Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સર્ગ ૨ ] દમિતારની સભામાં બલભદ્ર ને વાસુદેવને ચેટરૂપે પ્રવેશ. [૨૩૩ કોપને ગૂઢ રાખી હાસ્યવડે અધર પલ્લવને હસાવતા હસાવતા શાંતતાથી બેલ્યા–“મહારાજા દમિતારિ મેટા મૂલ્યવાળા રત્નની, ઘણા દ્રવ્યની, ઘડાઓ અને રાજેદ્રોની ભેટ આપીને સંતુષ્ટ કરવા યોગ્ય છે, તે મહારાજા જે માત્ર આ બે ચેટીઓથી જ સંતુષ્ટ થતા હોય તે તેઓને લઈ તું આજે અપાન કાળેજ જા.” આ પ્રમાણે કહ્યું એટલે પિતાની તકળાને કૃતાર્થ માનતે તે દૂત પિતાને આપેલા ઉતારામાં ગયે.
હતના ગયા પછી બન્ને વિરેએ સ્તંભ ઉપર ગૃહના ભારની જેમ અને ધરી ઉપર ગાડાની જેમ પોતાના રાજ્યને ભાર મંત્રીઓ ઉપર આરોપણ કર્યો. પછી દમિતારિ રાજા કે છે એમ તેને નજરે જોવાના કૌતુકથી તેિજ વિદ્યાના પ્રભાવે બર્બર અને કિરાતીનું રૂપ ધારણ કર્યું. એ પુરૂષ રૂપ ચેટીઓએ દૂતની પાસે આવી “અનંતવીર્ય અને અપરાજિતે દમિતારિ રાજાને માટે અમને મોકલી છે” એમ કહ્યું એટલે બનને ચેટીઓની સાથે તે દ્વત હર્ષ પામતે ત્યાંથી ચાલ્યું. તત્કાળ વૈતાઢચ ગિરિપર આવી તેણે દમિતારિ રાજાને વિજ્ઞપ્તિ કરી-“મહારાજા! જેમ અસુરે ચમરેંદ્રની આજ્ઞાને, દેવતાએ ઇંદ્રની આજ્ઞાને, નાગકુમારે ધરણંદ્રની આજ્ઞાને અને પક્ષીઓ ગરૂડની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી, તેમ આ રમણીય વિજયાદ્ધમાં સર્વ દુષ્ટ રાજાઓને શિક્ષા કરનાર એવા તમારી આજ્ઞાને કેઈ ઉલ્લંઘન કરતા નથી. તેમાં પણ અપરાજિત અને અનંતવીર્ય તે વિશેષપણે નમ્ર થઈ મસ્તક પર મુગટની જેમ તમારી આજ્ઞાને સદા ધારણ કરે છે. આ બર્બરિકા અને કિરાતી નામે નટીરત્ન તેમણે તમારે માટે ભેટ કરવા મને અપેલ છે.” દમિતારિએ સૌમ્યદષ્ટિથી બંને ચેટીનું અવલોકન કર્યું.
જે ગુણ જનકૃતિએ સાંભળવામાં આવે છે, તે તેના જ્ઞાતાઓને અનુરાગ કરનારે થાય છે.” પછી તરતજ દમિતારિએ નાટકને અભિનય કરવા તેમને આજ્ઞા કરી. અપૂર્વ વસ્તુ જોવાની ઈચ્છા જરાપણ કાળક્ષેપ સહન કરી શકતી નથી.
મહારાજાની આજ્ઞા થતાં તે પાત્રરૂ૫ નટીઓ રંગભૂમિમાં આવી, અને પ્રત્યાહારાદિક અંગેથી પૂર્વ રંગ કરવા લાગી. રંગાચાર્યે પુષ્પાંજલિથી રંગપૂજા કરી. ગાયકદિ પરિવાર ગ્ય દિશાએ બેઠે. નટે આવી નાંદીવાદપૂર્વક નાંદીપાઠ કર્યો. નાંદી થઈ રહ્યા પછી અંગ સહિત પ્રસ્તાવના અભિનય શરૂ કર્યો. પછી ગાયિકાજને વિચિત્ર નેપચ્ચ ધારણ કરી જાતિરાગ સહિત પાત્રના પ્રવેશને સૂચવનારી મુવાગીતિ ગાવા લાગ્યા. પછી પ્રકૃતિ, અવસ્થા, સંધિના અંગ અને સંધિવડે ઉન્નત એવા રસ સાગર નાટકને અભિનય શરૂ થશે. એકાંત સુખામૃતના સિંધુરૂપ સંપ્રગ શૃંગારથી, તે તે દુખી અવસ્થાના કારણરૂપ વિપ્રયાગ શૃંગારથી, તે તે પરસ્પર સંઘટ્ટનના ઉપગથી અને સર્વ વિઘના પરિહારથી કોઈ કઈ પ્રસંગે કામદેવના સામ્રાજ્યની સંધિ અને વિગ્રહની કલપના થવા લાગી. નેપથ્યમાં આવેલા મોટા પેટવાળા, દાંતાળા, લંગડા, કુબડા,ચીખલા, છુટા
૧ બર
B - 30
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org