Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સગ ૨ ] અનંતવીર્યને જોવાની કનકશ્રીને થયેલ પ્રબળ ઈચ્છા [૨૩૫ ગંભીર નાભિ હતી, નદીતટ જે કટિપ્રદેશ હતું, કરમના જેવા ઉરૂ હતા, મૃગી જેવી જંઘાઓ હતી, કમળ જેવા હાથપગ હતા, સર્વ અંગ લાવયજળમાં મગ્ન થયા હતા, કંઠમાં મધુર આલાપ શોભતે હતો અને તે શિરીષ પુષ્પના જેવી કોમળ હતી. આવી યૌવનવયને પ્રાપ્ત થયેલી મનહર બાળાને જોઈને કપટથી ચેટી થયેલા વીરોએ તેને વારંવાર મધુર આલાપે બોલાવીને સર્વ પ્રકારના અભિનય સહિત સર્વ નાટકને વિધિ નિબéણસંધિ સુધી શીખડાવી દીધે. તે કપટચેટીએ નાટકના મધ્યમાં મહાભુજ અનંતવીર્યના ઉત્કૃષ્ટ રૂપ, શૌર્યાદિ ગુણનું ગાન કરતી હતી. એક સમયે કનકશ્રીએ પૂછયું-“અરે યુવતીઓ ! ક્ષણે ક્ષણે જેના ગુણ તમે ગાયા કરે છે તે પુરૂષોત્તમ અનંતવીર્ય કેણ છે?? માયાચેટી થયેલો અપરાજિત હાસ્ય કરી બે-“હે શુભાનને ! આ વિજયમાં શુભા નામે એક મોટી નગરી છે. તેમાં ગુણને સાગર અને પ્રતાપે સૂર્યરૂપ સ્વિમિતસાગર નામે રાજા છે. તે મહાત્માને વિનયની ભૂમિરૂપ અને શત્રુઓથી અપરાજિત અપરાજિત નામે જયેષ્ઠ પુત્ર છે અને નિર્મળ ગુણોથી અકનિષ્ઠ એવો અનંતવીર્ય નામે કનિષ્ઠ પુત્ર છે. એ અનંતવીર્ય રૂપથી કામદેવને જીતનાર, શત્રુઓની ગર્વગ્રંથીને તેડનાર, દાતાર, દ્રઢ પ્રતિજ્ઞાવાન અને શરણાગત વત્સલ છે. તેની ભુજા શેષનાગ જેવી લંબાયમાન છે. ભુજાતર ( હદય) શિલા જેવું વિશાળ છે, તે લક્ષ્મીને વાસાગાર અને પૃથ્વીને આધારભૂત છે. આશ્રિતરૂપ કમળને સૂર્ય અને દાક્ષિણ્યતાને ક્ષીરસાગર છે. અમે અલ્પબુદ્ધિવાળા તે મહાત્માના કેટલા વખાણ કરીએ ? સુર, અસુર અને મનુષ્યોમાં તેના જેવો બીજે કઈ પુરૂષ નથી, તે સાંભળી કનકથી જાણે તે પિતાની આગળજ રહેલું હોય તેમ તેને જોવાને પવનથી હણાયેલી સરસીની જેમ ઉત્કંઠાવાળી થઈ ગઈ. માંચના નિષથી જાણે સાક્ષાત કામદેવના બાણથી ભેદાયેલી હોય અને નિસ્પદ પુતળી હોય તેમ સ્તબ્ધ થઈ ચિત્તમાં વિચાર કરવા લાગી કે “જેના સદ્ગુણ અનંતવીર્ય ધણી છે તે દેશને, તે નગરીને, તે પ્રજાને અને તે સીજનને ધન્ય છે. દૂર રહેલે ચન્દ્ર પણ પિયણને આનંદ આપે છે અને આકાશમાં રહેલે મેઘ મયૂરીને નચાવે છે. તેમને તે દેવની અનુકુળતાથી તે ઘટિત રીતે થાય છે, પણ મારે ને અનંતવીર્યને તે કેવું દૈવ હશે? તેને મારી સાથે પતિભાવ થવો તે દૂર રહ્યો, પણ તેને હું દેખી પણ કેમ શકું? વળી આવા મને રથની સિદ્ધિ કરી આપનાર મિત્ર પણ આ જગતમાં દુર્લભ છે.”
આ પ્રમાણે ચિંતા કરતી કનકશ્રીને જોઈ ઇગિતાકારથી તેને મને ગતભાવ જાણનારે અપરાજિત બોલ્યા- “અરે મુગ્ધા! અપરાજિતના અનુજબંધુ અનન્તવીર્યના ગુણ મારા મુખથી સાંભળી તમે શલ્ય પીડિત છે તેમ શા માટે ખેદ પામે છે? તમારી શું તેને જોવાની ઇચ્છા છે? હિમપીડિત પદ્મિનીની પેઠે ગ્લાન થયેલી કનકશ્રી દીન કરતાં પણ દીન થઈ સ્વરભેદથી ભાંગેતુટે અક્ષરે બોલી-બહેન ચેટી! અનન્તવીર્યને જોવાની જે મારી ઈચ્છા તે કરવડે ચન્દ્રને ગ્રહણ કરવાની ઈચ્છા જેવી છે, પગ વડે આકાશમાં ચાલવાની ઈચ્છા જેવી છે અને બે ભુજાવડે સમુદ્ર તરવાની ઈચ્છા જેવી છે. એ સુન્દર શુભાનગરીના અધિપતિ હું મદભાગ્યાને દષ્ટિગોચર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org