળા થઈ ગયા હતા અને ફળના ભારથી નમેલા વૃક્ષની શાખાએ ભૂતળને સ્પર્શ કરતી હતી. તે ઉદ્યાનમાં કુમાર વાયુધ અંતઃપુર સાથે કઈ ઠેકાણે ઉત્કંઠિત મને અને કોઈ ઠેકાણે યેગીની જેમ ગુહામાં પેસીને ક્રીડા કરવા લાગે, પછી ઉઘાનના વિહારથી શાંત થઈ ગયેલી રમણીઓને લઈને તે પ્રિયદર્શન કુમાર જળક્રીડા કરવાને માટે એક વાપિકામાં ગયો. નંદીશ્વર દ્વીપની વાપિકા જેવી મનહર વાપિકામાં શ્રમ નાશ કરવાને કુમારે પ્રિયા સહિત પ્રવેશ કર્યો, પછી ગિરિનદીમાં હસ્તીની જેમ પોતાની પ્રિયાઓની સાથે તે જળક્રીડા કરવા પ્રત્યે. જળક્રીડામાં થતા કરના આઘાતવડે ઉડેલા હારના મેતી અને જળબિંદુઓમાં કાંઈ પણ અંતર જણાતું નહતું. જળમાં રમતી અંતઃપુરની રમણીએાના મુખને અને સુવર્ણ કમળને મિત્રોની જેમ ઘણે કાળે પરસ્પર યેગ્ય સંગમ થઈ ગયે. મૃગાક્ષીઓની ઉપર અંજલિ, શીંગડી અને ગંડુષ વડે થતા જળપ્રહારથી કામદેવ જળના આયુધને ધરનારો થઈ પડ્યો હોય તેમ જણાવા લાગ્યું. આસપાસ પથરાઈ ગયેલી કામિનીઓની કેશવેણ જાણે કામદેવે વિજાને માટે તૈયાર કરેલી મીન હોય તેવી દેખાવા લાગી. જલક્રીડાથી શાંત થઈ જળતીરે વિશ્રામ લેવા જતી કેટલીક ગૌરાંગી રામાઓ જાણે જળદેવીઓ હોય તેવી દેખાતી હતી. સુંદર ભ્રકુટીવાળી બાળાઓનાં નેત્રો પિતાના સપત્ન' કમળના સંઘર્ષણથી જાણે રેષિત થયાં હોય તેમ જળના છાંટાથી આતામ્ર થઈ ગયાં. મદાંધી વનહસ્તીના મદથી જળની જેમ વાપિકાનું જળ મૃગાક્ષીઓના અંગરાગથી સુગંધી થઈ ગયું.
આ પ્રમાણે શત્રુઓના ભયના અસ્થાનરૂપ વાયુધ કુમાર ભરપૂર જળક્રીડામાં વ્યગ્ર થઈ ગયા હતા. તે સમયે પૂર્વ જન્મના રિપુ દમિતારિ પ્રતિવાસુદેવને જીવ ચિરકાળ ભવથામણ કરી દેવપણાને પ્રાપ્ત થઈને વિઘદંષ્ટ્ર નામે વિખ્યાત થયા હતા, તે ત્યાં આવ્યું. વાયુને
૧. રાણીએ. ૨. પીચકારીઓ. ૩. કેગળાઓ. ૪. સરખા. ૫. કઈ રાતા. B - 32
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org