Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૨૩૮] દમિતારિને વધ.
[ પર્વ ૫ મુ રૂધિર પંક્તિથી આદ્ર શરીરવાળા થયા છતાં પણ યુદ્ધ કરવા લાગ્યા. તે વખતે “જેનું આ ધર્ડ રણભૂમિમાં નાચે છે તે મારા પતિ થાઓ, જે આ ભાલમાં પરોવાઈને ચાલે છે તે વીરને પતિ કરવા હું ઉત્સુક છું, જે આ હણનારનું વર્ણન કરે છે તેની સાથે હું જ્યારે રમીશ? જે આ મુખમાં પ્રવેશ કરતા ભાલાને દાંતવડે ધરી રાખે છે તે મારા પતિ થાઓ, જે આ હાથીના કુંભસ્થળ ઉપર ચડી જાય છે તે મારા સ્વામી છે. જે આ અમ ભગ્ન થતાં ફક્ત મસ્તક પર રહેલા ટેપવડે યુદ્ધ કરે છે તેની હું દાસી છું, જે આ હાથીને દાંત ઉપાડીને શાધારી થયેલ છે તે મારા પ્રિય છે. આ પ્રમાણે આકાશમાં રહેલી દેવાંગનાઓના મુખમાંથી અનુરાગ વચને નીકળતાં હતાં. દમિતારિ રાજાની વિદ્યાશક્તિવડે અતિ દુર્મદ થયેલા સૈનિકે રણભૂમિમાં ભદ્રહસ્તીની જેમ જરા પણ લગ્ન થયા નહીં એટલે યુદ્ધનાટકના અભિનય કરવામાં નટરૂપ વાસુદેવે નાદથી ભૂમિ અને આકાશના અંતરાળને પૂરે તે પંચજન્ય શંખને શંખનાદ કર્યો. જગદ્વિજયી વિષ્ણુએ કરેલા શંખનાદના વ્યાપવાથી સર્વ શત્રુઓ જાણે અપસ્માર રોગી હોય તેમ મુખે ફીણુ કાઢતા ભૂમિપર પડી ગયા, તેથી દમિતારિ રાજા પોતે રથ પર બેસી અનંતવીર્યની સાથે દિવ્ય શથિી યુદ્ધ કરવા લાગ્યાં. છેવટે કનકશ્રીના પિતાએ વાસુદેવને દુર્જય જાણ વિધુરપણામાં પ્રિય મિત્રની જેવા ચક્રનું સ્મરણ કર્યું. તત્કાળ સેંકડો વાળાથી આકુળ એ ચક્ર સમુદ્રમાં વડવાગ્નિની જેમ દમિતારિ રાજાના કરમાં આવીને સ્થિત થયું. તેને આવેલું જે દમિતારિ બે-“અરે દુર્મતિ! હવે અહીં ઉભું રહેવાથી મૃત્યુ પામીશ, માટે હજુ પણ મારી પુત્રીને છોડી દઈને ચાલ્યા જા.” અનંતવીર્યે કહ્યું “તારી કન્યાની સાથે તારા ચક્રને અને તારા પ્રાણને લઈને હું જઈશ; તે સિવાય જવાને નથી. આ પ્રમાણે કહેવાથી અગ્નિ જેવાં રાતાં ચનવડે પ્રજ્વલિત થતા દમિતારિએ ચક્ર ભમાડીને અપરાજિતના બંધુ અનંતવીર્ય ઉપર તે ચક્ર મૂકયું. હૃદય પર તુંબાઝની પેઠે તે ચક્રને પ્રહાર લાગવાથી તે ક્ષણવાર મૂછિત થયા. પરંતુ અપરાજિત પવન નાખે છે તેવામાં તો તે પાછા ઉભા થયા અને તે પાર્શ્વસ્થ ચક્રને પકડી લીધું. સો આરાવાળું તે ચક્ર તેમના હાથમાં આવવાથી હજાર આશાવાળું થઈ ગયું. પછી અર્ધચક્રીએ હાસ્ય, કરી પ્રતિવાસુદેવને કહ્યું “તું કનકશ્રીને પિતા છે એમ ધારીને હું છોડી મૂકું છું, માટે ચાલ્યા જા.” દમિતારિ બે -“અરે દુર્મતિ! લેણદારના પૈસાથી જેમ કરજદાર ધનવાન થાય, તેમ તું મારા અસ્ત્રથી અઅવાળો થયો છે, માટે તે ચકને છેડી દે, તેમજ તારો પુરૂષાર્થ પણ છેડી દે, અથવા મારા વીર્ય રૂપ વારિધિમાં તું ઢેફારૂપ થઈ જા.” આ પ્રમાણેનાં તેનાં વચનેથી ક્રોધ પામેલા અનંતવીયે યમરાજ જેવા થઈ તે ચક્રને છોડવું, તેથી તે ચકે તત્કાળ કમળની જેમ દમિતારિનું મસ્તક છેદી નાંખ્યું. તેનું વિર્ય જોઈ હર્ષ પામેલા દેવતાઓએ આકાશમાંથી પંચવર્ણના પુષ્પોની વૃષ્ટિ કરી. પછી તેઓ કહેવા લાગ્યા કે “હે વિદ્યાધરોના રાજાએ! સર્વે તત્પર થઈ સાંભળો. આ અનંતવીર્ય વિષ્ણુ છે અને આ અપરાજિત બળભદ્ર છે, માટે તેમના ચરણની ઉપાસના કરો અને રણાંગણમાંથી નિવૃત્ત થાઓ. સૂર્ય અને ચંદ્રની જેમ જે ઉદય હોય તે વંદનીય છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org