Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
૨૨૮]
વાસુદેવને જન્મ સમૃદ્ધિ વિચારીને “ હું તેમના જે થાઉં” એવું નિયાણું બાંધ્યું. નિયાણું કરનાર શ્રી વિજય અને નિયાણું નહીં કરનાર અમિતતેજ આયુક્ષયે મૃત્યુ પામી પ્રાણત નામના દશમા ક૫માં ઉત્પન્ન થયા. ત્યાં સુસ્થિતાવ અને નંદિતાવ વિમાનના સ્વામી મણિચુલ અને દિવ્યચુલ નામે દેવતા થઈ તેઓ સુખે રહેવા લાગ્યા. મનની ઈચ્છા પ્રમાણે વાંછિત અર્થને સિદ્ધ કરનાર તે દેવતાઓએ રતિસાગરમાં ગઢ મગ્ન થઈ વીશ સાગરોપમનું આયુષ્ય સુખે નિગમન કર્યું
इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्ये पंचमे पर्वणि श्रीशांतिनाथदेवस्य श्रीषेणादिभवपंचकवर्णनो
નામ પ્રથમ સઃ || 8 |
સર્ગ ર જે.
આ જંબુદ્વીપમાં પ્રાષ્યિદેહના આભૂષણ રૂપ રમણીય નામના વિજયમાં સીતા નદીના દક્ષિણ તટને વિષે પૃથ્વીના શુભ વ્યુહને કરનારી પરમ સમૃદ્ધિ વડે શુભ અને શુભ લક્ષમીનું
સ્થાન શુભા નામે એક નગરી છે. તેમાં સ્થિરતામાં મેરૂ જે અને ગાંભીર્યમાં સાગર જે તિમિતસાગર નામે રાજા હતો. તેને અસરાની સૌભાગ્ય સંપત્તિને પરાભવ કરનાર અને શીળની ધુરાને ધરનાર વસુંધરા અને અનુદ્ધારા નામે બે પત્ની હતી. નંદિતાવત્ત વિમાનમાંથી
વી અમિતતેજને જીવ વસુંધરા દેવીના ઉદરમાં અવતર્યો. સુખે સુતેલી વસુંધરા દેવીએ બલભદ્રના જન્મને સૂચવનારા ચાર મહા સ્વપ્ન મુખમાં પ્રવેશ કરતાં જોયાં. તે સમયે તેને ઉત્પન્ન થયેલ પરમાનંદથી પરાભવ પામી હોય તેમ નિદ્રા દૂર ગઈ, એટલે રાણીએ રાજાને વિજ્ઞપ્તિ કરી કે “પ્રાણનાથ! મેં આજે સ્વપ્નમાં વાદલમાં ચંદ્ર પ્રવેશ કરે તેમ સ્ફટિકના ગિરિ જે ચાર દાંતવાળે હાથી મુખમાં પ્રવેશ કરતે જે શરદઋતુના વાદળાને બનાવેલ હોય તે નિર્મલ કાંતિવાળે, ઉંચી કઢવાળે અને સરલ પંછવાળે ગર્જના કરતે વૃષભ મારા જેવામાં આવ્યું; દર પ્રસરતાં કિરણના અંકુરોથી જાણે દિશાએાને કર્ણાભરણુ રચતે હેય તે ચંદ્ર અવલેક, અને ત્યાર પછી ગુંજારવ કરતા ભ્રમરાઓથી જાણે શતમુખે ગાતું હોય તેવું અને વિકાસ પામેલા કમળ વડે પરિપૂર્ણ સરોવર જોયું. હે સ્વામી ! આ સ્વપ્નનું શું ફલ પ્રાપ્ત થશે તે મને કહો. ઉત્તમ સ્વપ્નને માટે સામાન્ય માણસને પૂછવું અનુચિત છે.” રાજાએ કહ્યું“હે દેવી! લક્ષમીવડે દેવ જે અને લકત્તર બળવાળે તમારે બલભદ્ર પુત્ર થશે. ત્યારથી જેમ રત્નગર્ભા પૃથ્વી નિધાનને અને વંશલતા મુક્તાફળને ધારણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org