Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૨૩૨ ] દમિતારિએ અનંતવીર્ય (વાસુદેવ) સમક્ષ મોકલેલ દૂત. [ પ પ મું ઉત્પન્ન થાય તે સર્વ રાજાધિરાજ દમિતારિ રાજાની જ છે એમ સમજવું, તેમાં કાંઈ સંશય રાખ નહીં; તેથી તમારી પાસે જે બર્બરી અને કિરાતી નામે બે પ્રખ્યાત નાટકકારિકા છે તેને મહારાજા દમિતારિ તરફ મોકલી દે. જે સર્વ રાજ્યના સ્વામી થાય તેને રાજ્યમાં ચેટી વિગેરે જે કાંઈ ઉત્તમ પદાર્થ હોય તે સર્વ સ્વાધિન કરવા જ જોઈએ, કેમકે ઘર આપ્યું તે પછી શું તેમાંની સર્વ વસ્તુ જૂદી રહી શકે ?” આવાં દૂતનાં વચન સાંભળી અનંતવી કહ્યું-“હે દૂત! તું હમણાં ચાલ્યો જા, હું જ વિચારીને પછી તત્કાળ તે દાસીઓને મેકલી આપીશ.” આ પ્રમાણે કહેવાથી દૂત હર્ષ પામે, અને સવર પાછા કરીને દમિતારિ રાજાને સિદ્ધપ્રાય થયેલું પ્રયજન કહી આપ્યું.
પ્રચ્છન્ન અગ્નિવાળા બે કુંડ હોય તેવા ગુઢ ક્રોધવાળા અપરાજિત અને અનંતવીર્ય બને દૂતના ગયા પછી વિચાર કરવા લાગ્યા–“રાજા દમિતારિ આકાશગમન અને વિદ્યાસિદ્ધિના બળથી આપણું ઉપર આવું શાસન પ્રવર્તાવે છે, તે સિવાય બીજું તેની પાસે કોઈ અધિક નથી. આપણને પણ મિત્ર વિદ્યાધરે જે વિદ્યા પૂર્વે આપેલી છે તેનું હમણાજ સાધન કરીએ, તે પછી એ વરાકનો શે ભાર છે?' આ પ્રમાણે બને ભ્રાતા ચિંતવતા હતા તેવામાં જ જાણે સંકેત કરી રાખેલી હોય તેમ ત્યાં પ્રજ્ઞપ્તિ વિગેરે વિદ્યાઓ પ્રગટ થઈ, અને વિદ્યુતના તેજની જેવા ઉધોતને ધરનારી,વિવિધ અલંકાર ભૂષિત અને વિચિત્ર દિવ્ય વસ્ત્રોથી અલંકૃત તે વિદ્યાઓ અંજળ જોડી કહેવા લાગી–જેને સાધવાની તમે ઈચ્છા કરે છે તે જ અમે વિદ્યાઓ છીએ. પૂર્વ જન્મમાં તમે અમને સિદ્ધ કરેલી હોવાથી અત્યારે તમારી આગળ વગર પ્રયાસે પ્રાપ્ત થયેલી છીએ. હે મહાભાગ! મંત્રાઅમાં દેવતાની જેમ અમે તમારા શરીરમાં સંક્રમણ કરશું, માટે હવે જે આજ્ઞા હોય તે બતાવો.” આવાં તે વિદ્યાઓનાં વચન સાંભળી તેમણે કહ્યું કે વિમસ્તુ' એટલે તત્કાળ તે વિધાઓ પૂર્વ પશ્ચિમ સમુદ્રમાં જેમ સરિતાઓ પ્રવેશ કરે તેમ તેમના અંગમાં પ્રવેશિત થઈ. તેઓ સ્વભાવથી બળવાન તે હતા; તેમાં આ વિદ્યાના પ્રભાવથી કવચધારી સિંહની જેમ અધિક બળવાન થયા. પછી ગંધ અને મનહર પુષ્પોથી તેમણે વિદ્યાઓની પૂજા કરી. વિવેકી જન ક્યારે પણ પૂજ્યની પૂજાનો કમ ઉલ્લંઘતા નથી. આ અરસામાં દમિતારિ રાજાએ મોકલેલ દૂત પુનઃ વેગથી ત્યાં આવ્યું અને તિરસ્કારથી બે-“અરે! મૂર્ખની પેઠે અજ્ઞાનપણાને લીધે તમે બન્ને યુવાનોએ સ્વામી તરફ આવો અનાદર કેમ આરંભે છે? અમે ચેટીએને તરત મોકલી આપીશું આ પ્રમાણે કહીને અદ્યાપિ કેમ મેકલી નહિ? શું તમારે મરણ પામવાની ઈચ્છા છે? મને તે તમે ખરેખર મૂર્ખ લાગે છે. તે મહારાજાને કેપ હજુ તમે જાણ્યા નથી. હું ધારું છું કે આ બે ચેટીને ન્હાને તમારા ઉપર બે કૃત્યા(રિષ્ટ) આવેલી છે. તે તમારૂં મૂળમાંથી ઉમૂલન કર્યા વગર જશે નહીં. તમે બીજું વિશેષ આપશે નહિ પણ ચેટિકા તે આપે. નહીં તે મહારાજા દમિતારિ તમને અને તમારી રાજ્યલક્ષ્મીને જપ્ત કરી લઈ લેશે.” જો કે વાસુદેવ અનંતવીર્ય સમર્થ છે, તથાપિ
૧ એમજ થાઓ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org