Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૨૩૬] કનકશ્રીએ અનંતવીર્યને પાણિગ્રહણ કરવા કરેલ માગણી. [ પર્વ ૫ મું શી રીતે થાય? મારે તે મને રથ કરે તે પણ કણરૂપ છે.” ચેષ્ટા માયાનીએ કહ્યું-“ભદ્ર! છે તેને જોવાની તમારી ઈચ્છા હોય તે ખેદ કરે નહીં. હું હમણાજ તેમને બતાવીશ. મુગ્ધા! મારી વિદ્યાશક્તિથી વનમાં જેમ વસંત અને મલયાનિલ આવે તેમ તે અનન્તવીર્ય અને અપરાજિતને હું અહીં લાવીશ.” કનકશ્રી હર્ષથી બેલી-“પ્રિય બહેન! તમારામાં સર્વ વાત સંભવે છે. કારણકે તે ગુણસમુદ્ર બન્ને વીરરત્નના તમે પાર્શ્વ વસ્તી છે. તમારા આવા ભાષણથી મારૂં દૈવ અનુકૂળ છે એમ હું માનું છું. જરૂર કે મારી કુળદેવતા તમારા મુખમાં ઉતર્યા છે. હે કલાવતી ! તમે હમણાજ તમારી વાણી સફળ કરો. તેવા નરરત્નનો પરિવાર પણ મિયાભાષણ કરતો નથી.” જાણે દેવ સંતુષ્ટ થયા હોય તેમ રૂપથી કામદેવ જેવા અનંતવીર્ય અને અપરાજિત આ પ્રમાણે વાર્તાલાપ થતા હતા તેવામાં પોતપોતાનું સ્વરૂપ પ્રગટ કર્યું. પછી અપરાજિત બે -“ભદ્ર! જેના ગુણે હું કહેતે હતું તે મારો ભ્રાતા આ અનંતવીર્ય છે. જુઓ, તે બરાબર છે કે નહીં? મેં તેને રૂપવૈભવ છેડે વર્ણવ્યું હતું, કારણ કે તે વાણીથી અગોચર હતું, હવે તેને નેત્રોચર કરે, તેને જોતાંજ દમિતારિ રાજાની કન્યામાં એકીસાથે જુસ્સો, વિસ્મય, લજજા, પ્રમેહ, મદ અને ચપળતા પ્રગટ થયાં, અને અપરાજિતને શ્વસુર તુલ્ય માની તે બાળા ઉત્તરીય વસ્ત્રથી ઘુંઘટે વાળી મર્યાદા કરી ઉભી રહી. તત્કાળ કામદેવરૂપ મેઘના મહદયથી અનંતવીય પણ પુષિત કદંબની જેમ રોમાંચિત થઈ ગયે. મૃગેક્ષણ કનકશ્રી સહજ વારમાં જ માન અને લજજા છેડી તેિજ હૂતીપણું સ્વીકારી આ પ્રમાણે બેલી
આ વૈતાઢયં પર્વત કયાં! શુભાનગરી કયાં! નારદ પાસેથી પિતાએ સાંભળેલું ચેટીનાટક કયાં! તમારી પાસેથી ચેટી માટે પિતાશ્રીનું માનવું કયાં! ચેટીરૂપે તમારા બન્નેનું અહીં આવવું કયાં! નાટકશિક્ષા માટે તમને મારૂં સેંધવું ક્યાં! આર્યપુત્રે કરેલું તમારૂં ગુણકીર્તન કયાં? અને છેવટ તમેએ પ્રત્યક્ષ કરેલું આત્મસ્વરૂપ કયાં? આ સર્વ અસંભવિત છતાં પણ મારાં ભાગ્યથીજ સંભવિત થયેલું છે. જેવી રીતે તમે મારા નાટયાચાર્ય થયા હતા, તેવી રીતે જ હવે મારા પતિ થયા છે. તેથી જે સંપ્રતિ કામદેવથી મને બચાવશે નહીં, તે તમને મારી હત્યા લાગશે. પ્રથમ શ્રવણમાત્રથી તમે મારું હૃદય ગ્રહણ કરેલું હતું, હવે મારા પાણિનું ગ્રહણ કરે, પ્રસન્ન થાઓ અને મારી પર અનુગ્રહ કરે. આ વૈતાઢય પર્વતની દક્ષિણ અને ઉત્તર શ્રેણીમાં વસતા યુવાન વિદ્યાધરોમાં તમારા જેવા વરને અભાવ છે. મારા સારા ભાગ્યે જીવલેકના ચંદ્રત અને જીવનષધ તમે પ્રાપ્ત થયા છે.” અનંતવીર હર્ષથી કહ્યું-“હે સુબ્રુ! હે સુભગે ! જે તમારી એવી ઈચ્છા હોય તે ચાલે, ઉકે, આપણે ભાનગરીએ જઈએ.” કનકશ્રી બેલીહવે આ મારા પ્રાણ ઉપર તમારૂં જ રાજય છે, પણ વિદ્યાના સામર્થ્યથી દુર્મદ થયેલે મારો પિતા ઘણે દુષ્ટ છે, તેથી તે માટે અનર્થ કરે અને તે અનર્થનું સ્થાન હું થાઉ તેને મને ભય છે, જો કે તમે બળવાન છે પણ એકાકી અને અઅ રહિત છે.” અનંતવીર્ય હાસ્ય કરીને કહ્યું-“કાતરે'! ભય પામશે નહીં. સર્વ રીતે બળવાન એવો પણ તમારા પિતા મારી - ૧ હે બીકણ સ્ત્રી!.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org