Book Title: Trishasti Shalaka Purusa Caritra Part 2
Author(s): Hemchandracharya, Kunvarji Anandji Shah
Publisher: Jain Prakashak Mandal Ahmedabad
View full book text
________________
સર્ગ ૧ લે ] શ્રીવિજયે તથા અમિતતેજે ગ્રહણ કરેલ દીક્ષા [૨૨૭ નિર્દોષ તપ સંપદાના તેજથી જે પ્રકાશી રહ્યા હતા–એવો ધર્માદશં તુલ્ય માસક્ષપણુક કોઈ મુનિ ભિક્ષા માટે નગરમાં આવેલા તેમના જેવામાં આવ્યા. એક જિનદર્શનજ જેને પ્રિય છે એવો અમિતતેજ તેમને જોતાંજ મહેલથી ઉતરી તેમની પાસે આવ્યો, અને ત્રણ પ્રદક્ષિણા કરી વાંધી નિર્દોષ અન્નાદિક વડે તેમને પ્રતિલાભિત કર્યા. તે વખતે સત્પાત્રને આપેલા અનાદિક દાનના પ્રભાવથી વસુધારા વિગેરે પાંચ દિવ્ય પ્રગટ થયા. એવી રીતે ધર્મચેષ્ટા કરતાં અને સુખમગ્ન રહેતાં શ્રી વિજય અને અમિતતેજને હજારો વર્ષ વીતી ગયાં.
એક સમયે અમિતતેજ અને શ્રીવિજય સાથે મળીને નંદનવનમાં રહેલા શાશ્વત અહંતને વંદના કરવા ગયા. વંદના કરીને કુતૂહલથી ભમતાં ભમતાં નંદનવનની રમણિક ભૂમિ જેવા લાગ્યા તેવામાં વિપુલમતિ અને મહામતિ નામના બે ઉત્તમ ચારણ મુનિ સુવર્ણશિલાપર બેઠેલા તેમના જેવામાં આવ્યા, એટલે તેમની પાસે જઈ પ્રદક્ષિણા કરી વાંકીને બન્ને શ્રાવક રાજા તેમની પાસે બેસી, આ પ્રમાણે ધર્મદેશના સાંભળવા લાગ્યા.
આ જગતુમાં મૃત્યુ સર્વ પ્રાણીઓની સમીપે હમેશાં રહેલું છે, તેથી કસાઈના ઘરમાં રહેલા પશુઓની જેમ આ પ્રાણીઓનું જીવિત ચપેલ છે. જે મનુષ્ય આયુક્ષણિક છે એવું જાણે છે તથાપિ ધર્મમાં ઉદ્યમ કરતા નથી તે મોહને જ વિલાસ છે. જન્મથી માંડીને મૃત્યુ સુધી મેહ એ મેટો શત્રુ છે કે તે મનુષ્યના હિતકારી ધર્મને મૂલમાંથી છેદી નાંખે છે. તેથી માનવજન્મના ફલની ઈચ્છાએ મહિને છેદીને નિરંતર ધર્મ કરે કે જેથી કરીને “પણ મનુષ્યજન્મ પ્રાપ્ત થાય.”
આ પ્રમાણે દેશના સાંભળી પિતાનું અવશેષ આયુષ્ય કેટલું છે? એવો તેમણે પ્રશ્ન કર્યો. એટલે “હવે માત્ર છવીસ દિવસનું આયુષ્ય બાકી છે એ મુનીશ્વરએ પ્રત્યુત્તર આપે. આવું અનિવાકય અમેઘ જાણી તે નર અને વિદ્યાધરના રાજા નિર્વેદયુક્ત મહા પશ્ચાત્તાપ કરતા આ પમાણે બોલ્યા- “અરે! સદા નિદ્રાઉની જેમ, સદા મદ પીનારની જેમ, સદા બાળકની જેમ, સદા મૂછિતની જેમ અને સદા અપરમારીની જેમ અમોએ અરણ્યમાં ઉગેલા પુષ્પની માફક આ મનુષ્યજન્મ પ્રમાદમાંજ નિષ્ફળ ગુમાવી નાંખે છે.” ચારણમુનિ તેમને પ્રતિબંધ કરવાને બોલ્યા- “હે મહાનુભાવ! ખેદ કરે નહીં. અદ્યાપિ તમારે પ્રવજ્યા લેવી યુક્ત છે. જેમ નિશાને અંતે થયેલી ચંદ્રતિ કુમુદવિકાસનું કારણ થાય છે, તેમ જન્માંતે પણ ગ્રહણ કરેલી દીક્ષા કલ્યાણની હેતુ થાય છે. ચારણ મુનિના આવા પ્રતિબંધથી શ્રીવિજય અને અમિતતેજ ધર્મક્રિયામાં ઉત્સુક થઈ પિતપોતાની રાજધાનીમાં આવ્યા. ત્યાં મુખ્ય જિન ચૈત્યમાં મેટ અઠ્ઠાઈરાવ કર્યો અને દીન તથા અનાથ પ્રાણીઓને યથારૂચિ દાન આપ્યું. પછી પિતપતાના પુત્રને રાજ્ય સેપી બંને રાજાઓએ અભિનંદન અને જગન્નદન મુનિની પાસે જઈ વ્રત ગ્રહણ કર્યું, અને તરતજ પાદપપગમ નામે અનશન પણ અંગીકાર કર્યું. તે સમયે શ્રીવિજયે પિતાના પિતાનું સ્મરણ કર્યું અને તેમની અધિક સમૃદ્ધિ અને પિતાની હિન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org