Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૨૩૦]
વાસુદેવની રાજસભામાં નારદનું આગમન. [ પર્વ ૫ મું ઉપવનના કોઈ ભાગમાં નિવાસ કર્યો. તે સમયે અશ્વક્રીડામાં ચતુર રાજા સ્તિમિતસાગર અશ્વને ખેલાવવા માટે નગરની બહાર નીકળે. ઉન્મત્ત અને શાંત અને ખેલાડી અશ્વક્રીડામાં રેવંતકુમાર જે તે રાજા શાંત થઈને તેજ વનમાં આવ્યો. ઘણા તરૂણ વૃક્ષેથી જાણે તેમાં મેઘ વિશ્રામ લેવા આવ્યા હોય તેવું, નીકવડે ઝરણું વાળે ગિરિ હેય તેવું, કદલીના પત્રથી જાણે પાંથજનને પંખ કરતું હોય તેવું અને સર્વત્ર ઉગેલી લીલેરીથી જાણે મરકત મણિથી તળ બાંધ્યું હોય તેવું તે વન દેખાતું હતું. એલાઈચી, લવીંગ, કેળ અને ચારેળીની ખુશબેને વહન કરતા સુખકારી પવને તેમાં માર્જન કરનારી દાસીનું કામ કરતા હતા. પૃથ્વી પર રહેલું જાણે નંદન વન હોય તેવા તે ઉદ્યાનમાં રાજા હર્ષથી નેત્રને સ્થિર કરતે પેઠે. ક્ષણવાર વિશ્રામ લઈ આગળ જોયું તે અશોકવૃક્ષની નીચે ધ્યાન ધરતા પ્રતિભાધારી મુનિને જોયાં. તત્કાળ શીત લાગવાની જેમ ભક્તિથી તે રોમાંચિત થઈ ગયે. મુનિ પાસે જઈ ત્રણ પ્રદક્ષિણા દઈને વંદના કરી. મુનિએ પિતાનું ધ્યાન પારી ધર્મલાભ રૂપ આશિષ આપી. સત્પરૂપે આરંભેલું કાર્ય બીજાના હિતને માટે છોડી દે છે. પછી સ્વયંપ્રભ મુનિએ જેવા જોઈએ તેવા ઉદાહરણથી શ્રોતાને જાણે પ્રત્યક્ષ અનુભવ કરાવતી હોય એવી ધર્મદેશના આપી. તે દેશના સાંભળી રાજા ક્ષણવારમાં પ્રતિબંધ પામે. ઘેર જઈ પિતાના પુત્ર અનંતવીર્યને રાજ્યાસને બેસાર્યો, અનંતવીર્ય તથા અપરાજીતે જેને નિગમેત્સવ કરે છે એવા રાજાએ સ્વયંપ્રભ મુનિની પાસે જઈ દીક્ષા ગ્રહણ કરી. એ મહાત્માએ દુસહ પરીસહોને સહન કરી મૂલ ગુણ અને ઉત્તર ગુણ ચિરકાલ પાલન કર્યા. છેવટે દૈવગે તેનાથી મનવડે ચારિત્રની વિરાધના થઈ ગઈ, તેથી મૃત્યુ પામી તે ભુવનપતિ નિકાયમાં ચમરેંદ્ર થયા. નિઃસીમ પરાક્રમ રૂપ ધનવાળે અને દેવતાથી પણ અપરાજિત એ અનંતવીય પિતાના ભાઈ અપરાજીતની સાથે પૃથ્વીનું રાજય કરવા લાગ્યું. એક વખતે કઈ વિદ્યાધરની સાથે તે બંને ભાઈઓને પવિત્ર મૈત્રી થઈ ગઈ. સત્પન સંસર્ગ પુરૂષની સાથેજ થાય છે. તે વિદ્યાધરે તેમને મહાવિદ્યા આપી અને “આ વિદ્યાનું તમે સાધન કરજે ” એ ઉપદેશ આપી તે વૈતાત્ય ગિરિપર પિતાને સ્થાનકે ગયે. અનંતવીર્ય અને અપરાજિતને બર્બરી અને કિરાતી બે દાસીઓ હતી તે ગીત, નાટય વિગેરે કલામાં ઘણું કુશળતા ધરાવતી હતી. રંભાદિક અપ્સરાએથી પણ સુંદર ગાયન અને નૃત્ય કરતી તે યુવતીઓ બલભદ્ર અને અનંતવીર્યના ચિત્તનું રંજન કરતી હતી.
એક વખતે બલભદ્ર અને વાસુદેવ તે રમણીઓની પાસે સભામાં ઉત્તમ નાટક કરાવતા હતા; તેવામાં ચંચળ શિખાને ધારણ કરનાર, સર્વ સ્થાનકે છુટથી ફરનાર, સર્વત્ર કલહ જેવામાં કૌતુવાળા અને સ્થિરતામાં મારા જેવા અસ્થિર નારદ ફરતાં ફરતાં એ સભામાં આવી ચડ્યા. ત્રિદંડધારી નારદના હાથમાં વીણા હતી, અક્ષસૂત્ર, બ્રહ્મસૂત્ર અને કોપીન ધર્યા હતા, વણે ત હતા, હંસની જેમ આકાશમાં ચાલતા હતા, સુવર્ણની પાદુકા ઉપર પગ રાખેલ હતા અને હાથમાં કમંડલ હતું તે વખતે બર્બરી અને કિરાતીનું મનહર નાટક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org